આ વર્ષે 17 સપ્ટેમ્બર ગુરૂવારે ભાદ્રપદ શુક્લપક્ષ ચતુર્થીના દિવસે દેશભરમાં ગણેશ ચતુર્થી મનાવવામાં આવશે. આ વર્ષે ગણેશ ચતુર્થી પર એવા ચાર યોગ છે, જે વર્ષો પછી બન્યા છે. આ વર્ષે ગણેશ ચતુર્થી ખુબ જ ખાસ છે, અને તમારા ઘરમાં ચોક્કસ સુખ સમૃદ્ધી લઈને આવશે.
ચતુર્થી પર મહાયોગ
1). કન્યાની સંક્રાતિમાં 19 વર્ષ બાદ ગણેશ ચતુર્થી મનાવવામાં આવશે.
2). 12 વર્ષ બાદ ગણેશ ચતુર્થી ગુરૂ, સૂર્ય સિંહ સંક્રાતિમાં છે. જે આગામી 12 વર્ષ બાદ 4 સપ્ટેમ્બર 2027માં આવશે.
3). રવિ યોગ જે સૂર્યોદયથી રાત્રે 1.32 મિનીટ સુધી રહેશે. એન્દ્ર યોગ કે જે સૂર્યોદય પહેલાથી સાંજે 6.23 વાગ્યા સુધી રહેશે.
4). સિંહમાં ગુરૂનો યોગ.
વિદ્યા અને બુદ્ધિના દેવ ગણેશજીની ચતુર્થીનો આવો દુર્લભ યોગ ઘણાં વર્ષો બાદ આવ્યો છે. જેમાં વિદ્યા અને સાધના કરવાથી ઉત્તમ ફળ પ્રદાન થશે.
ગણેશ પ્રતિમા બનાવવાની શાસ્ત્રીય વિધી
મંગલમૂર્તિની મૂર્તિ શાસ્ત્રીય વિધીવિધાનથી બનાવવી જોઈએ. જેમાં શુદ્ધ સ્થળેથી લીધેલી માટી, ગંગાજળ, તીર્થોનું જળ, તીર્થોની માટી, પંચગવ્ય, પંચામૃત, દુર્વા, ગોબર, સહિત અન્ય 56 પ્રકારની ઔષધીઓ પણ મેળવવી જોઈએ. મૂર્તિને આકાર આપતી વખતે સતત ગણેશજીના નામનું સ્મરણ કરતા રહેવું જોઈએ. મૂર્તિને રંગ આપવા માટે સિંદુર, કાજળ, અબીલ, ગુલાલ, હળદર, અને ભસ્મનો પ્રયોગ કરવો જોઈએ.
ગણેશ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બ્રાહ્મણ પાસે કરાવીને બહ્મમુર્હુતમાં પૂજા વિધી કરવી જોઈએ.
આ વાતોનું ખાસ ધ્યાન રાખો
ગણેશજીનો રંગ શ્યામ છે તેથી સિંદુરી અથવા તો શ્યામ રંગની મૂર્તિ બનાવો. ગણેશજીને તુલસી નથી ચઢાવવામાં આવતી.
અભિષ્ટ પ્રાપ્તિ માટે
ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરો.
બુદ્ધિ પ્રાપ્તિ માટે
21 વાર ગણપતિ નામનું સ્મરણ કરો.
રોગ મુક્તિ માટે
ગાયત્રી ગણપતિનું વિશેષ અનુષ્ઠાન કરો.
વ્યાપાર વૃદ્ધી માટે
લક્ષ્મી ગણપતિનું સ્થાપન અને પૂજન કરો.
લક્ષ્મી પ્રાપ્તિ માટે
લક્ષ્મી ગણપતિ પૂજન કરો, બિલીપત્ર ચઢાવો.
શીઘ્ર વિવાહ હેતુ
રિદ્ધિ-સિદ્ધિ સહિત ગણેશજીની પૂજા કરો.
સંતાન પ્રાપ્તિ માટે
બાલ ગણેશની પૂજા કરો.
શત્રુ નિવારણ માટે
ઋણમોચન ગણપતિના 21 વાર પાઠ કરો.
નવ ગ્રહ પીડા નિવારણ હેતુ
નવરત્ન ગણપતિ અર્ચન પૂજા કરો.
ગણપતિ સ્થાપનાનો ઉત્તમ સમય
શુભ સમય:- સવારે 6.17-7.48 સુધી, સાંજે 4.54-6.24 સુધી
અભિજીત સમય:- બપોરે 11.56થી 12.45 સુધી
લાભ સમય:- 12.21થી 1.52 સુધી
ચર સમય:- 10.50થી 12.21 સુધી, સાંજે 7.54થી 9.24 સુધી
અમૃત સમય:- સાંજે 6.24થી 7.24 સુધી.
રાહુ કાલ અને ભદ્રા
વર્જિત રાહુ કાલ બપોરે 1.52 વાગ્યાથી લઈને 3.23 સુધી છે.