Business Horoscope 2017: મિથુન રાશિવાળા ઉન્નતિ કરશે
મિથુન રાશિનો સ્વામી બુધ છે, માટે સ્વભાવિક છે કે આ રાશિવાળા લોકોને વર્ષ 2017માં વેપારમાં ઉન્નતિ થશે, વૃદ્ધિ થશે અને સફળતા મળશે. જેટલી ઝડપથી વેપાર વધશે એટલી જ ઝડપથી પૈસા જવાના પણ અલગ-અલગ રસ્તા ઊભા થશે. માટે મિથુન રાશિના જે લોકો ખરાબ સંગતમાં છે, ધૂમ્રપાન કે કોઇ બીજા નશીલા પદર્થોનું સેવન કરે છે, એ લોકો સાવધ થઇ જાય. તમારા મિત્રો જ તમારા વેપારને નુકસાન પહોંચાડે એવું બની શકે.
પ્રિન્ટ વ્યવસાય, સ્ટેશનરી, કટલરી, ઘરગથ્થું ઉપયોગનો સામાન વેગેર જેવા વ્યવસાયમાં રોકાયેલા લોકો માર્ચથી જૂનની વચ્ચે કાર્ય વિસ્તાર કરી શકે છે. ભાગીદારીમાં શરૂ કરેલો બિઝનેસ લાભ કરાવશે, પરંતુ અહીં પણ ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વધુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું; સાસરા પક્ષ તરફથી આવેલા પૈસામાંથી કોઇ બિઝનેસ ન કરવો, નહીં તો મુસીબત ઊભી થઇ શકે છે.
વેપારને વિસ્તારવામાં ભાગીદારની મદદ મળશે
જુલાઇથી નવેમ્બર સુધીના સમયગાળામાં વેપાર-વ્યવસાયમાં પરિવર્તન આવવાના સંકેત છે. વેપાર અર્થે યાત્રાઓ કરવી પડી એવું બને. ખેતી સંબંધી કામો સાથે જોડાયેલા લોકોને નવા પ્રોજેક્ટ, કરાર મળી શકે છે. વેપારમાં કોઇ ભાગીદાર એવો મળશે, જે વેપાર વિસ્તારવામાં મદદરૂપ બનશે. નશીલા પદાર્થો, જુઓ, લૉટરીથી દૂર રહેવું. શેર માર્કેટ, પ્રોપર્ટીનો બિઝનેસ લાભ કરાવશે.
- લાભઃ શેર માર્કેટ, પ્રોપર્ટી, પ્રિન્ટિંગ બિઝનેસ, સ્ટેશનરી
- નુકસાનઃ બિલ્ડિંગ મટિરિયલ
- ઉપાયઃ શ્રીસૂક્તનો નિયમિત પાઠ કરવો. દર બુધવારે ગણેશ મંદિર દર્શન કરવા જવું. દરેક મહિનાના પહેલા બુધવારે ગાયને પાલક ખવડાવવી.