Kundali: કેવી રીતે અને ક્યાં થશે મૃત્યુ, રાઝ ખોલી દેશે અષ્ટમ ભાવ
Eighth House in Astrology: મનુષ્ય સૌથી વધુ પોતાના મૃત્યુ માટે ભયમાં રહે છે. તેને પોતાના જીવનથી વધુ મૃત્યુની ચિંતા હોય છે. આખુ જીવ તેને આ જ ડર સતાવતો રહે છે કે મારુ મૃત્યુ ક્યાં, કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં થશે. જ્યોતિષ એક અદભૂત વિજ્ઞાન છે અને આમાં જન્મ પૂર્વથી લઈને મૃત્યુ બાદ સુધીની સંપૂર્ણ વાતો જાણી શકાય છે. વૈદિક જ્યોતિષમાં મનુષ્યની જન્મકુંડળીના અષ્ટમ ભાવને આયુ કે મૃત્યુનો ભાવ કહેવામાં આવે છે. આ ભાવમાં સ્થિતિ રાશિ, ગ્રહ, ગ્રહોની દ્રષ્ટિ અને દ્રષ્ટિ સંબંધના આધારો સરળતાથી જાણી શકાય છે કે વ્યક્તિનુ મૃત્યુ ક્યારે અને ક્યાં થશે. આયુ કે મૃત્યુના સંદર્ભમાં અષ્ટમ ભાવનો વિચાર કરવા સાથે અન્ય શુભાશુભ ગ્રહો અને ગ્રહ યુતિઓનો સંબંધ જોઈ લેવો પણ યોગ્ય રહે છે. આવો જાણીએ અષ્ટમ ભાવમાં સ્થિતિ રાશિ અને ગ્રહ અનુસાર મનુષ્યના મૃત્યુ વિશે...
કઈ વસ્તુથી થશે મૃત્યુ
- જન્મકુંડળીના અષ્ટમ ભાવમાં સૂર્ય હોય તો જાતનુ મૃત્યુ અગ્નિથી થાય છે. આ અગ્નિ કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી, પેટ્રોલ-ડીઝલ, ગેસ, વાહન કે અન્ય બધા પ્રકારની અગ્નિ.
- અષ્ટમ ભાવમાં ચંદ્ર હોય તો જાતકનુ મૃત્યુ જળથી થાય છે. નદી, તળાવ, સમુદ્ર, કૂવો વગેરેમાં ડૂબવાથી. પાણીજન્ય રોગો વગેરેથી મૃત્યુ થાય છે.
- અષ્ટમ ભાવમાં મંગળ હોય તો અસ્ત્ર-શસ્ત્ર,ચાકૂ, છૂરીથી કપાવાથી મૃત્યુ થાય છે. કોઈ આકસ્મિક દૂર્ઘટનામાં શરીરમાં અનેક કટ લાગવાથી મૃત્યુ થઈ શકે છે.
- અષ્ટમ ભાવમાં બુધ હોય તો જાતકનુ મૃત્યુ કોઈ પ્રકારના જવર, તાવ, સંક્રમણ, વાયરસ, બેક્ટેરિયા વગેરેથી થઈ શકે છે.
- અષ્ટમ ભાવમાં બૃહસ્પતિ હોવા પર જાતકનુ મૃત્યુ અજીર્ણ, અપચો, પેટ રોગોથી થાય છે. ફૂડ પોઈઝનિંગ, ખાનપાનમાં બેદરકારીથી થતા રોગોથી મૃત્યુ થાય છે.
- અષ્ટમ ભાવમાં શુક્ર હોય તો જાતકનુ મૃત્યુ ભૂખથી થાય છે. અર્થાત કોઈ રોગના કારણે જાતક કંઈ ખાઈ ન શકે અથવા સમયે કંઈ જમવા ન મળે તો મૃત્યુ થઈ શકે છે.
- જન્મકુંડળીમાં શનિ હોય તો જાતકનુ મૃત્યુ તરસ કે પાણીની કમીથી થાય છે. આવા જાતકને કિડની રોગ કે પાણીની કમીથી થતા રોગોના કારણે મૃત્યુ થાય છે.
- જો રાહુ-કેતુ સહિત અનેક ગ્રહ અષ્ટમમાં હોય તો જો ગ્રહ સૌથી વધુ બળવાન હોય તો તે અનુસાર મૃત્યુ સમજવુ જોઈએ.
ક્યાં થશે મૃત્યુ
મૃત્યુ ક્યાં થશે તે પણ અષ્ટમ ભાવને જોઈને જાણી શકાય છે.
- જાતકની જન્મકુંડળીના અષ્ટમ ભાવમાં ચર રાશિઓ મેષ, કર્ક, તુલા, મકર હોય તો જાતકનુ મૃત્યુ ઘરથી દૂર કે બીજા શહેર કે વિદેશમાં થાય છે.
- અષ્ટમ ભાવમાં સ્થિર રાશિઓ વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ હોય તો જાતકનુ મૃત્યુ પોતાના ઘરમાં જ થાય છે.
- અષ્ટમ ભાવમાં દ્વિસ્વભાવ રાશિઓ મિથુન, કન્યા, ધન, મીન હોય તો જાતકનુ મૃત્યુ ઘરની બહાર માર્ગમાં થાય છે.
ખુદ પત્નીએ આપ્યો હતો શ્રાપ, માટે વિનાશ લાવે છે શનિ દેવની દ્રષ્ટિ