• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1 ઓક્ટોબર 2016 : આજનુ રાશિફળ

|
Google Oneindia Gujarati News

અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને રોજ તમારા દૈનિક રાશિફળની વિગતવાર માહિતી જાણાવીશું. તો જો જ્યોતિષ મુજબ તમે આજનો તમારો દિવસ કેવો જશે તે જાણવા ઇચ્છો છો તો વાંચો તમારું રાશિફળ અહીં. આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

મેષ

મેષ

મેષ-આર્થિક રીતે લાભ થઈ શકે છે. વેપારમાં નવુ આયોજન અને વિસ્તાર કરી શકશો. શરીર અને મનથી સ્વસ્થ રહેશો. આ સમય લોકસેવા અર્થે ફળદાયી રહેશે. મિત્રો અને કુટુંબીજનોનો સાથ સહકાર રહેશે.

વૃષભ

વૃષભ

તમારા આપેલા વચનો પુરા કરી શકશો. તમારી યોજનાઓ પૂરી થશે. આસપાસના લોકોની જરૂરીયાતોને સમજી તેને પૂર્ણ કરવામાં તમારો અડધાથી વધુ દિવસ વીતી જશે. અચાનક ફાયદો થઈ શકે છે. શક્તિ મુજબજ રોકાણ કરવુ. આળસને કારણે નુકશાન પણ થઈ શકે છે.

મિથુન

મિથુન

અત્યંત વિચાર તમને માનસિક તાણ આપશે. મહત્વના નિર્ણય લેવા બાબતે અસમંજસની સ્થિતી અનુભવાશે. જમીન-મિલકતના કામકાજ હાલપુરતા પડતા રાખવા. શારીરિક-માનસિક ચિંતા તમને બેચેન કરી મુકશે. સ્ત્રી પક્ષ માટે વધુ સંવેદનશીલ રહેશો.

કર્ક

કર્ક

કોઈ શુભ કાર્ય કરવા માટે આજનો દિવસ અત્યંત શુભ રહેશે. નોકરી-ધંધામાં આર્થિક લાભ મેળવી શકશો. વિરોધીને પરાજીત કરી શકશો. નવા પ્રેમ સંબંધના સંજોગો છે. પ્રિય વ્યકિત સાથે સમય પસાર કરી શકશો. માન-સન્માનમાં વધારો થઈ શકે છે.

સિંહ

સિંહ

પોતાના કાર્યનુ વિધી પૂર્વકનુ આયોજન અને અત્યંત વિચારો માનસિક રીતે થકવી નાખશે. પરંતુ અંતે ધારેલુ કામ પુર્ણ થશે. તમારી વાક ચાતુરતાથી લોકોના ર્હદય જીતી શકશો. મિત્રો તરફથી સહકાર મળી શકે છે. દૂર વસતા સ્નેહીજનો સાથેનો સંપર્ક લાભકારક નિવડે. કૌટુંબિક સુખનો આનંદ ઉઠાવી શકશો.

કન્યા

કન્યા

વ્યવસાયિક દ્રષ્ટિએ દિવસ ફળદાયી રહેશે. વ્યસાયમાં કરેલી મહેનત તમને ધનલાભ કરાવી કરી શકે છે. મીઠી વાણી અને સોહાર્દપુર્ણ સંબંધો વિકસાવી તમે તમારુ કામ સરળતાથી કઢાવી શકશો. આરોગ્ય સારુ રહેશે જેનાથી મન સ્વસ્થ રહેશે. યાત્રા કે પ્રવાસ થઈ શકે છે.

તુલા

તુલા

આવકથી વધુ ખર્ચ ન થાય તેનુ ધ્યાન રાખજો. તબિયત બગડી શકે છે. તમારી વાણી-વ્યવહાર તમને કોઈ મુશ્કેલીમાં ન નાખીદે તેનુ ધ્યાન રાખજો. અણધારી આવી પડેલી મુશ્કેલીઓ શાંતિ હણી લેશે. ઈશ્વરમાં વિશ્વાસ રાખજો.

વૃશ્ચિક

વૃશ્ચિક

કૌટુંબિક જીવન સુખમય રહેશે. પરિવારના સભ્યો તરફથી સારા સમાચાર મળી શકે છે. વિવાહ માટે સારો સમય છે. મિત્રો સાથે ફરવાનો પ્રોગ્રામ બની શકે છે. આવકમાં વધારો થશે.

ધનુ

ધનુ

જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મેળવશો, નવા કાર્યો શરૂ કરવા માટે સમય ઘણો સારો છે. નોકરી કરનારાઓની પદોન્નતિ માટે વિચારણા થઈ શકે છે. આર્થિક લાભ અને સમાજમાં માનસન્માનમાં વધારો થશે જેનાથી તમારા ઉત્સાહમાં વધારો થશે. વડીલો તરફના સહકારથી પ્રગતિ કરી શકશો.

મકર

મકર

શારીરિક બેચેની અને થાક અનુભવાય. વિરોધીઓથી દૂર રહેવુ નહિતો મુશ્કેલીમાં પડી શકો છો. સાહિત્ય અને લેખનની પ્રવૃતિ કરનારાઓ માટે પ્રગતિ ના સંજોગો છે. સંતાન સમસ્યા સતાવશે. વ્યવસાયમાં નવા સુધારા-વધારા કરી શકો છો.

કુંભ

કુંભ

વધુ પડતા વિચારો અને ગુસ્સો તમારી માનસિક શાંતિ છીનવી લેશે. સ્વાસ્થય બગડી શકે છે. ખોટા-નકારાત્મક વિચારો થી દૂર રહેવુ. પારિવારીક કલેશના સંજોગો છે. અપેક્ષાથી વધુ ખર્ચ થશે જેનાથી આર્થિક તંગી વર્તાય.

મીન

મીન

ભાગીદારીના ધંધામાં ફાયદો થશે. વ્યાવસાયિક લોકો માટે ભવિષ્ય ઉજ્જવળ છે. મનોરંજનને લગતા કાર્યોનુ આયોજન થશે. નવુ વાહન ખરીદી શકો છો. દાંપત્યજીવન સુખમય રહેશે. આજનો દિવસ સુખમય વીતશે.

English summary
Read daily horoscope, astrology and predictions in Gujarati. Get the your predictions for today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X