દિવાળીની રાત્રે ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા જોઈએ? જાણો
દિવાળી એટલે બુરાઈ પર અચ્છાઈની જીત. જેની ઉજવણીના સ્વરૂપે ઘરે ઘરમાં તેની તાડ-માડ તૈયારીઓ ચાલી રહી છે. નવા વસ્ત્રો, ઘર સજાવટ, સોના-ચાંદીની ખરીદી, વાહનની ખરીદી, ફટાકડા, મિઠાઈઓ, રંગોળી, લાઈટીંગ અને દીપ પ્રાગટ્ય વગેરે વગેરે..... આધુનિક યુગમાં ચાઈનીઝ લેમ્પ અને લાઈટીંગ દ્વારા ઘર સજાવટનો શોખ વધતો જઈ રહ્યો છે.
તેમછતાં હજુ આજે પણ દીપ પ્રાગટ્યનુ ધાર્મિક અને સજાવટ બંને રીતે તેનુ મહત્વ કંઈક અનોખુ અને અનેરુ છે. માતા લક્ષ્મીને ખુશ કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, તમારે તમારા ઘરમાં કયા કયા સ્થાને દીવા મુકવા જોઈએ, જેનાથી લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહે.
-સૌથી પહેલા એક મોટો દીવો માતા લક્ષ્મીના ફોટાની આગળ પ્રગટાવવો જોઈએ.
-ત્યારબાદ તમારા ઘરને તેલના દીવાથી સજાવો.
-તમારા ઘરના મુખ્ય દ્વારની બંને બાજુએ સરસિયાના તેલનો દીવો મુકવો જોઈએ.
-ઘરના આંગણામાં ધીનો દીવો કરવો જોઈએ.
-તમારા ઘરના બેડરૂમમાં દીવમાં કપુર સળગાવી મુકવાથી પતિ-પત્નીની સંબંધોમાં મધુરતા વધે છે.
-ઘરની ગૃહિણીએ રસોઈમાં ગેસના ચૂલાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો, આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી થશે નહિં.
-તમારા ઘરની આસપાસના ચાર રસ્તા પર પણ દીવો મુકવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરની દરિદ્રતા દૂર થાય છે.
-તમારી ઘરની નજીકમાં કોઈ મંદિર આવેલુ હોય તો ત્યાં જઈ દીવો મુકી આવો.
-દિવાળીની રાત્રે પીપળાના ઝાડની નીચે દીવો કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે છે.