For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કઈ તિથિમાં કયુ કાર્ય કરવું રહેશે શુભ?

હિંદુ પંચાંગમાં કાલ ગણનાનો પ્રમુખ હિસ્સો હોય છે તિથિઓ. તિથિઓ અનુસાર વ્રત અને તહેવાર નક્કી કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા શુભ તિથિ જોવામાં આવે છે. આવો જાણીએ આખરે શા માટે આ શુભ-અશુભ તિથિઓ જ

By Lekhaka
|
Google Oneindia Gujarati News

હિંદુ પંચાગમાં કાલ ગણનાનો પ્રમુખ હિસ્સો હોય છે તિથિઓ. તિથિઓ અનુસાર જ વ્રત-તહેવાર નક્કી થાય છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા શુભ તિથિઓ જોવામાં આવે છે. આ શુભ-અશુભ તિથિઓ આખરે શું છે અને કઈ તિથિનું શું મહત્વ હોય છે? તે અમે તમને જણાવીશું. પ્રત્યેક હિંદુ માસમાં 15-15 દિવસ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ હોય છે. પ્રત્યેક પક્ષમાં પ્રતિપદાથી લઈ પંદરમી તિથિ સુધીની સંખ્યા હોય છે. શુક્લ પક્ષમાં પ્રતિપદાથી લઈ પૂર્ણિમાં સુધી અને કૃષ્ણ પક્ષમાં પ્રતિપદાથી લઈ અમાસ સુધી. આ રીતે બંને પક્ષોમાં 15-15 દિવસ હોય છે. હવે જાણીએ આમાની કઈ તિથિ શુભ મનાય છે અને કઈ અશુભ. અશુભ તિથિઓમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતુ નથી.
હિંદુ શાસ્ત્રો અનુસાર તિથિઓને મુખ્ય પાંચ ભાગોમાં વહેંચવામાં આવી છે. આ પાંચ ભાગ છે. નંદા, ભદ્રા, રિક્તા અને પૂર્ણા. ક્રમાનુસાર પહેલી તિથિ અટલે કે પ્રતિપદા રહેશે, નંદા, દ્રિતિયા, ભદ્રા, તૃતિયા ભદ્રા. ચતુર્થી રિક્તા અને પંચમી પૂર્ણા. ત્યારબાદ ફરી ષષ્ઠી નંદા, સપ્તમી ભદ્રા... આ રીતે આ ક્રમ ચાલતો રહે છે.

puja

કઈ તિથિમાં કયુ કાર્ય કરશો?

નંદા તિથિ
પ્રતિપદા, ષષ્ઠી અને એકાદશી નંદા તિથિ કહેવાય છે. આ તિથિઓમાં વેપાર-વ્યવસાયની શરૂઆત કરવામાં આવે છે. મકાનનું બાંધકામનું કાર્ય કરવા માટે આ તિથિઓ સર્વશ્રેષ્ઠ મનાય છે.

ભદ્રા તિથિ

દ્રિતિયા, સપ્તમી અને દ્વાદશી ભદ્રા તિથિ કહેવાય છે. આ તિથિઓમાં ચોખા, અનાજ લાવવું, ગાય-ભેંસ, વાહન ખરીદી જેવા કામ થઈ શકે છે. આ સમયે ખરીદેલી વસ્તુની સંખ્યા વધતી જાય છે.

જયા તિથિ

તૃતિયા, અષ્ટમી અને ત્ર્યોદશી જયા તિથિઓ કહેવાય છે. આ તિથિઓમાં સૈન્ય, શક્તિ સંગ્રહ, કોર્ટ-કચેરીના કામો, શસ્ત્રોની ખરીદી, વાહનની ખરીદી કરવામાં આવે છે.

રિક્તા તિથિ

ચતુર્થી, નવમી અને ચતુર્દશી રિક્તા તિથિઓ કહેવાય છે. આ તિથિમાં ગ્રહસ્થો એ કોઈ કાર્ય કરવું નહિં. તંત્ર-મંત્ર સિદ્ધિ માટે આ તિથિઓ શુભ મનાય છે.

પૂર્ણા તિથિ

પંચમી, દશમી અને પૂર્ણિમા પૂર્ણા તિથિ કહેવાય છે. આ તિથિઓમાં સગાઈ, લગ્ન, ભોજ વગેરે જેવા કાર્યો કરવામાં આવે છે.

શૂન્ય તિથિ

ઉપરોક્ત પાંચે પ્રકારની તિથિઓ ઉપરાંત કેટલીક તિથિઓ શૂન્ય તિથિ મનાય છે. આ તિથિઓમાં વિવાહ કાર્યો કરાતા નથી. જોકે અન્ય કાર્ય કરી શકાય છે. આ તિથિઓ છે ચૈત્ર કૃષ્ણ અષ્ટમી, વૈશાખ કૃષ્ણ નવમી અને એકાદશી, કાર્તિક કૃષ્ણ પંચમી અને શુક્લ ચતુર્દશી, માગસર કૃષ્ણ સપ્તમી અને અષ્ટમી, પોષ કૃષ્ણ ચતુર્થી અને પંચમી, માગસર કૃષ્ણ પંચમી અને માગસર શુક્લ તૃતિયા.

English summary
Five Types Of Hindu Tithi In Panchang, Know Its Importance And Significance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X