Dussehra 2020: આજે દશેરા, જાણો રાવણ વિશે અમુક ચોંકાવનારી વાતો
નવી દિલ્લીઃ બુરાઈ પર અચ્છાઈનુ પ્રતીક દશેરા સમગ્ર ભારતમાં ખૂબ ભવ્યતા સાથે મનાવવામાં આવે છે. આ દિવસે ઠેર-ઠેર રાવણનુ પૂતળુ બાળવામાં આવે છે કારણકે રાવણ એક અત્યંત દુષ્ટ રાક્ષક હતો. તેણે છેતરપિંડી કરીને પારકી સ્ત્રીનુ અપહરણ કર્યુ હતુ પરંતુ શું તમે જાણો છે કે દાનવ હોવા છતાં પણ રાવણમાં ઘણી બધી સારી વસ્તુઓ હતી જેના કારણે આજે દેશની ઘણી જગ્યાએ રાવણની પૂજા થાય છે. આવો જાણીએ રાવણ વિશે અમુક ચોંકાવનારી વાતો.

'રામચરિત માનસ'માં રાવણનુ બૃહદ વર્ણન
રાવણ વિશે સૌથી વધુ રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસે લખ્યુ છે, જેમણે પોતાની લેખનીમાં તેને ભગવાન શિવનો બહુ મોટો ભક્ત કહ્યો છે અને તેમના જણાવ્યા મુજબ રાવણમાં ઘણા સારા ગુણો પણ હતા જેને લોકોએ જાણવા ખૂબ જરૂરી છે.

કુશળ રાજનીતિજ્ઞ, સેનાપતિ અને વાસ્તુકાર હતો રાવણ
તુલસીદાસના જણાવ્યા મુજબ દૈત્ય રાવણ એક કુશળ રાજનીતિજ્ઞ, સેનાપતિ અને વાસ્તુકલાનો મર્મજ્ઞ હોવા સાથે સાથે બહુ-વિદ્યાઓનો જાણકાર હતો. તેને વિદ્યાનુ મહત્વ ખબર હતી અને તે એક જ્ઞાની રાક્ષક હતો. રાવણને લોકો બહુ સારે કવિ કહેતા હતા. તેણે ઘણી રચનાઓ પણ લખી હતી.

માયાવી હતો રાવણ
રાવણને માયાવી એટલા માટે કહેવામાં આવતો હતો કારણકે તે ઈન્દ્રજાલ, તંત્ર, સંમોહન અને વિવિધ પ્રકારના જાદૂ જાણતો હતો. એટલુ જ નહિ રાવણ ખૂબ મોટો પંડિત હતો અને આના કારણે ભગવાન રામે તેની પાસે વિજય યજ્ઞ કરાવ્યો હતો.

આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષનો જાણકાર હતો રાવણ
રાવણ આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષનો જાણકાર અને વૈજ્ઞાનિ પણ કહેવાય છે. રાવણે તાંડવ સ્ત્રોત, અંક પ્રકાશ, ઈન્દ્રજાલ, કુમારતંત્ર, પ્રાકૃત કામધેનુ, પ્રાકૃત લંકેશ્વર, ઋગ્વેદ ભાષ્ય, રામણીયમ, નાડી પરીક્ષા વગેરે પુસ્તકોની રચના કરી હતી. પૌરાણિક ગ્રંથોમાં પણ વર્ણન છે કે રાવણને ઘણી ભાષાઓનુ જ્ઞાન પણ હતુ.
કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશભરમાં દશેરાની ઉજવણી થશે