For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી 2018: આ રંગોના કપડાં પહેરીને કરો પૂજા, મા લક્ષ્મી કરશે ધનની વર્ષા

કોઈ પણ પૂજા પાઠમાં રંગોનું અનેરુ મહત્વ હોય છે એટલા માટે આજે આપણે એ રંગો વિશે જણાવીશુ જે આ દિવાળીએ આપના જીવનમાં શુભતા લાવશે.

|
Google Oneindia Gujarati News

દિવાળીનો પર્વ આવી ચૂક્યો છે અને બધાની પોતાની તૈયારીઓ ફાઈનલ રૂપમાં પહોંચી ચૂકી છે. કોઈ ખરીદીમાં વ્યસ્ત છે તો કોઈ પૂજાની તૈયારીમાં વ્યસ્ત છે. દરેક જણ ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવામાં લાગ્યા છે કારણકે એવી માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મી પોતાના ભક્તોને આવીને તેમને પોતાના આશીર્વાદ આપે છે જેથી તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે.

આ પણ વાંચોઃ સુખ, ધન અને સમૃદ્ધિના દિપોત્સવનો પ્રારંભ એટલે ધનતેરસઆ પણ વાંચોઃ સુખ, ધન અને સમૃદ્ધિના દિપોત્સવનો પ્રારંભ એટલે ધનતેરસ

પૂજા પાઠમાં રંગોનું અનેરુ મહત્વ

પૂજા પાઠમાં રંગોનું અનેરુ મહત્વ

બજારોમાં દિવાળીની રોનક જોવા લાયક હોય છે. દરેક જણ પોતાની દિવાળી ખાસ અને શુભ બનાવવા ઈચ્છે છે જેથી માતા લક્ષ્મી સદૈવ માટે તેમના ઘરોમાં બિરાજમાન રહે. આના માટે અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે. કોઈ પણ પૂજા પાઠમાં રંગોનું અનેરુ મહત્વ હોય છે એટલા માટે આજે આપણે એ રંગો વિશે જણાવીશુ જે આ દિવાળીએ આપના જીવનમાં શુભતા લાવશે. એટલા માટે આ વર્ષ તમે આ જ રંગોના વસ્ત્ર ધારણ કરીને તમારી દિવાળીની પૂજા કરો અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરો. તો ચાલો જાણીએ આ દિવાળીએ કયા કયા રંગના વસ્ત્ર પહેરીને તમે પૂજા કરી શકો છે.

લીલોઃ ખુશીઓનું પ્રતીક

લીલોઃ ખુશીઓનું પ્રતીક

લીલા રંગને ખુશીઓ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણે દિવાળી પર લક્ષ્મી પૂજા માટે આ રંગ ઘણુ શુભ માનવામાં આવે છે. તમે પૂજા માટે હલ્કા કે ઘાટા રંગના વસ્ત્ર ધારણ કરી શકે છે.

પીળોઃ ઉમંગ અને ખુશીઓ

પીળોઃ ઉમંગ અને ખુશીઓ

પીળો રંગ સૂર્યના પ્રકાશ સાથે જોડાયેલો છે જે મનુષ્યની અંદર ઉર્જા અને ઉત્સાહ ભરી દે છે. કોઈ પણ કાર્ય કરતી વખતે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ કારણકે તે શુભતાનું પ્રતીક છે. જાણકારોની માનીએ તો દિવાળી પર પીળા રંગના વસ્ત્ર ધારણ કરવાથી રિસાયેલુ નસીબ જાગી જાય છે કારણે માતા લક્ષ્મી પીળા રંગથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

લાલઃ પૂજા પાઠ માટે શુભ

લાલઃ પૂજા પાઠ માટે શુભ

પૂજા પાઠમાં લાલ રંગનું ખૂબ જ મહત્વ હોય છે. ખાસ કરીને દેવીઓની પૂજામાં. તમે હંમેશા સાંભળ્યુ હશે કે કોઈ પણ પૂજામાં લાકડાના પાટલા પર લાલ કપડુ પાથરવાની સલાહ આપવામાં આવે છે કે પછી ભગવાનને લાલ વસ્ત્ર અર્પિત કરવા માટે કહેવામાં આવે છે એટલા માટે આ દિવાળીએ તમે લાલ રંગના કપડા પહેરીને પોતાની પૂજાને શુભ અને સફળ બનાવી શકો છો.

કાળા કપડા ન પહેરો

કાળા કપડા ન પહેરો

દિવાળી પર માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરતી વખતે ભૂલથી પણ કાળા રંગના વસ્ત્રો ન પહેરો. આમ કરવાથી અશુભ થાય છે કારણકે આનાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને આપના જીવનમાં દરિદ્રતા આવે છે. વળી, તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે તમારા કપડાં સ્વચ્છ હોય. ગંદા અને મેલા કપડા પહેરીને ક્યારેય પૂજામાં ન બેસવુ. આનાથી માતા તો રુઠશે જ અને તમારુ નસીબ પણ રુઠી જશે.

આ પણ વાંચોઃ ધનતેરસઃ ભગવાન ધન્વંતરિની આરાધનાનું પર્વ, યમરાજને દાન કરો આ વસ્તુઓઆ પણ વાંચોઃ ધનતેરસઃ ભગવાન ધન્વંતરિની આરાધનાનું પર્વ, યમરાજને દાન કરો આ વસ્તુઓ

English summary
Diwali 2018: Wear These Colors Cloth During Puja To Bring Home Wealth And Luck
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X