Chhath Puja 2020: જાણો છઠ પૂજાની કથા અને તેનુ મહત્વ
Chhath Puja Katha: છઠ પૂજાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્યનુ મહત્વ એ વાતથી જાણવા મળે છે કે વેદોમાં સૂર્યની આરાધના સૌથી પહેલા કરવામાં આવી છે. સૂર્યને પાંચ દેવો ગણેશ, દૂર્ગા અને વિષ્ણુ સાથે શામેલ કરવામાં આવ્યા છે. સૂર્યને ગ્રહ હોવા છતાં પણ દેવોનુ સ્થાન આપવામાં આવ્યુ છે. સૂર્ય આપણા જીવનમાં ઉર્જા અને ઉલ્લાસનુ પ્રતીક છે. આમ તો સૂર્યની પૂજા-આરાધનાનો કોઈ એક વિશેષ દિવસ નિર્ધારિત નથી. સૂર્યની પૂજા રોજ કરી શકાય છે પરંતુ અમુક વિશેષ પ્રસંગો બનાવવામાં આવ્યા છે જ્યારે સૂર્ય દેવની વિશેષ પૂજા કરવાનુ વિધાન છે. આવો જ એક પર્વ છે છઠ પૂજા.

છઠની મુખ્ય પૂજા 20 નવેમ્બરે શુક્રવારે
ઉત્તર ભારતમાં ખાસ કરીને બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં છઠ પૂજા મોટાપાયે કરવામાં આવે છે. હવે તો આખા દેશમાં જ્યાં જ્યાં ઉત્તર ભારતીય લોકો રહે છે ત્યાં છઠ પૂજા થવા લાગી છે. મુખ્ય છઠ પૂજા કારતક મહિનાના શુક્લ પક્ષની ષષ્ટી તિથિના દિવસે કરવામાં આવે છે. આ પર્વ ચાર દિવસનો હોય છે. કારતક શુક્લ ચતુર્થીથી આરંભ કરીને સપ્તમીના દિવસે સૂર્યને અર્ધ્ય સાથે પર્વનુ સમાપન થાય છે. સૂર્ય છઠની મુખ્ય પૂજા 20 નવેમ્બરે શુક્રવારે થશે.

સૂર્યની કૃપાથી આયુ અને આરોગ્યની પ્રાપ્તિ
છઠ પૂજા કરવાનો ઉદ્દેશ્ય જીવનમાં સૂર્યદેવની કૃપા મેળવવાનો છે. સૂર્યની કૃપાથી આયુ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ધન, માન-સમ્માન, સુખ-સમૃદ્ધિ, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે છઠની પૂજા કરવામાં આવે છે. આ વ્રતને અત્યંત કઠોર નિયમ અને નિષ્ઠા સાથે કરવામાં આવે છે. આમાં ઘર અને પોતાની આસપાસના પરિવેશની સાફ-સ્વચ્છતાનુ પણ વિશેષ મહત્વ હોય છે. આમાં ચતુર્થી અને પંચમીના દિવસે એક સમય ભોજન કરવામાં આવે છે. ભોજનમાં પણ અમુક વિશેષ વસ્તુઓ જ બનાવવામાં આવે છે. છઠના દિવસો આખો દિવસ નિર્જળ રહીને સાંજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. સપ્તમીના દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને પર્વનુ સમાપન કરવામાં આવે છે.

છઠ પૂજાની કથા
પ્રાચીનકાળમાં બિંદુસાર તીર્થમાં મહિપાલ નામનો વણિક રહેતો હતો. તે ધર્મ-કર્મ તથા દેવતાનો વિરોધી હતો. એક વાર તેણે સૂર્યદેવની પ્રતિમા સામે મળ-મૂત્રનો ત્યાગ કરી દીધો. પરિણામ સ્વરૂપ તેની આંખોનુ તેજ જતુ રહ્યુ. નેત્ર વિના જીવન જીવતા જીવતા વણિક પોતાના જીવનથી ત્રાસી ગયો અને ગંગાજીમાં ડૂબીને મરવા માટે નીકળી પડ્યો. રસ્તામાં તેને મહર્ષિ નારદ મળ્યા. નારદજીએ તેને પૂછ્યુ કે મહાશય આટલી જલ્દી જલ્દી ક્યાં જઈ રહ્યા છો. મહિપાલ રોતા રોતા બોલ્યો મારુ જીવન મુશ્કેલ થઈ ગયુ છે. હું મારો જીવ આપવા ગંગા નદીમાં કૂદવા જઈ રહ્યો છુ. મહર્ષિ નારદ બોલ્યા - મૂર્ખ પ્રાણી તારી આ દશા ભગવાન સૂર્યદેવનુ અપમાન કરવાના કારણે થઈ છે. તે સૂર્યદેવની પ્રતિમા સામે મળ-મૂત્રનો ત્યાગ કર્યો હતો. પોતાના પાપની ક્ષમા માટે કારતક મહિનાની સૂર્ય ષષ્ઠીનુ વ્રત કર, તારા કષ્ટો દૂર થઈ જશે. મહર્ષિ નારદની વાત માનીને વણિક મહિપાલે સૂર્ય ષષ્ઠીનુ વ્રત કર્યુ. તેની નિષ્ઠાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે તેની નેત્રજ્યોતિ પાછી આપી દીધી.
Chhath Puja 2020: આજે શરૂ થશે 36 કલાકનુ નિર્જળા વ્રત