આ છે ધનતેરસ 2018ના શુભ મુહૂર્ત
દિવાળીની રોનક માર્કેટમાં દેખાઈ રહી છે. નાનાથી લઈ મોટી મોટી દુકાનોમાં લક્ષ્મી અને ગણેશની મૂર્તિની સાથે સાથે સોના ચાંદીના ઘરેણાં, સિક્કા, દૈનિક જીવનમાં ઉપોયગી મશીનો અને બીજી મોંઘી ચીજોની સજાવટ થઈ ચૂકી છે. આ તમામ તૈયારીઓ છે ધનતેરસની. જેમ લક્ષ્મીજી ધનના દેવી મનાય છે, તેમ જ વ્યક્તિ માટે સૌથી મોટું ધન છે નિરોગી શરીર. ભૌતિક ધનથી તો આપણે આપણા જીવનની જરૂરિયાતો પૂરી કરીએ છીએસ, પરંતુ સ્વસ્થ તન થકી જ આપણે સારા કામ કરી શકીએ છીએ. સ્વસ્થ શરીરમાં જ સુંદર મન વસે છે. એટલે જ શ્રી લક્ષ્મીની પૂજાની સાથે સાથે ધન્વંતરી દેવતાની પૂજા કરવાનો પણ પુરાણોમાં ઉલ્લેખ છે. ધન્વંતરીને ચિકિત્સાના દેવતા મનાયા છે.

આ છે કથા
કથા પ્રમાણે સમુદ્ર મંથન બાદ શ્રી હરિ વિષ્ણુના ણંશ રૂપે ધન્વંતરિ હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. એટલે ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. ધનતેરસના દિવસે ચાંદી ખરીદવાની પણ પ્રથા છે. ચાંદીને ચંદ્રમાનું પ્રતીક મનાય છે, જે શીતળતા અર્પે છે. જો આપણે ચંદ્રમાને એકાગ્રચિત્તે જોઈએ તો મન શાંત અને ક્લેશ રહિત થાય છે. શાંત મનમાં જ સંતોષ વસે છે, જેને ભૌતિક સંસાધનોની ચમક દમક પ્રભાવિત નથી કરતી. જો ચાંદી ખરીદવી શક્ય ન હોય તો નાનું મોટું વાસણ ખરીદો.

શુભ મુહૂર્ત
લક્ષ્મી ગણેશ કુબેરની પૂજા માટે ધનતેરસના દિવસના આ મુહૂર્ત છે.

સવારે 6.10થી 8.06 સુધી
પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. કારણ કે ભગવાન ગણેશ વિધ્ન વિનાશક છે. તેમની પૂજા બાદ માતા લક્ષ્મીની અને ધનના સ્વામી કુબેરની પૂજા થાય છે. લક્ષ્મીને લાલ ફૂલ વિશેષ પ્રિય છે, એટલે પૂજામાં લાલ ફૂલનો પ્રયોગ થાય છે.