
હનુમાન જયંતિના દિવસે આ ઉપાયો દ્વારા થશે તમારો ભાગ્યોદય
દરેક વ્યકિત ઈચ્છે છે કે તેના જીવનમાં કોઈ મુશ્કેલી ન હોય. તેને તમામ પ્રકારના ભૌતિક સુખો મળી રહે, ધનની ક્યારેય ખોટ ન વર્તાય અને તેનું વ્યકિતત્વ એટલું આકર્ષક બની જાય કે કોઈ પણ તેનાથી પ્રભાવિત થઈ જાય. આ બધુ ત્યારે જ શક્ય છે જ્યારે વ્યકિતનો ભાગ્યોદય થાય. વિના ભાગ્યોદય જીવન સામાન્ય રહે છે. હનુમાનજીને પૃથ્વીના જાગૃત દેવ માનવામાં આવે છે એટલે કે હનુમાનજી હજુ પણ પૃથ્વી પર હાજર છે. તે પોતાના ભક્તોને સમસ્ત સુખ પ્રદાન કરવા સક્ષમ. હનુમાન પૂજાનું તંત્ર શાસ્ત્રમાં અનેકગણું મહત્વ છે. 31 માર્ચે આવનારી હનુમાન જયંતિએ તંત્ર શાસ્ત્રમાં જણાવેલા આ ત્રણ ચમત્કારી પ્રયોગો દ્વારા પોતાનો ભાગ્યોદય જાતે કરી શકો છો.
મીઠો પાન ચઢાવો
હનુમાનજીને મીઠો પાન અત્યંત પ્રિય છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને મીઠો પાન જરૂર ચઢાવો. પાનમાં પાંચ પ્રકારની વસ્તુઓ રાખવી. કાથો, ગુલકંદ, ટોપરું, વરિયાળી અને ગુલાબકરતી. આ ઉપરાંત ચૂનો, સોપારી અને અન્ય કોઈ વસ્તુ જરાય ન નાખવી. આ પાનથી હનુમાનજી શીધ્ર પ્રસન્ન થાય છે અને તમારી ઈચ્છિત મનોકામના પૂરીં થાય છે.
લાલ ઝંડો
હનુમાન જયંતિના દિવસે મંદિરના શિખરે લાલ ત્રિકોણ ઝંડો લગાવડાવો. તેનાથી સર્વત્ર વિજય હાંસલ કરશો. જીવનની તમામ મુશ્કેલીઓનો ઉકેલ આવી જશે. શત્રુઓ પર વિજય હાંસલ કરશો. કોર્ટ-કચેરીના કામોમાં જીત મળશે. હનુમાનની છત્રછાયા હંમેશા તમારા પર રહેશે.
આંકડાની માળા
સફેદ આંકડાની માળાના 21 પાન પર કેસર-ચંદનથી રામ-રામ લખી તેની માળા બનાવી હનુમાનજીને પહેરાવો. આ પ્રયોગથી ભાગ્યના રસ્તામાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. હનુમાનજીને સુગંધિત ઈત્ર ભેંટ કરી શકો છો.