ધનતેરસના દિવસે કેમ ખરીદવામાં આવે છે આખા ધાણા? જાણો મહત્વ
નવી દિલ્લીઃ ધનતેરસ સાથે જ દિવાળીની શરૂઆત થઈ જાય છે. હિંદુ કેલેન્ડર અનુસાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ, યમરાજ, કુબેર, લક્ષ્મી અને ગણેશજીની પૂજા થાય છે. ધનતેરસના દિવસે સોનુ, પિત્તળ, નવા વાસણો વગેરે ખરીદવાની પરંપરા છે. માનવામાં આવે છે કે આ દિવસે પીળી વસ્તુઓ ખરીદવી શુભ હોય છે. ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવાનુ પણ ચલણ છે. આવો જાણીએ આવુ કેમ કરવામાં આવે છે.

સોનુ કે પિત્તળ સાથે આખા ધાણા પણ પવિત્ર
સામાન્ય રીતે ધનતેરસના તહેવાર પર લોકો સોના કે પિત્તળની વસ્તુઓની ખરીદી કરે છે. વળી, જે લોકો પોતાના ઓછા બજેટના કારણે આ વસ્તુઓ ન ખરીદી શકે તે આખા ધાણા ખરીદે છે. જો કે ઓછા લોકો વચ્ચે આ પ્રચલિત છે.

આખા ધાણા શુભતાનુ પ્રતીક
ધાણા ખરીદવા પાછળ બીજુ કારણ પણ માનવામાં આવ્યુ છે. ધનતેરસના પર્વ પર આખા ધાણા ખરીદવા શુભતાનુ પ્રતીક માનવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં ધનતેરસના દિવસે ધાણાના નવા બીજ ખરીદવામાં આવે છે. શહેરોમાં આખા ધાણા ખરીદવામાં આવે છે અને તેને વાટીને ગોળ સાથે મિલાવીને 'નૈવેધ' તૈયાર કરવામાં આવે છે.

આખા ધાણા ખરીદવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય
લોકોની એવી આસ્થા છે કે ધનતેરસના શુભ દિવસે લક્ષ્મી માતા અને ભગવાન ધન્વંતરિને ધાણા ચડાવવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. ધનતેરસ બાદ આ ધાણાનો પ્રસાદ બનાવવામાં આવે છે અને લોકોને વહેંચવામાં આવે છે. ધાણાને સંપન્નતા અને સમૃદ્ધિનુ પ્રતીક માનવામાં આવે છે માટે આ ધનતેરસ પર થોડા આખા ધાણા જરૂરથી ખરીદજો.
Diwali 2020 : 13 નવેમ્બરથી શરૂ થશે 5 દિવસનો દીપોત્સવ