• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gemini Horoscope 2022: મિથુન રાશિવાળાના જીવનમાં આ વર્ષે આવશે ઘણા ઉતાર-ચડાવ

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મિથુન રાશિવાળા માટે વર્ષ 2022 મિશ્રિત ફળ આપનારુ રહેશે. જો કે તમે ઈચ્છો તો પોતાની સૂઝબૂઝ અને પરિશ્રમથી તેને વધુ સારુ બનાવી શકો છો. આ વર્ષ તમને પોતાના લક્ષ્ય પર પૂરુ ફોકસ કરવાની સલાહ આપવામાં આવે છે. ઘણી વાર તમારુ મન આમતેમ ભટકી શકે છે. તમે બેકાર વસ્તુઓમાં પોતાનો ઘણો સમય નષ્ટ કરી શકો છો. તમને પોતાના કિંમતી સમયનો સદુપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. થોડા સમય માટે તમારા જીવનમાં કંઈક ખાલીપો પણ રહેશે. તમે ઘણુ એકલવાયુ અનુભવી શકો છો. મેથી ઓક્ટોબરનો સમય તમારા માટે મહત્વપૂર્ણ રહેવાના અણસાર છે. આ સમયમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારા કામકાજમાં તેજી આવશે. આ દરમિયાન ઘરનો માહોલ પણ ઘણો સારો રહેશે. જીવનસાથી સાથે સંબંધમાં અંતર ઘટશે.

જો તમારા શિક્ષણની વાત કરીએ તો આ વર્ષે અભ્યાસને લઈને ચાલી રહેલ તમારા પ્રયત્નમાં સફળતા મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ કરી રહેલા જાતકો માટે આ વર્ષ કંઈક સારુ સાબિત થશે. કુલ મળીને તમે જેટલી કઠોર મહેનત કરશો તમને એટલુ સારુ ફળ મળશે. તમે ભાગ્યના ભરોસે કંઈ ન છોડો તો સારુ રહેશે.

નોકરી

નોકરી

નોકરિયાત જાતકોએ આ વર્ષે વધુ મહેનત કરવી પડી શકે છે. બની શકે કે તમે કામનુ વધુ દબાણ અનુભવી શકો છો. આ દરમિયાન ઓફિસમાં તમારે અમુક આકરા પડકારોનો સામનો કરવો પડી શકે છે. વિપરીત પરિસ્થિતિઓમાં તમારે સંયમથી કામ લેવાની જરુર છે નકર તમારી નાનકડી ભૂલ તમને મુસીબતમાં મૂકી શકે છે. જો કે આ વર્ષ તમે પોતાના કામ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત રહેશો. વર્ષનો અંત તમારા માટે વધુ પડતો વ્યસ્ત રહેશે.

વેપાર

વેપાર

વેપાર સાથે જોડાયેલ જાતકોને આ વર્ષે મહેનતની સાથે સાથે પોતાની બુદ્ધિનો પણ પૂરો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સમયમાં તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. ખાસ કરીને ભાગીદારીમાં કોઈ પણ કામ કરતા પહેલા તમે સારી રીતે સમજી વિચારી લો. પૈસા બાબતે પણ તમને સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવે છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતી વખતે સાવચેતી રાખો.

પ્રેમ અને વૈવાહિક જીવન

પ્રેમ અને વૈવાહિક જીવન

આ રાશિના પરિણીત જાતકો માટે આ વર્ષ એટલુ ખાસ નહિ રહે. ખાસ કરીને વર્ષની શરુઆત તમારા માટે ખૂબ મુશ્કેલ રહેશે. આ સમયમાં તમારી વચ્ચે તણાવ રહેશે. જો કે સમય પસાર થવા સાથે તમારી વચ્ચે બધુ સામાન્ય થઈ જશે. તમારી વચ્ચેની કડવાશ ઓછી થશે અને તમે એકબીજાની નજીક આવશે. સાથે જ અવિશ્વાસની ભાવના પણ દૂર થઈ શકે છે. રોમેન્ટીક લાઈફની જો વાત કરીએ તો આ વર્ષે ઘણા ઉતાર-ચડાવ આવી શકે છે પરંતુ તેમછતાં તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે. તમારા પ્રેમ જીવનમાં રોમાંસ વધી શકે છે.

શિક્ષણ

શિક્ષણ

શિક્ષણના ક્ષેત્રમાં તમને સારી સફળતા મળી શકે છે. જો તમે પોતાનો અભ્યાસ પૂરો કરી ચૂક્યા હોય અને તમે નોકરી શોધી રહ્યા હોય તો તમને મનગમતી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે. જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કઠોર પરિશ્રમ કરી રહ્યા હોય તો તમને મનગમતી કૉલેજમાં પ્રવેશ મળી શકે છે. વળી, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગેલા જાતકોની પણ મહેનત રંગ લાવી શકે છે.

આરોગ્ય

આરોગ્ય

આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ 2022 તમારા માટે ઉતાર-ચડાવથી ભરેલુ રહેવાનુ છે. આ વર્ષે તમારે પોતાના ખાનપાનનુ વધુ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સમયમાં તમારે વધુ મસાલેદાર ભોજનથી દૂર રહેવાની જરુર છે. આ ઉપરાંત વધુ તણાવ પણ તમારી તબિયત બગાડી શકે છે. આ સમયમાં તમને લોહી કે હવા સાથે સંબંધિત કોઈ રોગ થઈ શકે છે.

English summary
Gemini Yearly Horoscope 2022: Know Gemini Varshik Rashifal 2022 including marriage, career, education, finance and health predictions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X