Penumbral Lunar Eclipse: 5 જૂને લાગશે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળ લાગશે કે નહિ
જ્યતિષ જાણકારો અને પંચાંગ મુજબ વર્ષ 2020માં કુલ ચાર ચંદ્ર ગ્રહણ લાગશે. 10 જાન્યુઆરીએ પહેલું ચંદ્ર ગ્રહણ લાગ્યું હતું, બીજું ચંદ્ર ગ્રહણ આવતી કાલે એટલે કે પાચમી જૂને લાગશે, ત્રીજું ચંદ્ર ગ્રહણ 5મી જુલાઈના રોજ લાગશે અને ચોથું ચંદ્ર ગ્રહણ આગામી 30 નવેમ્બરના રોજ લાગશે.

એક જ મહિનામાં ત્રણ ગ્રહણ લાગશે
એટલું જ નહિ, આ વર્ષે લગભગ એક જ મહિનામાં ત્રણ ત્રણ ગ્રહણનો સામનો કરવો પડશે. 5 જૂને લાગતા ચંદ્ર ગ્રહણ બાદ 21 જૂને સૂર્ય ગ્રહણ લાગશે. જે બાદ 5 જુલાઈના રોજ ફરીથી ચંદ્ર ગ્રહણ લાગશે જે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ હશે. ત્યારે ચાલો આ લેખના માધ્યમથી જાણીએ કે 5 જૂનના રજ લાગતાં ચંદ્ર ગ્રહણમા સૂતક કાળ હશે કે નહિ, સાથે જ જાણીએ કે આ દિવસે કેવા પ્રકારની સાવધાની વરતવાની જરૂરત છે.

5 જૂને લાગનાર ચંદ્ર ગ્રહણનો સમય
5 જૂનની રાતે 11 વાગીને 15 મિનિટ પર ચંદ્ર ગ્રહણ શરૂ થઈ જશે જે 6 જૂને 2 વાગીને 34 મિનિટ સુધી રહેશે. જૂનનો આ ચંદ્ર ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠ નક્ષત્રમા લાગી રહ્યું છે. આ રાતે 12 વાગીને 54 મિનિટ પર પૂર્ણ ચંદ્ર ગ્રહણ થશે. આ ગ્રહણની કુલ અવધિ 3 કલાક 15 મિનિટ હશે.

શું 5 જૂને સૂતક લાગશે?
જ્યતિષના વિદ્વાનો મુજબ 5 જૂને લાગનાર ચંદ્ર ગ્રહણને માંદ્ય ચંદ્ર ગરહણ કહેવામાં આવ્યું છે. માંદ્યન અર્થ થાય છે ન્યૂનતમ. તેને ઉપછાયા ગ્રહણ પણ કહેવામાં આવ્યું છે માટે તેમાં સૂતક માનવામાં નહિ આવે. આ ચંદ્ર ગ્રહણના સૂતક કાળને લઈ તમારે ચિંતા કરવાની જરૂર નહિ રહે.

ગ્રહણ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો
- ગ્રહણ શરૂ થવાથી લઈ તે સમાપ્ત થઈ જાય ત્યાં સુધઈ કોઈપણ નવું કામ શરૂ ના કરો.
- ગ્રહણના સમયે તુલસીને અડવું અશુભ માનવામાં આવે છે.
- ગ્રહણ દરમિયાન ઉપવાસ રાખી લો. તમારા ખાવા પીવાની વસ્તુઓમાં તુલસીના પત્તા નાખવાના હોય તો ગ્રહણ પહેલા જ નાખી લો.
- ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓ ઘરેથી બહાર ના નીકળે અને સાથે જ ધારદાર ઓજારોનો ઉપયોગ ના કરો.