Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Friendship Day 2019: રાશિ મુજબ જાણો કોની સાથે થશે તમારી પાક્કી દોસ્તી

દરેકના જીવનમાં દોસ્તી માટે ખાસ જગ્યા છે. તમે તમારા સંબંધીઓ તો ના પસંદ કરી શકો પરંતુ તમે તમારા પસંદ કરેલા દોસ્તોથી એક પરિવાર જરૂર બનાવી શકો છો.

દરેકના જીવનમાં દોસ્તી માટે ખાસ જગ્યા છે. તમે તમારા સંબંધીઓ તો ના પસંદ કરી શકો પરંતુ તમે તમારા પસંદ કરેલા દોસ્તોથી એક પરિવાર જરૂર બનાવી શકો છો. તેમની સાથે તમે તમારા દિલની બધી વાતો કહી શકો છો. ઘર પરિવાર, કોલેજ કે પછી ઓફિસ જેવી જગ્યાઓએ કે જીવનમાં તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવી રહી હોય તો તેના વિશે દોસ્તો સાથે ચર્ચા કરવામાં કોઈ પ્રકારની ઝિઝક નથી હોતી.

કઈ રાશિના જાતકો સાથે તમારી દોસ્તી પાક્કી બનશે

કઈ રાશિના જાતકો સાથે તમારી દોસ્તી પાક્કી બનશે

કોઈની સાથે દોસ્તી જાળવી રાખવા માટે પ્રયાસ અને પરસ્પર તાલમેલની જરૂર પડે છે અને આમાં ઈગોની જગ્યા હોતી નથી. પરંતુ કદાચ આ વાત જાણીને તમને આશ્ચર્ય થશે કે રાશિની મદદથી તમે પોતાના માટે દોસ્ત શોધી શકો છો. ભલે દોસ્તી કરતી વખતે આપણે સામેવાળાની દરેક નાની વાત પર ધ્યાન નથી આપતા, તેમની અમુક આદતો અને વિચાર હોય છે જે તમારી સાથે કનેક્ટ કરી જાય છે. આ ફ્રેન્ડશિપ ડેના દિવસે પોતાની દોસ્તીને સેલિબ્રેટ કરો અને સાથે સમય પસાર કરો. હાલમાં પોતાની રાશિ અનુસાર જાણો કે કઈ રાશિના જાતકો સાથે તમારી દોસ્તી બહુ જ પાક્કી બનશે.

સાથ મળવાથી તમને સકારાત્મકતા મળે

સાથ મળવાથી તમને સકારાત્મકતા મળે

મેષઃ મેષ રાશિના જાતકોની દોસ્તી ધન રાશિના લોકો સાથે બહુ સારી રહે છે. આ સાથે સિંહ રાશિના લોકો સાથે પણ તમારો તાલમેલ સારો રહેશે.

વૃષભઃ વૃષભ રાશિની મિત્રતા મકર રાશિવાળા સાથે સારી રહી છે. તેમની સાથે તેઓ પોતાની દોસ્તી એન્જોય કરે છે.

મિથુનઃ આ રાશિવાળાની સાચી દોસ્તી કુંભ રાશિના જાતકો સાથે હોય છે. તેમનો સાથ મળવાથી તમને સકારાત્મકતા મળે છે.

કર્કઃ મીન રાશિના જાતકો સાથે કર્ક રાશિવાળાની પાક્કી દોસ્તી હોય છે. મીન રાશિવાળાનો સાથ તમારા માટે લાભદાયક રહેશે.

સિંહઃ સિંહ રાશિના લોકોનો તાલમેલ મિથુન અને ધન રાશિના જાતકો સાથે ખૂબ સારો રહે છે.

કન્યાઃ કન્યા રાશિના લોકોની દોસ્તી મિથુન અને સિંહ રાશિવાળા સાથે ખૂબ સારી રહે છે.

ગાઢ દોસ્તી રહે છે

ગાઢ દોસ્તી રહે છે

તુલાઃ તુલા રાશિના જાતકોનો સાથ વૃષભ રાશિના લોકો સાથે ખૂબ સારો રહે છે. વળી, મકર અને કુંભ રાશિના લોકો સાથે પણ તેમની દોસ્તી ખૂબ સારી રહે છે.

વૃશ્ચિકઃ મીન અને સિંહ રાશિના લોકો સાથે તેમની સારી દોસ્તી જામે છે.

ધનઃ ધન રાશિના લોકો માટે સિંહ અને કર્ક રાશિના જાતકો સાથે દોસ્તી બહુ મજબૂત રહે છે.

મકરઃ મિથુન અને વૃષભ રાશિના જાતકો સાથે તેમની ગાઢ દોસ્તી હોય છે.

કુંભઃ તમારી દોસ્તી તુલા, મકર અને વૃષભ રાશિના જાતકો સાથે સારી રહેશે.

મીનઃ મીન રાશિના લોકો માટે સૌથી ભરોસાપાત્ર દોસ્ત કર્ક રાશિવાળા રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X