• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમારુ બાળક મીન રાશિનું છે? તો જાણો તેના વિશે કેટલીક ખાસ વાતો

By desk
|
Google Oneindia Gujarati News

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક દુનિયામાં નામના મેળવે, જીવનના ઉચ્ચ શિખરો હાંસલ કરે. જો કે સંતાનનું ભવિષ્ય માતા-પિતાના હાથમાં નથી. આગળ ચાલી તે શું કરશે તેનું અનુમાન અત્યારથી લગાવવું મુશ્કેલ છે. માતા-પિતા તેને સારુ ભણતર, સારા સંસ્કાર, કાળજી, ભૌતિક સુખ-સુવિધા આપી શકે છે. પણ તેનું ભવિષ્ય બનાવવું તે જે તે વ્યક્તિના પોતાના હાથની વાત છે. પોતાના સંતાનની ચિંતા કરનારા આવા માતા-પિતા માટે આજે અમે કેટલીક માહિતી લઈને આવ્યા છીએ જેને આધારે તમે જાણી શકશો કે તમારા બાળકની રાશિને આધારે તમારુ બાળક કેવું રહેશે, તેનો સ્વભાવ કેવો રહેશે, તેની શેમાં રૂચી રહેશે. એવું માનીએ કે આ માહિતી તેમના માતા-પિતાને તેમને ભરણપોષણમાં મદદરૂપ બને. તો આજે વાત કરીશું મીન રાશિના બાળકોની લાક્ષણિકતાઓ વિશે. જેમના બાળકો મીન રાશિના છે તેવા વાલીઓ જરૂરથી વાંચે આ આર્ટીકલ.

મીન રાશિના બાળકો

મીન રાશિના બાળકો

મીન રાશિના બાળકો સ્વભાવ ઉદાર અને દયાળુ હોય છે. તેઓ પોતાના પરિવારને લઈ અત્યંત લાગણીશીલ હોય છે. તેઓ તેમના મિત્રો અને ભાઈ-બહેનને ખૂબ જ પ્રેમ કરે છે. તેઓ નરમ મનના હોવાને કારણે ઝડપથી સારા અને ખરાબ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. જેમના બાળકોની રાશિ મીન છે તેમના માતા-પિતાએ તેમને સાચા અને ખોટાનો ભેદ કરતા શીખવવું જોઈએ. આ રાશિના બાળકો અત્યંત બુદ્ધિશાળી હોવાને કારણે તેમના માતા-પિતાએ તેમના અભ્યાસ વિશે ચિંતા કરવાની જરૂર નથી. સર્જનાત્મક કાર્યોમાં તેમને વધુ રસ આવે છે. જો તમારી પુત્રી અથવા પુત્ર છે તો તેને સંગીત, કલા, નૃત્ય, નાટક અને આઉટડોર ગેમમાં પ્રોત્સાહિત કરો. તેમાં તેઓ ઘણા આગળ જઈ શકે છે. આ રાશિના બાળકોમાં કેટલીક ખાસિયતો હોય છે, જે વિશે જાણો વિસ્તૃતથી આ પ્રમાણે..

સંવેદનશીલ

સંવેદનશીલ

મીન રાશિનું બાળક સંવેદનશીલ હોય છે. આમ તો તમારુ બાળક તમારી જ ઝલક હોય છે. આ રાશિનું બાળક જેમની સાથે ભાવનાત્મક રીતે બંધાઈ જાય છે અને તેમની અપેક્ષા ત્યાં પૂરીં ન થાય તો તેઓ વધુ દુઃખી થાય છે.

અતડાપણું

અતડાપણું

તેમના સ્વભાવમાં અતડાપણું જોવા મળે છે. આવા સમયે એક પ્રેમાળ સાથ અને સમજણ દ્વારા તમે તમાર બાળકને તેના શેલમાંથી બહાર કાઢી આગળ વધવામાં મદદ કરી શકો છો, નહિંતર તેમના આ સ્વભાવને કારણે તેમને નુકશાન ઉઠાવવું પડે છે.

કલ્પનાશીલ

કલ્પનાશીલ

મીન રાશિના બાળકોની કલ્પનાઓ મહાન હોય છે. મીન રાશિના બાળકો કુદરતી સ્ટોરીટેલર્સ હોય છે. જેથી તેમના માતા પિતાએ તેમની આ લાક્ષણિકતાને પ્રોત્સાહિત કરવી જોઈએ.

કોઈના પર ઝડપથી વિશ્વાસ કરે છે

કોઈના પર ઝડપથી વિશ્વાસ કરે છે

મીન રાશિના બાળકો કોઈના પર પણ ઝડપથી વિશ્વાસ કરી લેતા હોય છે. વિશ્વાસ કરવો એ ખરાબ વસ્તુ નથી પણ જ્યારે તેઓ અયોગ્ય વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેમની આ લાક્ષણિકતા ઘણી વાર તેમને જ નુકશાન કરાવે છે.

જે ધારે છે તે કરે છે

જે ધારે છે તે કરે છે

એકવાર મીન રાશિના લોકો જે ધારે છે તે કરીને રહે છે. તેનું પૂરું ધ્યાન તે પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત કરી દે છે. જેમ જેમ તેઓ મોટા થતા જાય છે તેમ તેમ તેમનું ધ્યાન તેમના પસંદગીયુક્ત ક્ષેત્રો તરફ વળી જાય છે અને તેમને ગમતા ક્ષેત્રોમાં તેઓ પોતાના કારકિર્દી બનાવે છે.

આદર્શવાદી

આદર્શવાદી

આ એક સારો ગુણ છે. ઘણી વાર તેમનો આ સંવેદનશીલ સ્વભાવ તેમને મનથી દુઃખી કરે છે. જ્યારે તેમની સાથે યોગ્ય વર્તાવ કરવામાં ન આવે ત્યારે તે દુઃખી થાય છે. તેમના માતા-પિતાએ હંમેશા યાદ રાખવું કે તેઓ પોતાના બાળકની લાગણીઓને પૂરું ધ્યાન આપે.

ખયાલી પુલાવ પકાવનારા

ખયાલી પુલાવ પકાવનારા

મીન રાશિનું બાળક તેના જીવનમાં પરફેક્શની અપેક્ષા રાખે છે. ઘણી જગ્યાએ તેઓ વાસ્તવિકતાને સ્વીકારી શકતા નથી અમે સપનાઓમાં રાચે છે. સપના જોવા અને તેને પૂરાં કરવા જુદી વાત છે, જ્યારે સપનાઓમાં રાચતા રહેવું બીજી. જ્યારે તેમના ધારેલા પ્રમાણે થતુ નથી ત્યારે તેઓ દુઃખી જાય છે.

English summary
Know all about the Pisces kids in Gujarati. Read about children who belongs to zodiac sign Pisces in Child Astrology here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X