• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુસ્તકને પ્રેમ કરે છે મિથુન રાશિના બાળકો !

By desk
|
Google Oneindia Gujarati News

હંમેશા કંઈક ને કંઈક શોધમાં રહેતા હોવાથી મિથુન રાશિના બાળકો જલ્દીથી નવી ચીજો તરફ આકર્ષાય છે. તે એક આઝાદ પક્ષી છે. ભલે કોઈ વસ્તુ તેમની પહોંચની બહાર હોય તેમ છતાં તેઓ હાર માનતા નથી. તેનાથી તેમને નવી વસ્તુઓ શીખવામાં મદદ મળે છે. સામાન્ય રીતે આ બાળક ઝડપથી વાંચવાનું શીખે છે. તે ઝડપથી ચાલે પણ છે. આ બાળક ભૌતિક ઊર્જાથી ભરેલો હોય છે.

મિથુન

મિથુન

મિથુન રાશિના બાળકને એક સમયે અનેક કામોમાં હાથ નાખે છે જેને કારણે તે સમસ્યાને નોતરે છે. તેઓ ઘણી યોજનાઓ બનાવે છે અને એક પ્લાનને અડધા રસ્તે છોડી બીજો પ્લાન બનાવવા લાગે છે. પછી તેમને લાગે છે કે પહેલો પ્લાન સારો હતો. જો કે દરેક સમસ્યાને તે સારી રીતે સંભાળી લે છે.

સર્જનાત્મક મન

સર્જનાત્મક મન

મિથુન રાશિનું બાળક સર્જનાત્મક મન ધરાવે છે. વસ્તુઓને કરવા માટે તે જુદી જુદી રીતો અપનાવે છે. તેઓ તેજસ્વી અને મૈત્રીપૂર્ણ વ્યક્તિ હોય છે. દરેક લોકો તેમના મિત્રો હોય છે.

સ્પોર્ટસને પ્રેમ

સ્પોર્ટસને પ્રેમ

આ બાળકો પોતાની આસપાસ જે થાય છે તે માટે હંમેશા સજાગ રહે છે. તેઓ બીજાની નકલ ઉતારવામાં સક્ષમ હોય છે. તેમને રમત રમવામાં સમય વિતાવવો ખૂબ જ ગમે છે.

શાંતિપ્રિય, સંસ્કારી પ્રકૃતિ

શાંતિપ્રિય, સંસ્કારી પ્રકૃતિ

મિથુન રાશિના બાળકો શાંતિપ્રિય અને સંસ્કારી પ્રકૃતિના હોય છે. તેમનું બૌદ્ધિક સ્તર ઘણું સારુ હોય છે. તેઓ રચનાત્મક અને કલાત્મક છે અને તેમની રચનાત્મક ઊર્જાને સારી દિશામાં વાળવામાં આવે તો તેઓ ચમત્કાર કરી શકે છે.

અલગ દ્રષ્ટિકોણ

અલગ દ્રષ્ટિકોણ

તેઓ વિભિન્ન પ્રકારના કામો કરવામાં વ્યસ્ત હોય છે. તેઓ જીવનમાં ફેરફાર ઈચ્છે છે. તેઓ જે પણ જુએ છે તે વિશે જરૂર પ્રશ્નો પૂછે છે.

પુસ્તકના કીડા

પુસ્તકના કીડા

મિથુન રાશિના બાળકો પુસ્તકને પ્રેમ કરે છે. તેમને બધુ જ વાંચવું પસંદ છે. આ રાશિનું બાળક તેની વય કરતા વધુ બુદ્ધિશાળી હોય છે.

કલાત્મક વસ્તુઓને પ્રેમ

કલાત્મક વસ્તુઓને પ્રેમ

આ બાળકોને કલાત્મક વસ્તુઓને પ્રેમ કરે છે. તેમને નૃત્ય, સંગીત અને પેઈન્ટિંગમાં રસ ધરાવે છે. આ બાળકો શિક્ષણ ક્ષેત્રે કરિયર બનાવે છે તો તેમાં તેઓ ઘણું નામ કમાય છે. મીડિયાક્ષેત્રે તેઓ સારા સંપાદકીય અને લેખો લખી શકે છે. જો તેમને યોગ્ય દિશા ન આપવામાં આવે તો તેઓ પોતાનું કરિયર બગાડી દે છે.

English summary
Know all about the Gemini kids in Gujarati. Read about children who belongs to zodiac sign Gemini in Child Astrology here.A Gemini child has creative mind and loves to think of different ways.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X