
Guru Purnima 2020: જેમના કોઇ નથી તેમના ગુરુ ભગવાન હનુમાન છે, ગુરુ પૂર્ણિમાના દિવસે આ કામ કરો
Guru Purnima 2020: ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધા આપણા ગુરુની પૂજા કરતા હોઇએ છીએ તેમને ગુરુ દક્ષિણા આપતા હોઇએ છીએ ત્યારે જેમને કોઇ ગુરુ નથી તેઓએ ચંતા કરવાની જરૂર નથી, આ સમસ્યાનું સમાધાન ગોસ્વામી તુલસીદાસે કરી દીધું છે. તુલસીદાસે હનુમાન ચાલીસામાં લખ્યું છે,
जै जै जै हनुमान गोसाई
कृपा करहु गुरुदेव की नाई
ભૌતિકવાદી યુગમાં ગુરુ પ્રત્યે આસ્થામાં ઘટાડો આવ્યો છે, જેના પરિણામ સ્વરૂપ જીવનમાં અશાંતિ, અસુરક્ષા અને માનવીય ગુણોનો અભાવ પેદા થઇ રહ્યો છે.
તુલસીદાસે રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના પ્રારંભમાં જ ગુરુ વંદના કરી છે. તેમણે કહ્યું કે જો કોઇને ગુરુ નથી તો તેઓ ભગવાન હનુમાનને પોતાનો ગુરુ બનાવી શકે છે. ઈશ્વરના સાક્ષાત્કાર વિના ગુરુકૃપા થવી અઘરી છે. હનુમાનજી સામે પવિત્ર ભાવ રાખતા તેમને તમારા ગુરુ બનાવી શકાય છે. એકમાત્ર હનુમાન જી જ છે જેમની કૃપા આપણે ગુરુની જેમ પ્રાપ્ત કરી શકીએ છીએ. તુલસીદાસજીએ હનુમાન ચાલીસાના શુભારંભ જ ગુરુના ચરણોને નમન કરતા કર્યો છે.
श्री गुरु चरन सरोज रज निज मन मुकुरु सुधारि
बरनउं रघुवर बिमल जसु, जो दायक फल चारी
बुद्धि हीन तनु जानके, सुमिरौ पवन कुमार
ब बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार
તુલસીદાસે હનુમાન ચાલીસામાં બધાને જબરંગ બલીને પોતાના ગુરુ બનાવવાનું કહ્યું છે. તેમણે શિષ્યને સચેત કરતા કહ્યું કે હનુમાનજીને ગુરુ બનાવ્યા બાદ અનુશાસિત રહેવું અનિવાર્ય છે. તમારી મતિ અને ગતિ સાચી દિશા તરફ રાખવી જોઇએ. રામ ભક્ત શ્રી હનુમાનની કૃપા મળવવી હોય તો તેમને નિયમ, ભક્તિ અને સમર્પણથી જ પ્રસન્ન કરી શકાય છે. જેમના વિચાર સારા હોય છે હનુમાનજી તેમના પર જ કૃપા કરે છે.
રામચરિતમાનસના આરંભમાં સૌપ્રથમ ગુરુ વંદનાને જ પ્રધાનતા આપવામાં આવી છે
श्रीगुर पद नख मनि गन जोती।
सुमिरत दिब्य दृष्टि हियँ होती।।
એટલે કે શ્રી ગુરુ ચરણના સ્મરણ માત્રથી જ આત્મજ્યોતિનો વિકાસ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પદને સર્વોપરી માનવામાં આવ્યું છે. જીવને ઈશ્વરની અનુભૂતિ અને સાક્ષાત્કાર કરાવતી માન પ્રતિમા ગુરુ જ છે. આ કારણે ગુરુનો સાક્ષાત્ ત્રિદેવ તુલ્ય સ્વીકાર કર્યો છે.
गुरुर्ब्रह्मा, गुरुर्विष्णु, गुरुर्देवो महेश्वरः
गुरुःसाक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः।।
આપણી પ્રાચીન ગુરુકુળ પરંપરા આનું પ્રત્યક્ષ પ્રમાણ છે. ગુરુકુળ સંસ્કૃતિએ મહર્ષિ, તપસ્વી, રાષ્ટ્રભક્ત, ચક્રવર્તી સમ્રાટ અને જગદ્ગુરુ સુધીના સુયોગ્ય મહાપુરુષ ઉપલબ્ધ કરાવ્યા છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે પણ ગુરુ મહિમાને સર્વોપરિ માની છે. જનકપુરીમાં ઋષિ વિશ્વામિત્રની સેવા એનું પ્રમાણ છે.
तेइ दोउ बंधु प्रेम जनु जीते।
गुरु पद कमल पलोटत प्रीते।।
સમસ્ત ધાર્મિક સંપ્રદાય ગુરુ પદની મહિમાને સ્વીકાર કરે છે. ગુરુના નિર્દેશનનો ભંગ કરવાથી જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરવી અસંભવ માનવામા આવે છે.
गुरु कें बचन प्रतीति न जेही।
सपनेहुँ सुगम न सुख सिधि तेही।।
ભારતીય સંસ્કૃતિમા ગુરુ આશ્રય રહિત વ્યક્તિને ઘૃણાસ્પદ માનવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ભૌતિકવાદી જન સમુદાયમાં ગુરુ પ્રત્યે આસ્થાનો અભાવ થતો જઇ રહ્યો છે. ખાસ કરીન યુવા વર્ગ આનાથી દૂર છે. જેના પરિણામ સ્વરૂપે જીવનમાં અશાંતિ, અસુરક્ષા અને માનવીય ગુણોનો અભાવ થઇ રહ્યો છે. આપણા દેશના ઋષિ- મહર્ષિ, તીર્થકર અને સતમહાપુરુષ ગૌતમ બુદ્ધ, મહાવીર જેવા દિવ્ય વિભૂતિઓએ ગુરુ પદથી પોતાના ઉપદેશોથી ઉદાર ભાવના સ્થાપિત કરી.
गुरु बिनु भव निधि तरइ न कोई।
जौं विरंचि संकर सम होई।।
સાધકને જીવનની સાર્થકતા માટે યોગ્ય ગુરુની કૃપા પ્રાપ્ત કરવી બહુ જરૂરી હોય છે. ગુરુ પ્રાપ્તિ માટે એકલવ્ય સમાન અપાર શ્રદ્ધા અને વિશ્વાસની જરૂરત છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુની પૂજા, વંદન અને સન્માન કરવું જોઇએ.
આ પણ વાંચો
- Guru Purnima 2020: જે પ્રકાશ તરફ લઇ જાય, તે ગુરુ
- Guru Purnima 2020: આજે ગુરુ પૂર્ણિમા, તમારા ગુરુને આવી રીતે કરો યાદ, જાણો મહત્વ