For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશ ચતુર્થી 2017 : આ વર્ષે 10 નહિં, 11 દિવસ બિરાજશે ગણપતિ

આ વર્ષે ગણેશ ચતુર્થી 25 ઓગસ્ટે છે. જે માટે ભક્તોની તૈયારી જોરશોરથી ચાલી રહી છે.આ વર્ષે ગણપતિ બાપ્પા 10 નહી પરંતુ 11 દિવસ બિરાજમાન રહેશે. આ અંગે વધુ વાંચો અહી..

By Desk
|
Google Oneindia Gujarati News

ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આથી આ દિવસને ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં તહેવારની રીતે ખૂબ ધૂમધામથી ઉજવાય છે ભક્તો આ દિવસ દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી દસ દિવસો સુધી વિધ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરે છે.

અનંત ચતુર્દશી

અનંત ચતુર્દશી

ગણેશ ભક્તો માટે ખુશખબરી છે. આ વર્ષે તેમના પ્રિય ગણપતિ બાપ્પા 10 દિવસ નહિં પરંતુ 11 દિવસ તેમના ઘરે બિરાજશે. કારણ કે આ વખતે ગણેશ ઉત્સવ 25 ઓગસ્ટે શરૂ થઈ અને 5 સપ્ટેમ્બરે પૂરો થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ધાર્મિક કેલેન્ડર પ્રમાણે ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદની ચોથના દિવસે મનાવાય છે, માન્યતા છે કે ભગવાન ગણેશનો આ દિવસે જન્મ થયો હતો. અને અનંત ચુતર્દશીએ ગણેશ વિસર્જન કરવામાં આવે છે. આ વખતે અનંત ચતુર્દશી 5 સપ્ટેમ્બરે આવી રહી છે. જેથી તમે પૂરા 11 દિવસ બાપ્પાની સેવા કરી શકશો.

આગમનની તૈયારી

આગમનની તૈયારી

બાપ્પાના ભક્તો તેમના આગમનની તૈયારી કરી રહ્યા છે, લોકોના ઘરોમાં ગણપતિની સ્થાપનાની તૈયારી ચાલી રહી છે. આ ઉત્સવનું સમાપન અનંત ચતુર્દશીના દિવસે શ્રી ગણેશની મૂર્તિને સમુદ્રમાં વિસર્જિત કર્યા બાદ થાય છે.

લોકોમાં જબરજસ્ત ઉત્સાહ

લોકોમાં જબરજસ્ત ઉત્સાહ

આ દિવસે જે સાચી શ્રધ્ધાથી ગણપતિની આરાધના કરે છે. તેમના પર આખુ વર્ષ ગણેશજીની કૃપા રહે છે. બુદ્ધિ, જ્ઞાન અને વિધ્નહર્તાના રૂપે પૂજાતા શ્રી ગણેશજીના સ્વાગતની પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહે છે.

શિવપુરાણમાં ઉલ્લેખ

શિવપુરાણમાં ઉલ્લેખ

શિવપુરાણમાં કહેવાયુ છે કે માતા પાર્વતીએ સ્નાન કરતા પહેલા પોતાના મેલથી એક બાળકને ઉત્પન્ન કરી તેને પોતાનો દ્વારપાળ બનાવ્યો હતો અને કહ્યુ કે જ્યાં સુધી તે સ્નાન કરી બહાર ન આવે ત્યાં સુધી કોઈને પણ ઘરની અંદર પ્રવેશ કરવા દેવું નહિં. જ્યારે શિવે પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો તો, બાળકે તેમને પણ અંદર જવા દીધા નહિં. તેથી એ બાળક સાથે શિવે ભયંકર યુદ્ધ કર્યુ પણ કોઈ તેને હરાવી શક્યુ નહિં.

ગજ મસ્તકને બાળકના ધડ પર મુક્યુ

ગજ મસ્તકને બાળકના ધડ પર મુક્યુ

જેથી ભગવાન શંકર ગુસ્સે થઈ પોતાના ત્રિશુળથી બાળકનું માથુ કાપી નાખ્યુ, જેનાથી માતા પાર્વતી નારાજ થઈ ગયા અને તેમણે પ્રલય કરવાનું નક્કી કર્યું. આ જોઈ ડરેલા દેવોને દેવર્ષિ નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરી તેમને શાંત કર્યા. શિવજીના કહ્યા મુજબ વિષ્ણુજી ઉત્તર દિશામાં સૌથી પહેલા મળેલા જીવ(હાથી)નું માથુ કાપીને લઈ આવ્યા. શિવે આ ગજના મસ્તકને બાળકના ધડ પર રાખી તેને પુનઃજીવિત કરી કર્યુ.

દેવોમાં અગ્રણી રહેવાના આશીર્વાદ

દેવોમાં અગ્રણી રહેવાના આશીર્વાદ

માતા પાર્વતીએ આ ગજમુખ બાળકને પોતાના હૃદયથી લગાવી લીધુ અને દેવતાઓમાં અગ્રણી રહેવાના આશીર્વાદ આપ્યા. કહેવાય છે કે લંબોદરની જે પણ પૂજા કરે છે, તેની તમામ મનોકામના પૂરી થાય છે અને તેના પર આવનારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.

English summary
Ganesh Chaturthi commemorates the birthday of Lord Ganesh.In 2017, Ganesh Chaturthi is on August 25, Anant Chaturdasi is on September 5.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X