દિલ્હી ચૂંટણીઃ જાણો, શું કહે છે કેજરીવાલ અને મનોજ તિવારીની કુંડલી?
દિલ્હી વિધાનસભા ચૂટણીના પરણામોમાં આમ આદમી પાર્ટી લીડ હાંસલ કરતી જોવા મળી રહી છે. જ્યોતિષીઓનું પણ કહેવું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના ચૂંટણી રણમાં ભાજપને માત આપી શકે છે. ત્યારે આવો ચૂંટણી પરિણામો પહેલા અરવિંદ કેજરીવાલ અને મનોજ તિવારીની કુંડળીથી જાણીએ છીએ કે 11 ફેબ્રુઆરીનો દિવસ તેમના માટે કેવો રહેશે.
સૌથી પહેલા અરવિંદ કેજરીવાલની પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની કુંડલીની વાત કરીએ. અરવિંદ કેજરીવાલની કુંડલી વૃષભ લગ્નની છે. અહીં સિંહ રાશિના ચોથા ઘરમાં ગુરુ, શુક્ર અને બુધની યુતિ બની રહે છે, જે જનતાનો ભાવ થાય છે.

કેજરીવાલની કુંડલ
કેજરીવાલની કુંડલીમાં કર્ક રાશિના ત્રીજા ઘરમાં સૂર્ય અને મંગળ બેઠો છે. પંચમ ભાવમાં કેતુ અને એકાદશ ભાવમાં રાહુલ બેઠેલો હોય છે.

અરવિંદ કેજરીવાલની કુંડલી
આ ઉપરાંત 12મી એટલે મેષ રાશિમાં શનિ અને ચંદ્રમાનો વિષયોગ બની રહ્યો છે. જ્યોતિષ મુજબ ચૂંટણી દરમિયાન કેજરીવાલના ગ્રહ ઘણા મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

કેજરીવાલની કુંડલી
11 ફેબ્રુઆરીએ જ્યારે ચૂંટણીના પરિણામ ઘોષિત થશે ત્યારે ચંદ્રમા કુંડલીના ચોથા ઘર એટલે કે સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા હશે. જ્યારે કુંડલી 9મા ભાગમાં પ્રવેશ કરી રહ્યો હશે જે ભાગ્યનું સ્થાન માનવામાં આવે છે.

કેજરીવાલની કુંડલી
કુલ મળીને જોવામાં આવે તો કેજરીવાલની કુંડલીમાં 11મી ફેબ્ુઆરીએ લગ્નેશની સ્થિતિ વધુ મજબૂત જોવા મળી રહી છે. એવામાં ચૂંટણી દરમિયાન ગ્રહોનો આવો યોગ તેમના માટે લાભની સ્થિતિ બનાવી શકે છે.

મનોજ તિવારીની કુંડલી
હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના દિલ્હી પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીની કુંડલીની તો તેમની કુંડલી મેષ લગ્નની છે. આ લગ્નની કુંડલીમાં શનિ ચંદ્રમાનો વિષયોગ બની રહ્યો છે.

મનોજ તિવારીની કુંડલી
મનોજ તિવારીની કુંડલીના અષ્ટમ ભાવ એટલે કે વૃશ્ચિક રાશિમાં ગુરુ અને મંગળની યુતિ છે. 11 ફેબ્રુઆરી 2020ના રોજ ચંદ્રમા તેમની કુંડલીના પાંચમા ભાવમાં રાહુ-કેતુ સાથે રહેશે.

મનોજ તિવારીની કુંડલી
11 ફેબ્રુઆરીએ થનાર શનિ તેમના દશમ ભાવમાં પ્રવેશ કરી રહ્યા હશે. અહીં સૂર્ય અને શનિનો યોગ નબવા અને ચંદ્રમાનો પાંચમો ભાવ રાહુ-કેતુ સાથે ફસાઈ જવાથી પરેશાનીઓ થઈ શકે છે.

કોની કુંડલી વધુ મજબૂત
ગ્રહોની સ્થિતિના હિસાબે અરવિંદ કેજરીવાલની કુંડલી મનોજ તિવારીની કુંડલીથી વધુ મજબૂત જણાવી રહી છે.

અજય માકનની કુંડલી
જ્યોતિષોનું કહેવું છે કે જો કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણી અજય માકનના નેતૃત્વમાં લડી હોત તો પાર્ટીનો વધુ ફાયદો થઈ શક્યો હતો. ચૂંટણી દરમિયાન અજય માકનની કુંડલીમાં સારા પ્રદર્શનના યોગ બની રહ્યા છે.

અજય માકનની કુંડલી
અજય માકન બાદ કોગ્રેસથી જે નેતાની કુંડલી સૌથી મજબૂત જોવા મળી રહી છે તે અરવિંદર સિંહ લવલીની છે. આ દરમિયાન અજય માકનની કુંડલીમાં પણ સારા યોગ બનતા જણાઈ રહ્યા છે.
Delhi Election Results 2020: એકમાત્ર સીટ જ્યાં કોંગ્રેસ ટક્કર આપી રહી છે