Devutthi Agiyaras Vrat 2020: આજે નિંદ્રામાંથી જાગશે શ્રીહરિ વિષ્ણુ, શરૂ થશે માંગલિક કાર્ય
કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવ પ્રબોધિની એકાદશી, દેવ ઉઠી અગિયારસ, દેવાત્થાન અગિયારસ વગેરે નામથી ઓળખવામાં આવે છે. અષાઢ શુક્લ અગિયારસેથી કારતક શુક્લ એકાદશી સુધી શ્રીહરિ વિષ્ણુનો શયનકાળ હોય છે જેના ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વર્ષે આસો મહિનામાં અધિક માસ હોવાના કારણે ચાતુર્માસ પાંચ મહિનાનો થઈ ગયો. ભગવાન વિષ્ણુ અષાઢી એકાદશી પર શયન કરે છે અને કારતક એકાદશી પર જાગે છે. માટે આ એકાદશીને દેવોત્થાન કે દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે.

માંગલિક કાર્યો શરૂ
આ વર્ષે આ એકાદશી 25 નવેમ્બર, 2020 બુધવારે આવી રહી છે. ભગવાનના શયનકાળ દરમિયાન ચાર મહિના સુધી લગ્ન વગેરે બધા માંગલિક કાર્યો પર પ્રતિબંધ આવી જાય છે. 25 નવેમ્બરથી લગ્ન વગેરે બધા માંગલિક કાર્યો શરૂ થશે. દેવોત્થાન એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને યોગનિંદ્રામાંથી જગાડવામાં આવે છે અને તેમના વિગ્રહ શાલિગ્રામના લગ્ન તુલસી સાથે કરવામાં આવે છે.

કેવી રીતે કરવામાં આવે છે દેવ ઉઠી અગિયારસનુ વ્રત અને પૂજા
- આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનુ પૂજન કરીને તેમને નિંદ્રામાંથી જગાડવામાં આવે છે માટે આ એકાદશી વર્ષની સૌથી મોટી એકાદશીમાંની એક છે.
- આ એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને ઘરના આંગણાની સાફ સફાઈ કરીને દૈનિક કાર્યોમાંથી નિવૃત્ત થઈને સાફ સ્વચ્છ વસ્ત્રો પહેરીને પોતાના ઘરના પૂજા સ્થાનમાં પૂર્વાભિમુખ થઈને બેસવુ.
- ભગવાન વિષ્ણુનુ ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લેવો.
- દેવોત્થાન એકાદશીનુ પૂજન સંધ્યાકાળમાં કરવામાં આવે છે. તેના માટે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરીને પંચોપચાર પૂજન કરવુ. ફળ, મિઠાઈ, બોર, સિંધવ, સિઝનલ ફળ અને શેરડી રાખીને તેને ઢાંકી દેવુ.
- પૂજન પૂર્ણ થયા બાદ દેવઉઠી એકાદશી વ્રતની કથા સાંભળવી અથવા વાંચવી.
- ત્યારબાદ શંખ, ઘંટ કે ઘડિયાળ વગેરે વગાડીને કહો - ઉઠો દેવો, બેસો દેવો, અંગુરિયા ચટકાવો દેવો, નવુ સૂતર, નવુ કપાસ, દેવ ઉઠાવો કારતક માસ. આમ બોલીને દેવોને ઉઠાડો.

દેવ પ્રબોધિની એકાદશીનો સમય
એકાદશી પ્રારંભઃ 24-25 નવેમ્બરને મધ્ય રાત્રિએ 2.41 વાગ્યાથી.
એકાદશી પૂર્ણઃ 26 નવેમ્બરે સવારે 5.09 વાગ્યા સુધી
પારણા મૂહુર્તઃ 26 નવેમ્બરે બપોરે 1.11 વાગ્યાથી 3.17 વાગ્યા સુધી
વર્ષના અંતિમ ચંદ્રગ્રહણ પર આ 3 રાશિઓએ સાવચેત રહેવુ