• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

23 માર્ચના ચંદ્ર ગ્રહણથી રાશિઓ પર પડશે આ પ્રભાવ

|
Google Oneindia Gujarati News

સંવત 2072, ફાલ્ગુન શુક્લ પુર્ણિમા, 23 માર્ચ બુધવારના મધ્યમાં ચંદ્ર ગ્રહણ પડી રહ્યું છે. જેને ચંદ્ર કાંતિ માલિન્ય પણ કહેવાય છે. આ ગ્રહણમાં ચંદ્ર પૃથ્વીની છાયામાં આવશે જેનાથી ચંદ્રની તેજ ખરાબ થશે પણ ગ્રહણ નહીં લાગે. આ ચંદ્ર ગ્રહણ 23 માર્ચ 2016 બપોરે 3 વાગ્યાને 10 મિનિટથી સાંજે 7 વાગ્યાને 25 મિનિટ સુધી રહેશે.

આમ તે લગભગ ચાર કલાક અને 17 મિનિટ સુધી રહેશે. આ માંદ્ય ચંદ્ર ગ્રહણ પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને ઉત્તરી અમેરિકાના ભાગોમાં જોવા મળશે. વધુમાં આ ગ્રહણથી ગ્રહોની ચાલમાં પણ પરિવર્તન આવશે. અને તેના પ્રભાવ આપણા જીવન પર પણ પડશે. ત્યારે આ ચંદ્ર ગ્રહણથી શું પ્રભાવ રાશિઓ પર પડશે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

ચંદ્ર ગ્રહણ

ચંદ્ર ગ્રહણ

23 માર્ચે થનારા ચંદ્રથી વિવિધ રાશિઓ પર કેવો અને શું પ્રભાવ પડશે તે વિષે પંડિત અનુજ કે શુક્લ દ્વારા વધુ જાણો આગળની આ સ્લાઇડમાં...

મેષ

મેષ

કેટલાક લોકોને સ્વાસ્થય સંબંધિ મુશ્કેલીઓ રહેશે. દુવિધાઓમાંથી નીકળવા માટે તમારે પોતે જ પ્રયાસ હાથ ધરવો પડશે. ધંધા-વેપારમાં પ્રગતિ થશે.

વૃષભ

વૃષભ

આ સમયે કોઇ પણ તેવું કાર્ય ના કરો જેનાથી તમારે અપમાનનો સામનો તમારે કરવો પડે. ઘર અને પરિવારમાં સુખદ વાતાવરણ બની રહેશે. દવાઓ પર વધુ ખર્ચો થઇ શકે છે.

મિથુન

મિથુન

ભૂતકાળમાં કરેલા કાર્યોનું સાર્થક પરિણામ મળશે. હરિફાઇમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સફળતા મળશે. નોકરી શોધતા યુવકોને નોકરી મળવાની તક મળશે.

કર્ક

કર્ક

કેટલાક લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. નજીકના સંબંધોથી ઉદાસી ના રાખવી. ઘરના કાર્યોનો ભાર વધશે. કોઇ પણ કાર્ય સલાહ વિચાર કરીને કરવું લાભકારી રહેશે.

સિંહ

સિંહ

જો તમે નાણાંમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો સમજી વિચારીને કરજો. કારણ કે નુક્શાન થવાની શક્યતા રહેલી છે. પરિવારમાં કેટલાક લોકો સાથે તમારે તનાવ રહેશે.

કન્યા

કન્યા

કેટલાક લોકોને શારિરીક પીડા રહેશે. પડોશીઓ સાથે સારા સંબંધ બનાવવામાં જ લાભ છે. મહિલાઓએ પોતાની ગોપનીય વાતો સાર્વજનિક ના કરવી.

તુલા

તુલા

ઘરખર્ચ વધશે. ખાલી ખોટી મનમાં આશંકા સેવવી યોગ્ય નથી. મોટા ભાગે તમે જેવું વિચારશો તમારી સાથે તેવુ જ થશે. તો બી પોઝિટવ.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકોને ક્યાંકને ક્યાંક લાભ જરૂરથી થશે. વિદ્યાર્થીઓના કેરિયરમાં પ્રગતિ થશે. અને મહિલાઓને સન્માન અને લાભ બન્ને મળશે. આર્થિક મજબૂતી થશે.

ધનુર

ધનુર

વેપારમાં સમજી વિચારીને નિર્ણય લેજો નહીં તો આર્થિક ક્ષતિ ભોગવવી પડશે. માનસિક વિકારો પર કાબુ મેળવવાનો પ્રયાસ કરશો.

મકર

મકર

સંતાન અને કેરિયરને લઇને મનમાં ચિંતા રહેશે. ઘરના ધરડા લોકોના સ્વાસ્થયને લઇને પણ મન પરેશાન રહેશે. જીવન સાથીનો ભરપૂર સહયોગ અને પ્રેમ મળશે.

કુંભ

કુંભ

કાર્ય અને વેપારથી લાભ મળશે. નવા વેપારને શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. વિદ્યાર્થીઓને પોતાના મિત્રો સાથે સારો સમય વ્યતિત કરશે.

મીન

મીન

જીવન સાથીથી શારિરીક અને માનસિક કષ્ટ રહી શકે છે. વાહનની ગતિ પર નિયંત્રણ રાખજો. જો તમે કોઇને પ્રેમ કરતા હોવ તો તેને અભિવ્યક્ત કરી શકો છો કારણે તેમાં તમને સફળતા મળશે.

English summary
Read about the Chandra Grahan on 23 March 2016. Read the effects of Lunar eclipse in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X