For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાન કરતા પહેલા આટલું જરૂર વાંચજો...

જન્મકુંડળીમાં જે ગ્રહ ઉચ્ચ રાશિમાં સ્થિત છે, તેને સંબંધિત વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ.

By Desk
|
Google Oneindia Gujarati News

વેદો, પુરાણો અને ઉપનિષદોમાં દાનની મહિમા વિશે જણાવેલું છે. દબાણમાં આવીને કરેલા દાન કરતા પોતાની ઈચ્છા અને શક્તિ અનુસાર કરવામાં આવેલા દાનથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.

दानेन भूतानि वशी भवन्ति दानेन वैराण्यपि यान्ति नाशम्।
परोपि बन्धुत्वभूपैति दानेर् दानं हि सर्वव्यसनानि हन्ति

અર્થ: દાનથી દરેક પ્રાણીને વશમાં કરી શકાય છે. દાનથી દુશ્મનાવટ ખતમ થાય છે. દાનથી શત્રુ પણ ભાઈ બની જાય છે. દાનથી જ તમામ સંકટ દૂર થાય છે.

પણ શું તમે જાણો છો કો કોઈને કોઈ પણ વસ્તુનુ દાન કરી દેવાથી સમસ્યા ખતમ થઈ જતી નથી. બને કે તે ઉલટાની વધી જાય. ખાસ કરીને ગ્રહોને દાન દેવામાં ખૂબ સાવધાન રહેવું જોઈએ. ગ્રહોને લગતુ દાન કરવાનો એક ચોક્કસ નિયમ છે. જન્મ કુંડળીમાં ગ્રહોની ઉચ્ચ, નીચ સ્થિતિ જોતા તેને અનુસાર દાન કરવું જોઈએ. જ્યોતિષ મુજબ જન્મકુંડળીમાં જો ગ્રહ ઉચ્ચ રાશિમાં કે પોતાની રાશિમાં સ્થિત હોય તો તેને લગતુ દાન ભૂલથી પણ ન કરવું. આવું દાન લાભ કરતા નુકશાન વધુ કરાવે છે. આવો જાણીએ કયા ગ્રહની કઈ સ્થિતિ દાન માટે શુભ કે અશુભ છે..

Read also : શું તમે એક સારું સ્વાસ્થય ઇચ્છો છો? આ રત્ન કરશે મદદ! Read also : શું તમે એક સારું સ્વાસ્થય ઇચ્છો છો? આ રત્ન કરશે મદદ!

સૂર્ય

સૂર્ય

સૂર્ય મેષ રાશિમાં રહેવાને કારણે ઉચ્ચ તથા સિંહ રાશિમાં રહેતા તે પોતાની સ્વરાશિમાં હોય છે. જો જાતકની કુંડળીમાં સૂર્ય આ બે રાશિઓમાંથી કોઈ એકમાં હોય તો તેને લાલ કે ગુલાબી રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. ઉપરાંત ગોળ, લોટ, ઘઉં, તાંબુ વગેરે વસ્તુનુ દાન ન કરવું.

ચંદ્ર

ચંદ્ર

ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચ તથા કર્ક રાશિમાં સ્વરાશિનો હોય છે. જો જાતકની કુંડળીમાં ચંદ્ર એવી સ્થિતિમાં હોય તો તેને ખાદ્ય પદાર્થોમાં દૂધ, ચોખા, ચાંદી અને મોતીનું દાન ન કરવું. આવા જાતકે કોઈ પોતાનાથી મોટી સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર સ્વરાશિનો હોય તો તેણે નળ, ટ્યુબવેલ, કુવો કે તળાવના નિર્માણમાં આર્થિક મદદ ન કરવી. તેનાથી આર્થિક નુકશાન થાય છે.

મંગળ

મંગળ

મંગળ મેષ કે વૃશ્ચિક રાશિમાં હોય તો સ્વરાશિનો તથા મકર રાશિમાં રહે તો ઉચ્ચ હોય છે. જાતકની કુંડળીમાં મંગળ એવી સ્થિતિમાં છે તો મસૂરની દાળ, મિષ્ઠાન અથવા મીઠા ખાદ્ય પદાર્થનું દાન ન કરવું. ઘરે આવનાર મહેમાનને મુખવાસમાં વરિયાળી ન આપવી. નહિંતર વ્યક્તિ સમય આવતા તમારી વિરુધ્ધ ઝેર ઓકે છે. મંગળ ગ્રહના પ્રકોપથી બચવા વ્યક્તિએ કોઈ દિવસ વાસી ભોજન ન કરવું કે બીજાને ખાવા પણ ન આપવું.

