Chaitra Navratri 2022: રેવતી નક્ષત્રમાં નવરાત્રિનો પ્રારંભ આપશે સુખ-સમૃદ્ધિ, જાણો ઘટ સ્થાપનાના મુહૂર્ત

ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 2 એપ્રિલ, 2022 શનિવારે રેવતી નક્ષત્રમાં થઈ રહ્યો છે. જાણો ઘટ સ્થાપનાના મુહૂર્ત

નવી દિલ્લીઃ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 2 એપ્રિલ, 2022 શનિવારે રેવતી નક્ષત્રમાં થઈ રહ્યો છે. આ નક્ષત્રના સ્વામી બુધ છે જે વેપાર-વ્યવસાયમાં વૃદ્ધિ અને સુખ-સમૃદ્ધિ આપશે માટે નવરાત્રિમાં ભૂમિ, ભવન, સંપત્તિ, વાહન વગેરેની ખરીદી કરવાનુ શુભ રહેશે. બુધના નક્ષત્રનુ જ્ઞાન, બુદ્ધિ, વિવેકમાં પણ વૃદ્ધિ કરશે. માટે નવરાત્રિ પૂજન ફળદાયી રહેશે. આ નક્ષત્રમાં ઘટ સ્થાપના કરવી સફળતા અને સિદ્ધિદાયક રહેશે.

maa

ઘટ સ્થાપનના મુહૂર્ત

ચોઘડિયા મુજબ

શુભ - પ્રાતઃ 7.52થી 9.25
ચર - બપોરેઃ 12.30થી 2.03
લાભ - સાંજે 6.41થી 8.08
અભિજિત મુહૂર્ત - બપોરેઃ 12.06થી 12.55

લગ્ન મુજબ

વૃષભ - પ્રાતઃ 8.43થી 10.42
સિંહ - બપોરે 3.11થી 5.21

તમને જણાવી દઈએ કે મા જગદંબાની ઉપાસનાના પર્વ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 2 એપ્રિલ 2022ના રોજ શનિવારે એંન્દ્ર યોગ અને રેવતી નક્ષત્રમાં થશે. આને વાસંતિક નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ દિવસથી હિંદુ નવવર્ષ વિક્રમ સંવત 2079ના પણ શ્રીગણેશ થશે. આ વખતે નવરાત્રિ પૂરા નવ દિવસ રહેશે અને રોજ માતાના અલગ-અલગ સ્વરુપોની આરાધના કરવામાં આવશે. આ વખતે નવરાત્રિમાં અનેક મંગળકારી સંયોગ પણ બની રહ્યા છે જેમાં અનેક વ્રત-તહેવાર, પર્વ મનાવવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X