For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી પર ધનતેરસના કરો ધનવંતરીની પૂજા આ રીતે

ધનતેરસે કરો ગણેશ અને લક્ષ્મીની પૂજા. દિવાળીના યમ દેવની પણ પૂજા કરવામાં આવે થાય છે. જાણો તે માટે પૂજન વિધિ અહીં

By Desk
|
Google Oneindia Gujarati News

આપણા દેશમાં હિંદુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી છે. આ દિવસે દરેક ઘરોમાં દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે અને અંધકારનો નાશ કરવામાં આવે છે. પણ તેની દિવાળી પહેલા ઉજવવામાં આવતી ધનતેરસ'નું દિવાળીમાં ખૂબ મહત્વ છે. ધનતેરસનો તહેવાર ધન, સુખ અને સમૃદ્ધિના રૂપે મનાવાય છે. ધનતેરસના દિવસે કુબેરનીપૂજા થાય છે. કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો, તેથી આ તિથિને 'ધનતેરસ' અથવા 'ધનત્રયોદશી'ના નામે ઓળખવામાં આવે છે. ધનવંતરી જ્યારે પ્રગટ થયા હતા ત્યારે તેમના હાથમાં એક અમૃતથી ભરેલો કળશ હતો. જેને પરિણામે આ દિવસે કોઈ વાસણ ખરીદવાની પ્રથા છે. એવું પણ કહેવાય છે કે ધન એટલે વસ્તુની આ દિવસે ખરીદી કરવાથી તેમાં તેર ગણો વધારો થાય છે.

સંતોષ એજ સૌથી મોટુ ધન

સંતોષ એજ સૌથી મોટુ ધન

ધનતેરસના દિવસે ચાંદી ખરીદવાની પ્રથા છે અને જો શક્ય ન હોય તો કોઈ વાસણ ખરીદવું. તેની પાછળનું કારણ છે કે, તે ચંદ્રનું પ્રતિક છે. ચંદ્ર શીતળતા આપે છે અને મનમાં સંતોષ રૂપી ધનનો વાસ થાય છે. સંતોષને સૌથી મોટું ધન કહેવામાં આવ્યુ છે. જેની પાસે સંતોષ છે તે સ્વસ્થ અને સુખી છે અને તે જ સૌથી મોટુ ધન છે

શા માટે થાય છે યમરાજની પૂજા?

શા માટે થાય છે યમરાજની પૂજા?

આ દિવસે યમરાજની પૂજાનું વિધાન છે. તેની પાછળ એક કહાણી છે. એક રાજા હતો તેનું નામ હેમ હતુ. ઈશ્વરની કૃપાથી તેમને પુત્ર પ્રાપ્તિ થઈ, પણ તેની કુંડળી જોઈ જ્યોતિષોએ કહ્યુ કે, આ બાળકના લગ્ન જે દિવસે થશે ઠીક તેના ચાર દિવસ બાદ તેનું મૃત્યુ થઈ જશે. થયું પણ તેવું જ રાજકુમારે એક રાજકુમારી સાથે ગંધર્વ વિવાહ કર્યા અને તેના ઠીક ચાર દિવસ પછી યમદૂત તેના પ્રાણ લેવા આવ્યા. તે સમયે આ રાજકુમારની પત્ની અત્યંત વિલાપ કરવા લાગી. જે જોઈ યમદૂત દ્રવિત થયા અને તેમણે કહ્યુ, આ કાર્ય તો મારે કરવું જ પડશે પણ વ્યક્તિનું અકાળે મૃત્યુ ન થાય તેનો એક ઉપાય છે. કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશીની રાત્રે જે પ્રાણી મારા નામનું પૂજન કરી દિવો દક્ષિણ દિશા તરફ ભેટ કરશે તેને અકાળ મૃત્યુનો ભય નહિં રહે. આજ કારણ છે કે આ દિવસે લોકો દક્ષિણ દિશા તરફ દીવો મુકે છે.

પૂજા વિધિ

પૂજા વિધિ

  • તમે કોઈ પણ લાકડાની વસ્તુ પર સ્વસ્તિકનું નિશાન બનાવો, તેની માટે રોલીનો ઉપયોગ કરો.
    • આ સ્થાને માટીનો દીવો મુકો.
    • ત્યારબાદ તેના પર ગંગાજળનો છંટકાવ કરી ઘરના દરેક ખૂણે ગંગાજળનો છંટકાવ કરો.
    • ત્યારબાદ દીવામાં થોડી ખાંડ નાખો અને ચાંદલા કરો.
    • પ્રજ્વલિત આ દીવામાં પૈસાનો એક સિક્કો નાખો અને તેને ફૂલ પણ અર્પિત કરો અને નમસ્કાર કરો.
    • ત્યારબાદ તરત જ ઘરના સભ્યોને તિલક લગાવો અને દીવાને ઘરના મુખ્ય દ્વાર પર મુકો.
    • દીવાને દ્વાર પર મુક્યા બાદ ચકાશો કે તેની જ્યોત દક્ષિણ દિશા તરફ છે કે નહિં.
    પૂજા વિધિ

    પૂજા વિધિ

    • આ તમામ વિધિ કર્યા બાદ યમ દેવની પૂજા કરવી જોઈએ. પરિણામે એક બીજો માટીનો દિવો પ્રગટાવો અને પૂજા કરો.
    • "ॐ धन धनवंतारये नमः નો 108 વખત જાપ કરો.
    • આ પૂજા કર્યા બાદ ભગવાન ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવી પણ જરૂરી છે. જો તમે તેમ નહિં કરો તો તમારી પૂજા અધૂરી માનવામાં આવશે.

    ધનતેરસના દિવસે દીપ પ્રગટાવો અને ભગવાન ધનવંતરીની પૂજા કરો. ભગવાન ધનવંતરીથી ઉત્તમ આરોગ્યની પ્રાર્થના કરો. આ દિવસે ચાંદીનું કોઈ વાસણ કે લક્ષ્મી-ગણેશ અંકિત ચાંદીનો સિક્કો ખરીદો. નવું વાસણ ખરીદો જેમાં દિવાળીની રાતે ભગવાન ગણેશ અને લક્ષ્મીને ભોગ લગાવો.

English summary
Dhanteras puja vidhi explains how to do puja on dhan trayodashi. Do Yama Deepdan, Dhanvantari and Ganesh Lakshmi puja on this day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X