
Gemini Business Horoscope 2021: મિથુન રાશિના જાતકો પડકારો છતાં વિજેતા બનશે
Gemini Business Horoscope 2021: મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2021 ફરીથી પડકારજનક રહેશ. અષ્ટમ શનિના કારણે પરેશાનીઓ બની રહેશે. ઉન્નતીના રસ્તે અવરોધો રહેશે. માર્ચ સુધીનો સમય વધુ મુશ્કેલી ભર્યો રહેશે. આર્થિક મોર્ચે થોડા પરેશાન રહી શકો છો. જો કે વચ્ચે- વચ્ચે થોડા મહિના એવા પણ રહેશે જે તમારા લૉસની ભરપાઈ કરતા રહેશે માટે વધુ ચિંતિત થવાની જરૂરત નથી. આ રાશિના જે લોકો પહેલીવાર વેપારના ક્ષેત્રમાં આવી રહ્યા છે અથવા જે લોકો પોતાનો સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે તેમને સહયોગ અને સારા મોકા મળશે અને જેઓ પહેલેથી જ કોઈ બિઝનેસમાં છે તેમણે અપ-ડાઉન છતાં લાભ પ્રાપ્ત થશે.
મેથી નવેમ્બર 2021 વચ્ચે સમય જોઈએ તો તમને સારો લાભ મળવાની સંભાવના છે. વિદેશી વેપારથી સારો ફાયદો કમાઈ શકો છો. જૂની યોજનાઓ પર કામ કરવાનો પણ આ સમય રહેશે. પાર્ટનરશિપથી કોઈ મોટી યોજના બનાવી હોય તો તે સફળ થશે.
આ પણ વાંચો
- Virgo Business Horoscope 2021: કન્યા રાશિના જાતકો માટે વ્યવસાય સાતમા આસમાને પહોંચશે
- Leo Business Horoscope 2021: સિંહ રાશિના જાતકોને પ્રતિસ્પર્ધિઓ સાથે ટક્કર મળશે
- Cancer Business Horoscope 2021: કર્ક રાશિના જાતકો માટે બિઝનેસમાં લાભના સંયોગ
- Taurus Business Horoscope 2021: વૃષભ રાશિના જાતકોને બિઝનેસમાં ગતિ મળશે
- Aries Business Horoscope 2021: મેષ રાશિના જાતકો માટે આ વર્ષ શુભ રહેશે, બિઝનેસના કિંગ બનશો
- Aquarius Business Horoscope 2021: શરૂઆતી પરેશાની બાદ સમય સારો છે
- Capricorn Business Horoscope 2021: સફળતા- અસફળતાનો સંયોગ ચાલુ રહેશે
- Sagittarius Business Horoscope 2021: શ્રેષ્ઠ વેપારી બનવાનો સુવર્ણ મોકો મળશે
- Scorpio Business Horoscope 2021: યોજના બનાવીને કામ કરવાથી લાભ થશે
- Libra Business Horoscope 2021: તુલા રાશિના જાતકો માટે સફળતા દાયક રહેશે વર્ષ
હેલ્થ સેક્ટરમાં સારો ઉછાળ જોવા મળશે
મિથુન રાશિના જે લોકો શેર માર્કેટ, કોમોડિટી બજાર, અનાજ, લૉટરી, વીમા સેક્ટર સાથે જોડાયેલા છે તેઓ લાભમાં રહેશે. આ વર્ષ હેલ્થ સેક્ટરમાં પણ સારો ઉછાળો જોવા મળશે. લોખંડ, ઈલેક્ટ્રોનિક્સ, રેડીમેડ કપડાં, બ્યૂટી પ્રોડક્ટ, હેલ્થ પ્રોડક્ટમાં રોકાણ કરવાથી ફાયદો થશે. પૈતૃક કાર્યોને પણ ઉન્નતિ આપવામાં સફળ થશો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે જોડાયેલા લોકો પણ પ્રોફિટમાં રહેશે. જુલાી- ઓગસ્ટનો સમય મહત્વપૂર્ણ રહેશે. સાતમા ભાવમાં બનેલો બુધાદિત્ય યોગ પાર્ટનરશિપ અથવા કોઈ સ્વજનની મદદથી કારોબારને આગળ વધારવાના સંકેત આપી રહ્યો છે.