For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો નોટબંધીનો દાવ ક્યાંક ઉલ્ટો તો નહિં પડે, જાણો શું કહે છે ગ્રહો?

પીએમ મોદીનો નોટબંધીનો દાવ ક્યાંક ઉલ્ટો તો નહિં પડે, જાણો શું કહે છે ગ્રહો?

By Desk
|
Google Oneindia Gujarati News

8 નવેમ્બરની રાત્રે 8 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધી જે ઘોષણા કરી કે, હવેથી 500 અને 1000ની નોટો બંધ થશે. શું આ નિર્ણય સામાન્ય લોકોના હિતમાં છે? શું આ કઠોર નિર્ણય ભારતની અર્થવ્યવસ્થાને બદલી નાખશે? શું આ નિર્ણયથી કાળાનાણા પર રોક લગાવી શકાશે? આ દરેક સવાલોના જવાબ જ્યોતિષ વિશ્લેષણ મુજબ શું છે જાણો અહીં...

modi

કુંડળી શું કહે છે?

કુંડળીને આધારે જે સમયે મોદીએ નોટબંધીની જાહેરાત કરી તે સમયે ભારત મિથુન લગ્ન રાશિમાં હતુ. મિથુન લગ્ન એક દ્વિસ્વભાવ રાશિ છે. જેને કારણે આ નિર્ણયને લઈ લોકોના મનમાં અસમંજસની સ્થિતિ રહ્યા કરશે. મિથુનનો સ્વામી બુધ પંચમ ભાવમાં પોતાના મિત્ર સૂર્ય સાથે બેઠો છે. પંચમભાવ જનતાનો કારક છે. બુધની સારી સ્થિતિ દર્શાવે છે કે, નોટબંધીનો આ નિર્ણય લોકહિતમાં રહેશે અને આ નિર્ણયને સફળ બનાવવા માટે લોકોનો પુરેપુરો સાથ મળશે.

note


વિપક્ષનો પ્રયાસ
વળી સમય મુજબ કુંડળીમાં ધનનો સ્વામી ચંદ્ર ભાગ્ય ભાવમાં કેતુ સાથે વિરાજમાન છે. પરિણામે વિપક્ષિઓ તમામ પ્રયત્નો કરશે કે નોટબંધીથી થનારા લાભો હાલની સરકારને ન મળે. સોનુ, જમીન અને મકાન સ્વરૂપે જેની સંપતિઓ છે તેઓ નાણાકીય બચત તરફ વધશે. નોટબંધીને કારણે સરકારી તિજોરીમાં વધુ રાશિ જમાં થશે, જેને કારણે આગળ ચાલી ઘરવખરીના સાધનોના ઉત્પાદનમાં વધારો થશે.
કાળું નાણું
કાળા ધનનો સાંકેતિક ગ્રહ રાહુ છે, કારણકે રાહુની મદદથી અનૈતિક રીતે ધન કમાવી ભેગુ કરી શકાય છે. તૃતિય ભાવ સાહસ અને પરાક્રમનો ભાવ હોય છે. જેથી નોટબંધી વડે બ્લેકમની પર લગામ લગાવવી સરળ દેખાતી નથી.

modi

આતંકવાદ
આતંકવાદ અને નક્સલવાદ જેવા સંગઠનોના સાંકેતિક ગ્રહો શનિ અને મંગળ છે. સમય પ્રત્રકમાં મંગળ પોતાના ઉંચા સ્થાને છે અને શનિ ભાગ્ય અને આઠમાં ભાવનો માલિક થઈ છઠ્ઠા ભાવમાં મંગળની રાશિ વૃશ્ચિકમાં વિરાજેલો છે. આ બંને ગ્રહોની પરસ્પર સ્થિતિ ઘણી સારી છે.
જનતા પર અસર
પંચમ ભાવ જનતાનો સાંકેતિક ભાવ છે અને દશમ ભાવ રાજકારણનો છે. સૂર્ય રાજનીતિનો મુખ્ય ગ્રહ છે. સમય કુંડળીમાં સૂર્ય પરાક્રમેશ અને નીચનો થઈ પંચમ સ્થાને કબજો જમાવી બેઠો છે. જનતાના ભાવમાં નીચના સૂર્યનો કબજો છે.

modi

પરિણામે રાજાના નિર્ણયને કારણે જનતાને માનસિક અને શારીરિક મુશ્કેલીઓ ઉઠાવવી પડશે. આવનારી વિધાન સભાની ચુંટણીમાં મોદીના આ નિર્ણયથી ભાજપ બહુમતી મેળવશે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.

English summary
demonetization:know what stars tells about Modi's future
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X