Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શુક્રની રાશિ વૃષભમાં મંગળનુ ગોચર 21 ફેબ્રુઆરીથી, વધશે કામ વાસના, બનશે પ્રેમ સંબંધ

મંગળનુ વૃષભ રાશિમાં ગોચર 21 ફેબ્રુઆરી, 2021 રવિવારે રાત્રે 4 વાગીને 36 મિનિટથી થઈ રહ્યુ છે.

Effect of Mars transit in Taurus from 21st February 2021 To 13th April: મંગળનુ વૃષભ રાશિમાં ગોચર 21 ફેબ્રુઆરી, 2021 રવિવારે રાત્રે 4 વાગીને 36 મિનિટથી થઈ રહ્યુ છે. આ દિવસે બુધ માર્ગી થઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષમાં મંગળ અને શુક્રની યુતિ ભોગ વિલાસ અને કામ વાસના વધારનારી માનવામાં આવી છે. જે જાતકની જન્મકુંડળીમાં કોઈ પણ સ્થાનમાં શુક્ર અને મંગળ એકસાથે એક જ ઘરમાં બેઠા હોય તે જાતક અત્યાધિક કામી હોય છે. આવા સ્ત્રી-પુરુષ નવા નવા કામ સંબંધ શોધતા રહે છે. કોઈ એકથી પૂર્તિ નથી થઈ શકતી. એવામાં સ્ત્રી-પુરુષ લગ્ન થયા બાદ પણ અન્યત્ર સંબંધ સ્થાપિત કરે છે.

mars

વૈદિક જ્યોતિષમાં મંગળને અગ્નિ અને તેજનુ પ્રતીક માનવામાં આવ્યો છે. શરીરમાં લોહી પર મંગળનો પ્રભાવ હોય છે. વળી, શુક્ર સૌદર્ય, પ્રેમ, વાસના, કામ, યૌન ઈચ્છાનો પ્રતિનિધિ ગ્રહ હોય છે. જ્યારે આ બંને ગ્રહોનુ મિલન થાય છે ત્યારે તેના ગુણધર્મો અનુસાર વ્યક્તિમાં કામ વાસના બળવાન થઈ જાય છે. કુંડળીના અલગ અલગ ભાવો અનુસાર તેના ફળ ઓછા-વત્તા હોઈ શકે છે પરંતુ મૂળ તે વ્યક્તિને અત્યંત કામુક બનાવી દે છે.

મંગળ 13 એપ્રિલ સુધી વૃષભ રાશિમાં રહેશે

21 ફેબ્રુઆરીથી 13 એપ્રિલ સુધી કુલ 51 દિવસ મંગળ શુક્રની રાશિમાં ભ્રમણ કરશે. એવામાં બધી રાશિના જાતકોના મનમાં પ્રેમની ભાવના પ્રબળ રહેશે. વૃષભ અને તુલા રાશિના જાતકોમાં આ ભાવના અનિયંત્રિત પણ થઈ શકે છે અને બની શકે કે તેમને કોઈ બદનામીનો સામનો પણ કરવો પડે. વળી, મંગળની રાશિઓ મેષ અને વૃશ્ચિકના જાતકોના અનેક સંબંધ બની શકે છે.

બધી રાશિઓ પર પ્રભાવ

  • મેષઃ નવા પ્રેમ સંબંધ બનશે. દામ્પત્ય જીવન મધુર રહેશે. સંપત્તિની પ્રાપ્તિ થશે.
  • વૃષભઃ પ્રેમ સંબંધોમાં સતર્ક રહેવુ. બદનામીનો ડર રહે. વધુ કામ વાસનાને નિયંત્રિત કરવી.
  • મિથુનઃ આર્થિક મજબૂતી આવશે. દામ્પત્ય જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધ પ્રાપ્ત થશે.
  • કર્કઃ માનસિક સુખ મળશે. ભોગ વિલાસના સાધન મળશે. દામ્પત્યમાં મધુરતા આવશે.
  • સિંહઃ ક્રોધમાં પ્રેમ સંબંધોને તોડી બેસશો. જીવનસાથી સાથે વિવાદ થશે. આર્થિક સંપન્નતા આવશે.
  • કન્યાઃ સંબંધોમાં આત્મીયતા વધશે. ભોગ વિલાસના સાધન મળશે. પૈસા આવશે.
  • તુલાઃ સંબંધોને સહેજતા શીખો. કોઈના પર વધુ ભરોસો ન કરો. પૈસા આવશે, સંપત્તિ ખરીદશો.
  • વૃશ્ચિકઃ ધન સંપત્તિ પ્રાપ્ત થશે. દેવા મુક્તિ થશે. સંબંધોમાં પ્રેમ વધશે.
  • ધનઃ પ્રેમ પ્રકરણોમાં સફળતા, નવા સંબંધો બનશે, નવા દોસ્ત મળશે, સંપત્તિ મળશે.
  • મકરઃ આર્થિક મજબૂતી આવશે, નવા પ્રેમ સંબંધો બનશે. વૈવાહિક સંબંધ મજબૂત બનશે.
  • કુંભઃ ધનનો અભાવ દૂર થશે. પ્રેમ પ્રકરણમાં સફળતા, ભોગ વિલાસના સાધન પ્રાપ્ત થશે.
  • મીનઃ પ્રેમ સંબંધ મજબૂત થશે. સંબંધોમાં ઉષ્મા આવશે. આર્થિક વિકાસના માર્ગ ખુલશે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X