
Dhanteras 2021: જાણો ધનતેરસ પર સોનુ-ચાંદી અને વાહન ખરીદવાનુ શુભ મુહૂર્ત
નવી દિલ્લીઃ વિક્રમ સંવત પંચાંગ અનુસાર કારતક મહિનામાં કૃષ્ણપક્ષના તેરમાં દિવસે ધનતેરસનુ પર્વ હોય છે. આ વખતે આ દિવસ 2 નવેમ્બર એટલે કે આજે મંગળવારે છે. ઘરોમાં જોર-શોરથી તૈયારીઓ થઈ ગઈ છે. આ દિવસે સોનુ-ચાંદી ખરીદવુ શુભ માનવામાં આવે છે. લોકો આ દિવસે નવુ રોકાણ પણ કરે છે અથવા નવો વ્યવસાય પણ શરુ કરે છે અને નવા વાહન પણ ખરીદે છે.
ધનતેરસ 2021 પર સોનાની ખરીદીનુ શુભ મુહૂર્ત
અભિજીત મુહૂર્ત - 11.42 AMથી 12.26 AM
ગૌધૂલ મુહૂર્ત - 05.05 AMથી 05.29 AM(સાંજે)
નિશિતા મુહૂર્ત - 11.16 AMથી 12.07 AM સુધી(રાતે)
પ્રદોષ કાળ - 05.48 AMથી 08.21 AM વાગ્યા સુધી
વૃષભ કાળ - 06.32 AMથી 08.30 AM વાગ્યા સુધી
ચાંદી ખરીદીનુ શુભ મુહૂર્ત
ચાંદીની ખરીદીનુ શુભ મુહૂર્ત 2 નવેમ્બર, 2021ના રોજ સાંજે 07.10 વાગ્યાથી રાતે 08.44 વાગ્યા વચ્ચે છે.
ધનતેરસ પર વાહન કે અન્ય ખરીદી તેમજ પૂજનનુ મુહૂર્ત
સવારે નવ વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી
સાંજે 7.30 વાગ્યાથી રાતે 9.30 વાગ્યા સુધી
રાતે 10.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી
અમુક ખાસ વાતો
ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. તે આયુર્વેદના દેવતા ધનવંતરિની જયંતિનુ પ્રતીક છે માટે સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ ધનતેરસનો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઘોષિત કરવાામાં આવ્યો છે. કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન ધનવંતરિ જ્યારે પ્રગટ થયા હતા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. હવે તેમના હાથમાં કળશ હોવાના કારણે ધનતેરસ પર વાસણ ખરીદવાની પ્રથા બની ગઈ છે. કહેવાય છે કે આ દિવસે જે શુભ કામ કરવામાં આવે છે તેમાં 13 ગણો વધારો થાય છે.