
Chaitra Navratri 2022: આ ચૈત્ર નવરાત્રિ પર ઘરમાં લાવો આ વસ્તુઓ, સાથે આવશે બરકત અને ખુશીઓની ગેરેન્ટી
નવી દિલ્લીઃ ચૈત્ર મહિનો આવવા સાથે જ નવરાત્રિના પર્વની તૈયારીઓ શરુ થઈ જાય છે. બધા લોકો વ્રત પૂજન અને માતાના સ્વાગતની તૈયારીઓમાં લાગી જાય છે. નવરાત્રિનો પર્વ હિંદુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. આમાં નવ દિવસ સુધી મા દુર્ગાના નવ અલગ અલગ રુપોની આરાધના કરવામાં આવે છે. પૂજા પાઠના સામાન ઉપરાંત નવરાત્રિના શુભ અવસર પર અમુક એવી વસ્તુઓની પણ ખરીદી કરવામાં આવે છે જેમને ઘરે લાવવાથી ઘરમાં સુખ-શાંતિ અને બરકત વધે છે. આવો, જાણીએ આવી અમુક વસ્તુઓ વિશે.

ચાંદીની વસ્તુઓ
નવરાત્રિના શુભ અવસર પર ઘરમાં ચાંદી ખરીદીને જરુર લાવવી જોઈએ. પોતાની ક્ષમતા અને સામર્થ્ય અનુસાર ચાંદીની કોઈ વસ્તુ જરુર ખરીદવી જોઈએ. માનવામાં આવે છે કે આનાથી ઘરની આર્થિક સ્થિતિ સારી થાય છે. ચાંદીની ખરીદેલી વસ્તુને પહેલા મા અંબાને ચડાવો અને ત્યારબાદ જ ઉપયોગમાં લો.

ત્રિકોણીય પતાકા
નવરાત્રિના પહેલા દિવસે એક લાલ રંગની ત્રિકોણીય પતાકા ઘરમાં લાવો અને પૂજાના સ્થાને રાખી દો. નવ દિવસ સુધી માતાની આરાધના દરમિયાન એ પતાકાને રાખો. નવમીના દિવસે એ પતાકાને માના મંદિરના ગુંબજમાં લગાવી દો. જે ભક્તોને વિદેશ જવાની કામના છે અથવા વિદેશ જવાના છે તેમના માટે આ કરવુ લાભકારી સાબિત થશે.

માટીનુ નાનુ ઘર
નવરાત્રિમાં માટીનુ એક નાનુ ઘર ખરીદીને લાવો અને તેને પોતાના પૂજા ઘરમાં માની મૂર્તિ અથવા ફોટા પાસે રાખી દો. આનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. પોતાનુ નવુ ઘર બનાવવા કે ખરીદવાનુ દ્રષ્ટિએ પણ આ શુભ હોય છે.

નાડાછડી
પોતાની નોકરી કે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે નવરાત્રિના દિવસોમાં નાડાછડી ખરીદીને લાવવી શુભ માનવામાં આવે છે. આ દોરામાં નવ ગાંઠ લગાવીને માતાની મૂર્તિ સામે રાખીને ઉપાસના કરવાથી મનોકામના પૂરી થાય છે.

સુહાગની સામગ્રી
સુહાગનો સામાન માતાની પૂજામાં ઉપયોગમાં લેવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં સુહાગની સામગ્રી લાવીને રાખવાથી દામ્પત્ય જીવન અને પરિવારમાં સુખ અને સૌભાગ્ય જળવાઈ રહે છે. નવમાં દિવસે સુહાગનો બધો સામાન માને અર્પિત કરવો જોઈએ.
નોંધઃ આ માહિતી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માન્યતાઓ પર આધારિત છે. વન ઈન્ડિયા લેખ સાથે સંબંધિત કોઈ પણ ઈનપુટ કે માહિતીની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ માહિતી અને ધારણાને અમલાં લાવવા કે લાગુ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરુર લેવી.