• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચાર મુખી રુદ્રાક્ષ ઈમ્યુનિટી વધારે છે, આપે છે પાવર

|

પાછલા આઠ મહિનાથી આખી દુનિયા કોરોના વાયરસના પ્રકોપ સામે લડી રહી છે. દુનિયાભરમાં કોરોડો લોકો આ વાયરસના લપેટામાં આવી ચૂક્યા છે અને લાખો લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ રોગથી બચવા માટે વેક્સીન બનાવવાના પ્રયાસ પણ અનેક દેશના મેડિકલ સાઈન્ટિસ્ટ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈને પણ સંપૂર્ણ સફળતા નથી મળી શકી. જો કે આ બીમારીથી બચવા માટે એક રીત છે, આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારીને આ વાયરસનો સામનો કરી શકાય છે.

ભારતીય જ્યોતિષ ચિકિત્સા

ભારતીય જ્યોતિષ ચિકિત્સા

એલોપેથી, આયુર્વેદ, હોમ્યોપેથી, યૂનાની ચિકિત્સા સહિત રોગ ઉપચારની તમામ પદ્ધતિઓ આ વાત પર જોર આપી રહ્યા છે કે મનુષ્યે પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી વધારવી જરૂરી છે. તમામ પેથિઓ પોતાના ઉકેલો આપી રહ્યા છે એવામાં ભારતીય જ્યોતિષ ચિકિત્સા પણ પાછળ નથી.

રુદ્રાક્ષ વધારે છે ઈમ્યુનિટી
સદીઓથી હિન્દુ પૂજા પદ્ધતિનો પ્રમુખ ભાગ રહેલ રૂદ્રાક્ષ પણ ઈમ્યૂનિટી મજબૂત કરે છે, આ વાત બહુ ઓછા લોકોને ખબર હશે. રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શઇવના નેત્રોથી અશ્રુ પડવાથી થઈ હોવાનું મનાય છે. રૂદ્રાક્ષ 1 મુખીથી લઈ 21 મુખી સુધી હોય છે. પ્રત્યેક રૂદ્રાક્ષનું પોતાનું મહત્વ છે. અહીં જો આપણે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા પર વાત કરીએ તો તેમાં ચાર મુખી રૂદ્રાક્ષને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.

ચાર મુખી રૂદ્રાક્ષના લાભ

ચાર મુખી રૂદ્રાક્ષના લાભ

 • ચાર મુખી રૂદ્રાક્ષને જીવનના ચાર પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કરાવતો કહેવામાં આવ્યો છે. અર્થાત ચાર મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્યને આધ્યાત્મિક લાભ, આર્થિક લાભ, શારીરિક સુખ અને મોક્ષની પ્રાપ્તી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ પહેરવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા પણ મજબૂત થાય છે.
 • ચાર મુખી રૂદ્રાક્ષને ગળામાં ધારણ કરવાથી આ શરીરના સાતેય ચક્રોમાં પ્રાણ વાયુનો સંચાર કરી તેમને જાગ્રત કરે છે, જેનાથી મનુષ્ય માટે કંઈપણ અશક્ય નથી રહેતું.
 • આ શરીરમાં એવી ઉર્જાના તરંગોનો પ્રવાહ કરે છે, જે કોઈપણ રોગને પનપવા ના દે, ખાસ કરીને બાહરી બેક્ટેરીયા, જીવાણુ, વિષાણુ, શરીર પર પોતાનો બિલકુલ પ્રભાવ નથી દેખાડી શકતા.
 • આ શ્વસન સંબંધી રોગોથી બચાવ કરે છે. ફેફસાંની ક્ષમતામાં વધારો કરે છે.
 • આ રૂદ્રાક્ષ શરીરના ઔરા અર્થાત આભામંડલને શુદ્ધ કરે છે. જેનાથી આધ્યાત્મિક ઉન્નતિ તેજીથી થાય છે અને મન મસ્તિષ્ક સકારાત્મક ઉર્જાથી ભરેલાં રહે છે.
 • આ આત્મવિશ્વાસને વધારી પ્રત્યેક કાર્યમાં સફળતા આપવામાં મદદ કરે છે. વ્યક્તિ પ્રત્યેક વાતમાં સકારાત્મક પક્ષને વધુ જોય છે.
 • કલા, સાહિત્ય, લેખન, મીડિયા, ફિલ્મ એક્ટિંગ, વિદ્યાર્થી, શિક્ષક, સંશોકો, વૈજ્ઞાનિક લોકોએ ચાર મુખી રૂદ્રાક્ષ જરૂર ધારણ કરવું જોઈએ.

Rahu-Ketu Effect: રાહુ-કેતુનુ મહાપરિવર્તન 23 સપ્ટેમ્બરે, જાણો શું થશે અસરRahu-Ketu Effect: રાહુ-કેતુનુ મહાપરિવર્તન 23 સપ્ટેમ્બરે, જાણો શું થશે અસર

કેવી રીતે ધારણ કરવું

કેવી રીતે ધારણ કરવું

 • ચાર મુખી રૂદ્રાક્ષને કોઈપણ દિવસે શુભ મુહૂર્તમાં પહેરી શકાય છે. ધારણ કરતા પહેલા ગંગાજળથી શુદ્ધ કરી લો. પૂજા સ્થાનમાં ભગવાન શિવની ફોટો કે શિવલિંગથી સ્પર્શ કરાવીને રાખો.
 • જે બાદ તેને લાલ દોરામાં પરોવી ગળામાં પહેરી શકાય છે. દોરાની લંબાઈ એટલી રાખવી કે તે થ્રોટ ચક્રને સ્પર્શ કરતું રહે. આનાથી શ્વસન સંબંધી રોગો દૂર થાય છે.
 • જો હ્રદય સંબંધી રોગ હોય છે તો દોરાની લંબાઈ એટલી રાખવી કે રૂદ્રાક્ષનો સ્પર્શ બંને વક્ષ સ્થળના માધ્યમમાં થાય.
 • શરીરને સ્પર્શ કરતા રહેવાથી આ હરેક પ્રકારના બેક્ટેરિયા, વાયરસથી બચાવે છે.
 • આ રૂદ્રાક્ષ શરીરની ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. માનસિક શક્તિ મજબૂત થાય છે જે તમને પ્રત્યેક રોગથી લડવા અને બચવાની શક્તિ આપે છે.
English summary
Four-faced Rudraksha boosts immunity, gives power
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X