જન્મજાત ચેમ્પિયન હોય છે વૃશ્ચિક રાશિનું બાળક !

Posted By:
Subscribe to Oneindia News

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક દુનિયામાં નામના મેળવે, જીવનના ઉચ્ચ શિખરો હાંસલ કરે. જો કે સંતાનનું ભવિષ્ય માતા-પિતાના હાથમાં નથી. આગળ ચાલી તે શું કરશે તેનું અનુમાન અત્યારથી લગાવવું મુશ્કેલ છે. માતા-પિતા તેને સારુ ભણતર, સારા સંસ્કાર, કાળજી, ભૌતિક સુખ-સુવિધા આપી શકે છે. પણ તેનું ભવિષ્ય બનાવવું તે જે તે વ્યક્તિના પોતાના હાથની વાત છે. પોતાના સંતાનની ચિંતા કરનારા આવા માતા-પિતા માટે આજે અમે કેટલીક માહિતી લઈને આવ્યા છીએ જેને આધારે તમે જાણી શકશો કે તમારા બાળકની રાશિને આધારે તમારુ બાળક કેવું રહેશે, તેનો સ્વભાવ કેવો રહેશે, તેની શેમાં રૂચી રહેશે. એવું માનીએ કે આ માહિતી તેમના માતા-પિતાને તેમને ભરણપોષણમાં મદદરૂપ બને. તો આજે વાત કરીશું વૃશ્ચિક રાશિના બાળકોની લાક્ષણિકતાઓ વિશે...જેમના બાળકો વૃશ્ચિક રાશિના છે તેઓ જરૂરથી વાંચે આ આર્ટીકલ.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિનું બાળક જન્મથી જ વિજેતા બનવાનો ઉદેશ્ય રાખે છે. બાળપણથી જ તે ચેમ્પિયન બનવાના સપના જુએ છે. આ રાશિ હેઠળ જન્મેલા બાળકો તેજ મગજ અને આકર્ષક વ્યક્તિત્વ હોય છે. આ બાળક માટે તેનું કુટુંબ પહેલા આવે છે. કુટુંબના સભ્યો તેની માટે અગત્યના છે, પોતાની જાતથી પણ વધુ મહત્વના. વૃશ્ચિક રાશિનું બાળક સક્રિય હોય છે, તે દરેક વસ્તુને ઝડપથી શીખી જાય છે અને તે અત્યંત બુદ્ધિશાળી હોય છે. હંમેશા પોતાની જીજ્ઞાસાવૃતિને સંતોષવા આતુર હોય છે. વૃશ્ચિક રાશિના બાળકોમાં શિસ્તની અછત હોય છે. તેમને શિષ્ટાચાર શીખવવો જરૂરી છે. તેઓ એવા બાળકોથી વેરવૃતિ રાખે છે જે તેમના રમકડા તોડી નાખે છે. તેઓ એવી વ્યક્તિ પાસેથી જ શીખે છે જે તેમની નજરમાં મજબૂત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી હોય.

વિચારો ગુપ્ત રાખે છે

વિચારો ગુપ્ત રાખે છે

આ બાળકો પોતાના વિચારો લોકોથી ગુપ્ત રાખે છે. જ્યારે અન્યના રહ્સ્યો જાણવામાં તેઓ હંમેશા સક્ષમ હોય છે. તેઓ પોતાની ઈચ્છાઓને જાણી તેને મળવવા તમામ રીત શોધી કાઢે છે.

હંમેશા તેમને વ્યસત રાખો

હંમેશા તેમને વ્યસત રાખો

તેમના માતા-પિતાએ આ બાળકને સુધારવા કે ટ્રેક પર લાવવા પ્રેમ, કઠોરતા, સ્નેહ તમામ રસ્તાઓ અજમાવવા જોઈએ. તેમનો યોગ્ય દિશાનિર્દેશ કરવા માટે હંમેશા એવા કામો આપવા જેથી તે શારીરિક અને માનસિક રીતે વ્યસત રહે.

કિશોરાવસ્થા

કિશોરાવસ્થા

રોમાંસ અને જુસ્સો તેમના જીવનમાં વહેલા શરૂ થઈ જાય છે. કિશોરાવસ્થામાં જલ્દીથી કોઈ પણ રિલેશનશિપમાં જોડાઈ જાય છે.

જટિલ પ્રકૃતિ

જટિલ પ્રકૃતિ

આ રાશિચક્ર ધરાવતા બાળકોને સમજવું સૌથી જટિલ છે. તેઓ ઉંડા વિચારકો હોય છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને મહત્વાકાંક્ષી હોય છે. તેઓ ઝડપથી કોઈની સાથે ભળતા નથી.

હઠીલો સ્વભાવ

હઠીલો સ્વભાવ

આ બાળકો અત્યંત ચંચળ હોય છે. મિનિટે મિનિટે તેમના નિર્ણયમાં ફેરફાર આવે છે. તેઓ સરળતાથી કોઈ પણ વસ્તુનો સમજી શકતા નથી. આ બાળકો ક્યારેક હઠીલા બની જાય છે ત્યારે તેમને સાચવવા કે સમજાવવા મુશ્કેલ બની જાય છે.

ડૉક્ટર કે વૈજ્ઞાનિક બનવાની શક્યતા

ડૉક્ટર કે વૈજ્ઞાનિક બનવાની શક્યતા

વૃશ્ચિક રાશિના બાળકોના માતા પિતાએ તેમનું યોગ્ય માર્ગદર્શન કરવું જોઈએ. તેઓ પોતાના જીવનમાં સારુ પ્રદર્શન કરતા હોય છે, તેથી તેઓ ડૉક્ટર, સર્જન કે વૈજ્ઞાનિક બની શકે છે.

English summary
Know all about the scorpio kids in gujarati . Read about children who belongs to zodiac sign Scorpio in Child Astrology here. Scorpion children mostly lack discipline and need to be constantly reminded.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.