બુધ

બુધ

બુધ મિથુન રાશિમાં હોય તો સ્વરાશિમાં અને કન્યા રાશિમાં હોય તો ઉચ્ચ રાશિમાં કહેવાય છે. જો કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં બુધ આ મુજબની સ્થિતિમાં હોય તો તેને લીલા રંગનો પદાર્થ અને વસ્તુઓનું દાન ક્યારેય ન કરવું જોઈએ. લીલા રંગના કપડા, વસ્તુ અને લીલા રંગના ખાદ્યા પદાર્થોનું દાન ન કરવું. આવી વ્યક્તિએ ઘરમાં માછલી પાળવી નહિં કે માછલીને ચારો નાખવો નહિં.

ગુરુ

ગુરુ

ગુરુ ધન કે મીન રાશિમાં હોય તો સ્વરાશિ તથા કર્કમાં રહેવાથી તે ઉચ્ચનો કહેવાય છે. જે જાતકની કુંડળીમાં આવી સ્થિતિ હોય તેણે પીળા રંગનો પદાર્થ દાન ન કરવો. સોનું, પીતળ, કેસર ધાર્મિક સાહિત્ય જેવી વસ્તુઓ દાન કરવાથી બચવું. આ વસ્તુઓનું દાન કરવાથી સમાજમાં સન્માન ઘટે છે.

શુક્ર

શુક્ર

શુક્ર વૃષભ કે તુલા રાશિમાં હોય તો સ્વરાશિ અને મીન રાશિમાં હોય તો ઉચ્ચ ભાવમાં ગણાય છે. જે જાતકોની કુંડળીમાં શુક્ર ગ્રહની આવી સ્થિતિ હોય તો તેમણે સફેદ સુગંધિત પદાર્થોનું દાન કરવું નહિં, નહિંતર વ્યક્તિના ભૌતિક સુખોમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત નવી ખરીદેલી વસ્તુ, દહીં, મિશ્રિ, માખણ, શુધ્ધ ઘી, ઈલાયચીનું દાન કરવું નહિં.

શનિ

શનિ

શનિ મકર કે કુંભ રાશિમાં હોય તો સ્વરાશિમાં તથા તુલા રાશિમાં હોય તો ઉચ્ચ રાશિનો કહેવાય છે. જો વ્યક્તિની કુંડળીમાં શનિની સ્થિતિ આ મુજબ હોય તો કાળા રંગના પદાર્થોનું દાન ન કરવું. આ ઉપરાંત લોખંડ, લાકડુ, ફર્નીચર, તેલ, તૈલીય પદાર્થો, બિલ્ડિંગ મટિરિયલનું દાન કરવું નહિં. આવી વ્યક્તિએ પોતાના ઘરમાં કાળા રંગનું જનાવર પાળવું નહિં, નહિંતર તેની સામાજીક પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે.

રાહુ

રાહુ

રાહુ જો કન્યા રાશિમાં હોય તો સ્વરાશિનો તથા વૃષભ અને મિથુન રાશિમાં હોય તો ઉચ્ચનો કહેવાય છે. જે જાતકોની કુંડળીમાં આમાંની કોઈ એક સ્થિતિ બનતી હોય તો એવા જાતકો વાદળી કે ભૂરા રંગના પદાર્થોનું દાન કરી ન શકે. અન્ન નું અનાદર કરવું નહિં. જ્યારે પણ તે જમવા બેસે, એટલું જ થાળીમાં લે જેટલી ભૂખ હોય.

કેતુ

કેતુ

કેતુ મીન રાશિમાં હોય તો સ્વરાશિ તથા વૃશ્ચિક કે પછી ધનુ રાશિમાં હોય તો ઉચ્ચનો કહેવાય છે. જો કુંડળીમાં કેતુ ઉપરોક્ત સ્થિતિમાં છે તો ઘરમાં કોઈ પ્રકિયા ન પાળવી, નહિંતર ધન નકામા કામોમાં બરબાદ થાય છે. આ ઉપરાંત ભૂરા, ચિત્ર-વિચિત્ર રંગના કપડા, ધાબળા, તલ કે તેલથી બનેલા પદાર્થો વગેરેનું દાન કરવું નહિં.

English summary
If Sun is debilitated or inauspicious in the birth-chart, then you should donate a cow with calf, here is Astrological Remedies for Planets. Astrological Remedies for Planets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X