રાતોરાત જાગી જશે કિસ્મત, સમસ્યા અનુસાર પહેરો રત્ન
જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનું ઘણુ મહત્વ છે. આ રત્નો ધારણ કરવાથી ઘણી સમસ્યામાંથી રાહત મળે છે, તો ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. આ સાથે રત્નો પહેરવાથી કમજોર ગ્રહના પ્રભાવથી પણ બચી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનું ઘણુ મહત્વ છે. આ રત્નો ધારણ કરવાથી ઘણી સમસ્યામાંથી રાહત મળે છે, તો ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. આ સાથે રત્નો પહેરવાથી કમજોર ગ્રહના પ્રભાવથી પણ બચી શકાય છે. જોકે, રત્નો હંમેશા જ્યોતિષની સલાહથી ધારણ કરવા જોઇએ. આવામાં આજે આપણે અમુક રત્નો વિશે જાણીશું.

મુંગા ધારણ કરવાથી મંગળ બળવાન બને છે. મંગળ બળ, સૌર્ય, હિંમત અને શક્તિનો સ્વામી છે. જાણકાર વ્યક્તિની સલાહથી તેને પહેરવાથી ભાગ્ય તેની તરફદારી કરવા લાગે છે. રાજનીતિ, પ્રશાસન, સેના, પોલીસ, ચિકિત્સા ક્ષેત્ર, તેલ, ગેસ, સંપત્તિ સાથે જોડાયેલા લોકોને આ રત્ન ધારણ કરવાથી વિશેષ લાભ થાય છે.
નીલમ ધારણ કર્યા બાદ આવકના નવા સ્ત્રોત ખુલે છે અને સંપત્તિમાં વધારો થાય છે. તેને મનોકામના પૂર્ણ કરનાર રત્ન માનવામાં આવે છે. નીલમણિ એટલે કે નીલમ પહેરવાથી નોકરી અને વ્યવસાયમાં સફળતા મળે છે. આ સાથે વેપાર વધે છે.
ટાઇગર સ્ટોન પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે. વેપારીઓને ઘણો ફાયદો થાય. ધંધામાં વૃદ્ધિ થવા લાગે છે. આ પથ્થર પહેરવાથી આર્થિક તંગીમાંથી રાહત મળે છે.
પોખરાજ પહેરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને બુદ્ધિ પણ તેજ થાય છે. તેના કારણે તમામ બગડેલા કામ બનવા લાગે છે. આ રત્ન આર્થિક સંકડામણ દૂર કરે છે અને સંપત્તિમાં વધારો કરે છે.
જેડ સ્ટોન પહેરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવે છે. નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિના નવા માર્ગો ખુલશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જેડ સ્ટોન પહેરવાથી કિડનીની સમસ્યા અને હૃદય સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.












Click it and Unblock the Notifications
