For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધનતેરસઃ ભગવાન ધન્વંતરિની આરાધનાનું પર્વ, યમરાજને દાન કરો આ વસ્તુઓ

ધન્વંતરિને હિન્દુ ધર્મમાં દેવતાઓના વૈદ્ય મનાયા છે. તેઓ એક મહાન ચિકિત્સક હતા, જેમને દેવનું પદ પ્રાપ્ત થયું. માન્યતા અનુસાર તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે

|
Google Oneindia Gujarati News

ધન્વંતરિને હિન્દુ ધર્મમાં દેવતાઓના વૈદ્ય મનાયા છે. તેઓ એક મહાન ચિકિત્સક હતા, જેમને દેવનું પદ પ્રાપ્ત થયું. માન્યતા અનુસાર તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમનું પૃથ્વી પર અવતરણ સમુદ્ર મંથન સમયે થયું હતું. શરદ પૂનમના દિવસે ચંદ્રમા, બારસે કામધેનુ ગાય, તેરસે ધન્વંતરિ, ચૌદસે કાળકા માતા, અને અમાસના દિવસે ભગવતી લક્ષ્મીજી સાગરમાંથી પ્રગટ થયા હતા. એટલે જ દિવાળીના બે દિવસ પૂર્વે તેરસે ભગવાન ધન્વંતરિનો જન્મદિવસ મનાવવામાં આવે છે. આપણે તેને ધનતેરસ પણ કહીએ છીએ. આ જ દિવસે આયુર્વેદનો પણ ઉદભવ થયો હતો.

વિષ્ણુનું સ્વરૂપ છે ધન્વંતરિ

વિષ્ણુનું સ્વરૂપ છે ધન્વંતરિ

ધન્વંતરિને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહેવાય છે, જેમના ચાર હાથ છે. ઉપરના બંને હાથમાં શંખ અને ચક્ર છે, તો બાકીના બે હાથમાંથી એકમાં ઔષધિ અને જળ બીજામાં અમૃતનો કળશ ધારણ કરેલો છે. આયુર્વેદના ડોક્ટર્સ તેમને આરોગ્યના દેવતા કહે છે. તેમણે જ અમૃતમય ઔષધિઓની શોધ કરી હતી.

તેમના વંશમાં દિવોદાસ થયા, જેમણે 'શલ્ય ચિકિત્સા'નું પહેલું વિશ્વ વિદ્યાલય કાશીમાં સ્થાપિત કર્યું. જેના પ્રધાનાચાર્ય તરીકે સુશ્રુતની નિમણૂક થઈ હતી. સુશ્રુત દિવોદાસના જ શિષ્ય અને ઋષિ વિશ્વામિત્રના પુત્ર હતા. તેમણે જ સુશ્રુત સંહિતા લખી હતી. સુશ્રુત વિશ્વના પહેલા સર્જન (શલ્ય ચિકિત્સક) હતા.

ભગવાન ધન્વંતરિની આરાધના માટે મંત્ર

ભગવાન ધન્વંતરિની આરાધના માટે મંત્ર

ऊँ धन्वंतरये नमः॥

આ ઉપરાંત પણ કેટલાક મંત્ર છે.

આ ઉપરાંત પણ કેટલાક મંત્ર છે.

ऊँ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वंतराये:

अमृतकलश हस्ताय सर्वभय विनाशाय सर्वरोगनिवारणाय

त्रिलोकपथाय त्रिलोकनाथाय श्री महाविष्णुस्वरूप

श्री धनवन्तरि स्वरूप श्री श्री श्री औषधचक्र नारायणाय नमः॥

પ્રચલિત ધન્વંતરિ સ્તોત્ર

પ્રચલિત ધન્વંતરિ સ્તોત્ર

ऊँ शंखं चक्रं जलौकां दधदमृतघटं चारुदोर्भिश्चतुर्मिः।

सूक्ष्मस्वच्छातिहृद्यांशुक परिविलसन्मौलिमंभोजनेत्रम॥

कालाम्भोदोज्ज्वलांगं कटितटविलसच्चारूपीतांबराढ्यम।

वन्दे धन्वंतरिं तं निखिलगदवनप्रौढदावाग्निलीलम॥

યમરાજને દાનનું વિધાન

યમરાજને દાનનું વિધાન

ભગવાન ધન્વંતરિ દરેક પ્રકારના રોગથી મુક્તિ અપાવે છે, એટલે ધનતેરસે ધન્વંતરિની પૂજા કરવી જોઈએ. સ્કંદ પુરાણ અનુસાર આ દિવસે અપમૃત્યુનાશ માટે સાંજે ઘરની બહાર યમરાજ માટે દીવો અને ઔષધિઓનું દાન કરવું જોઈએ.

દાન કરવાનો મંત્ર

દાન કરવાનો મંત્ર

मृत्युना पाशदण्डाभ्यां कालेन यमया सह।

त्रयोदश्यां दीपदानात्सूर्यजः प्रीयतां ममेति।।

कार्तिकस्य सिते पक्षे त्रयोदश्यां निशामुखे।

यमदीपं बहिर्दद्यादपमृत्युर्विनश्यति।।

એટલે કે નરકોદ્દેશેન ચતુર્વર્તિ દીપદાન કરવું જોઈએ

English summary
mahatmay of dhanteras and birth day of dhanvantari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X