• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ધન રાશિમાં શનિની એન્ટ્રી આ રાશિ પર પાડશે પ્રભાવ!

By desk
|

વક્રીનો અર્થ થાય છે ઉંધુ ચાલવું પણ કોઈ પણ ગ્રહ ઊંધી દિશામાં ચાલી શકતા નથી. આ વાતને કંઈક આ રીતે સમજો. જ્યારે તમે ટ્રેનમાં બેઠા હોવ અને નજીકમાં એક બીજી ટ્રેન સ્ટેશને ઉભી હોય. તમારી ટ્રેન ઉભી હોય અને પાસેની ટ્રેન ચાલવા લાગે તો તમને એવું લાગશે કે તમે જે ટ્રેનમાં બેઠા છો તે ટ્રેન પાછળની તરફ ચાલી રહી છે જો કે ખરેખર તેવું હોતુ નથી. આવું જ કંઈક ગ્રહોનું વક્રી થવા પર લાગતું હોય છે. ગ્રહ ક્યારેય વક્રી થતો નથી માત્ર તેની ગતિ ધીમી થઈ જાય છે.

શનિ ગ્રહ 6 એપ્રિલથી વક્રી થઈ ગયો છે, જે 28 ઓગસ્ટ 2017 સુધી વક્રી થઈ ધન રાશિમાં ભ્રમણ કરશે. ફળદિપિકા ગ્રંથમાં મન્ત્રેશ્વરજી એ કહ્યું છે કે, ગ્રહની વક્ર ગતિ તે ગ્રહ વિશેષની ચેષ્ઠાબળને વધારવાનું કામ કરે છે. શુભ ગ્રહના વક્રી થવાથી તે શુભ ફળ આપે છે અને અશુભ ગ્રહના વક્રી થવાથી તે અશુભ ફળ આપે છે. સ્વાર્થ ચિંતામણીને અનુસાર વક્રી શનિ પોતાની દશા અને અન્તર્દશામાં ખર્ચા વધારે છે. વ્યક્તિના અનેક પ્રયત્નો કરવા છતાં તેને સફળતા મળતી નથી. આવો જાણીએ શનિની વક્રી ગતિથી અન્ય રાશિઓ પર કેવી અસર પડશે.

Read also : શુક્રની દશા વક્રી, આ જાતિઓના પ્રેમને લગ્ન છે ખતરો

મેષ

મેષ

સામાજીક કામોમાં અડચણો પેદા થશે. નોકરીમાં દબાણ વધવાને કારણે માનસિક તાણ વધશે. કામમાં દબાણને કારણે ઓફિસમાં સહકર્મીઓ સાથે સંબંધ બગાડશો નહીં. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. ધન આવશે પણ તેટલી જ જલ્દીથી જતું પણ રહેશે.

વૃષભ

વૃષભ

તમારે સમયનું યોગ્ય પ્લાનિંગ કરીને ચાલવું પડશે. કેટલાક લોકોનો જૂનો રોગ ફરી માથુ ઉંચકશે. સલાહ લીધા વિના કોઈ કામ શરૂ કરવું નહીં. પ્રાઈવેટ નોકરી કરનારાને નવી અવસરો મળી રહેશે.

મિથુન

મિથુન

યાત્રામાં અડચણ પેદા થશે. નાણું આવતા આવતા અટકી પડશે. નોકરી કરનારા લોકોને લાભ થઈ શકે છે. કૌટુંબિક સંબંધો મધુર બનશે. ઘરના ખર્ચામાં વધારો થશે. આરોગ્યમાં નબળાઈ આવશે.

કર્ક

કર્ક

પ્રાઈવેટ નોકરી કરનારા લોકોએ સાવધાન રહેવું. માતાનું આરોગ્ય બગડી શકે છે. નવી નોકરી શોધનારાને જીવિકાને લગતા પ્રયત્નોમાં મુશ્કેલી પેદા થશે.

સિંહ

સિંહ

આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. કોઈ કારણથી પિતા સાથે વેર પેદા થશે. રાજકીય કામોમાં સમજી-વિચારીને પૈસા રોકજો. નોકરી કરનારા લોકોને વધારાનો લાભ થશે.

કન્યા

કન્યા

તમારા પરાક્રમ અને સાહસમાં વધારો થશે. ધનને લઈ ભાઈ-બંધુઓ સાથે વિવાદ થશે. નોકરી કરનારા લોકો પોતાના વ્યવહાર મધુર રાખે. ઓછી ગતિએ વાહન ચલાવવું . નાણાકીય ફાયદો થઈ શકે છે.

તુલા

તુલા

આરોગ્ય નરમ રહેવાની શક્યતા છે. શું કરવું શું નહિં કંઈ સમજાશે નહિં. પ્લાનિંગ પ્રમાણે કરેલા કામોમાં સફળ રહેશો. નોકરી કરનારા લોકોને વિરોધનો સામનો કરવાનો આવી શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

પૈસાનું રોકાણ કે લેવડ-દેવડમાં સાવધાન રહેજો. કૌટુંબિક જવાબદારીઓ ઉઠાવવામાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે. નોકરી કરનારા લોકોની પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.

ધન

ધન

વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાન રહેજો, અકસ્માત થવાની શક્યતા છે. નવા સ્ત્રોતોથી લાભ થઈ શકે છે. નોકરી કરનારા પોતાના ઉપરીથી સાવધાન રહે.

મકર

મકર

સરકારી નોકરીથી લાભ થઈ શકે છે. ભાઈ-બંધુ અને સાસરી પક્ષ તરફથી મદદ મળવાની શક્યતા છે. સામાજીક પ્રસંગોમાં ભાગ લેવાની તક પ્રદાન થશે. ધનનું આગમન થશે.

કુંભ

કુંભ

આ રાશિના કેટલાક જાતકોને ઉંઘ ન આવવાની સમસ્યા રહેશે. નોકરી કરનારાની પદ, પ્રતિષ્ઠામાં વધારો થશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે.

મીન

મીન

કોઈ એવું કામ થશે જેનાથી તમારી પદ-પ્રતિષ્ઠા ખરડાઈ શકે છે. નવા કામોમાં કોઈ જોખમ લેવું નહિં, નહિંતર નુકશાન જ થશે. મિત્રોની મદદ મળી રહેશે. નોકરી કરનારા લોકોની પ્રગતિ થશે.

English summary
In Hindu astrology, Vakri grahas are those planets of the Solar System other than the Sun and theMoon that appear to move backwards, which apparent motion is due to earth’s orbi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more