Diwali Katha: આ દિવાળી કથામાં જાણો માતા લક્ષ્મી ક્યારે અને કેવી રીતે પ્રગટ થયા
Diwali Katha: દિવાળીનો તહેવાર આવતા જ જે શક્તિની ઉપાસવા કરવા, જેને પ્રસન્ન કરવા, જેની કૃપા મેળવવાના સમસ્ત પ્રયાસોમાં સમગ્ર સંસાર જોડાઈ જાય છે તે છે મા લક્ષ્મી. મા લક્ષ્મી ધનની અધિષ્ઠાત્રી દેવી છે. બ્રહ્માંડની સમસ્ત ઐશ્વર્યતા તેમનાથી જ ઉદિત થઈ છે. સંસારની બધી શુભતાનુ મૂળ મા લક્ષ્મી છે. સ્વર્ગને શ્રી પ્રદાન કરનારી, અમંગળને મંગળમાં પરિવર્તિત કરનારી, નિર્ધનને ધનથી પરિપૂર્ણ કરનારી આવી અદભૂત શક્તિ સંપન્ન મા સ્વયં ક્યારે અને કેવી રીતે પ્રગટ થયા.

મા લક્ષ્મીના પ્રાગટ્ય સાથે જોડાયેલી 2 કથાઓ છે પ્રચલિત
ભારતીય ધર્મશાસ્ત્રોમાં લક્ષ્મી માતાના પ્રાગટ્ય સાથે જોડાયેલી 2 કથાઓ મળે છે. પહેલી કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. સમુદ્ર મંથનની કથા દેવરાજ ઈન્દ્રને મહર્ષિ દુર્વાસા દ્વારા આપેલ શ્રાપ સાથે સંબંધિત છે. આ કથા અનુસાર એક વાર ઋષિ દુર્વાસાએ દેવરાજ ઈન્દ્દરને મોતીઓનો એક દિવ્ય હાર ભેટમાં આપ્યો. ઈન્દ્રએ એ હાર પોતના ગજ એરાવતના માથે સજાવી દીધો. થોડી વાર બાદ એ હાર ભૂમિ પર પડી ગયો અને એરાવતે તેને પગ નીચે કચડી દીધો. ઋષિ દુર્વાસાનો ક્રોધ બ્રહ્માંડમાં વિખ્યાત છે. પોતાના ક્રોધી સ્વભાવને અનુરુપ દુર્વાસાજીએ ઈન્દ્રને શ્રાપ આપ્યો કે આ પળથી દેવતા શક્તિહીન અને સ્વર્ગ શ્રીહીન થઈ જશે. મહર્ષિના શ્રાપે દેવતાઓને એટલા નિર્બળ કરી દીધા કે તે દરેક યુદ્ધમાં દાનવોથી હારતા ગયા અને પોતાની રક્ષા માટે છૂપાતા ફર્યા.

દાનવોને અમૃતની લાલચ આપી
દેવતાઓની આ દૂર્દશા જોઈને ભગવાન વિષ્ણુએ તેમને દાનવો સાથે મળીને સમુદ્રમંથન કરવાનુ સૂચન કર્યુ. તેમણે દાનવોને અમૃતની લાલચ આપી અને સમુદ્ર મંથનમાં દેવતાઓના સહયોગી બનવા માટે તૈયાર કરી લીધા. આ સમુદ્ર મંથન દ્વારા લગભગ 18 દિવ્ય શક્તિઓ પ્રગટ થઈ. આમાંથી જ એક હતા મા લક્ષ્મી. મા લક્ષ્મીના પ્રગટ થતા પહેલા સંપૂર્ણ લોક સ્વર્ણ જ્યોતિથી આલોકિત થઈ ગયુ. ત્યારબાદ ખીલેલા લાલ કમળ પર સ્થાપિત સ્વર્ણ પ્રતિમા રૂપે લક્ષ્મી દેવી પ્રગટ થયા. તેમણે લાલ વસ્ત્ર ધારણ કર્યુ હતુ અને તેમનુ આખુ શરીર સ્વર્ણાભૂષણોથી ભરેલુ હતુ. તેમના હાથમાં સ્વર્ણ કળશ હતા જેમાંથી સ્વર્ણની વર્ષા થઈ રહી હતી.

બ્રહ્માંડને મળી સૌભાગ્યની અધિષ્ઠાત્રી દેવી
આવી અદભૂત રૂપમયી દેવીને જોઈને જ દાનવો અને દેવોમાં યુદ્ધ છેડાઈ ગયુ. બંને પક્ષ દેવીને હસ્તગત કરવા માંગતા હતા. આ યુદ્ધનુ કોઈ પરિણામ ન નીકળતુ જોઈને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્યએ દેવીને જ પોતાનો વર પસંદ કરવાનુ નિવેદન કર્યુ. દેવી લક્ષ્મીએ શ્રી વિષ્ણુને વરમાળા પહેરાવીને સ્વયંવર પૂર્ણ કર્યો. આ રીતે બ્રહ્માંડને ધન, વૈભવ, શક્તિ, સૌદર્ય અને સૌભાગ્યની અધિષ્ઠાત્રી દેવી પ્રાપ્ત થયા.
Narak Chaturdashi 2020: નરકાસુરના અવસાનનુ પર્વ છે નરક ચૌદશ