Hanuman Ji Ni Arti: બધા સંકટ હરી લે છે બજરંગ બલી, અહીં વાંચો આરતી
Hanuman Ji Ni Arti: બધા સંકટ હરી લે છે બજરંગ બલી, અહીં વાંચો આરતી
ભગવાન રામના અનન્ય સેવાક પવન પુત્ર એટલે કે શ્રી હનુમાનજી પોતાના ભક્તો પર આવતા બધા જ સંકટનો નાશ કરે છે અને આ કારણે જ તેમને સંકટ મોચક કહેવાય છે. પ્રત્યેક ભક્તોએ હનુમાનજીની પૂજા કર્યા બાદ અંતમાં દરરોજ તેમની આરતી કરવી જોઈએ.

આરતી
આરતી કીજૈ હનુમાન લલા કી, દુષ્ટ દલન રઘુનાથ કલા કી
જાકે બલ સે ગિરિવર કાંપે, રોગ દોષ જાકે નિકટ ન ઝાંકે
અનજાની પુત્ર મહાબલદાયી, સંતાન કે પ્રભુ સદા સદાઈ
દે બીરા રઘુનાથ પઢાએ, લંકા જારી સિયા સુધ લાએ
લંકા સો કોટ સમુદ્ર સી ખાઈ, જાત પવનસુત બાર ન લાઈ
લંકા જારી અસુર સંહારે, સિયારામજી કે કાજ સંવારે
લક્ષ્મણ મૂર્છિત પડે સંહારે, આણિ સંજીવન પ્રાણ ઉબારે
પૈઢી પતાલ તોરિ જમ કારે, અહિરાવણ કી ભુજા ઉખાડે
બાએં ભુજા અસુરદલ મારે, દાહિને ભુજા સંતજન તારે
સુર-નરૃ-મુનિ-જન આરતી ઉતારે, જૈ જૈ જૈ હનુમાન ઉચારે
કંચન થાક કપૂર લૌ છાઈ, આરતી કરત અંજના માઈ
લંકવિધ્વંસ કીન્હ રઘુરાઈ, તુલસીદાસ પ્રભુ કીરતિ ગાઈ
જો હનુમાન જી કી આરતી ગાવૈ, બસી બૈકુંઠ પરમપદ પાવૈ
આરતી કીજૈ હનુમાન લલા કી, દુષ્ટ દલન રઘુનાથ કલાક કી.
હનુમાનજીની આરતીનું મહત્વ
હનુમાન જીની પૂજા કરવાથી ભક્તોના બધા જ દુખનો અંત આવે છે. તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. હનુમાન જી પોતાના દરેક ભક્તને વધુમાં વધુ પ્રેમ કરે છે અને આ કારણે તેઓ પોતાના કોઈપણ ભક્તને કષ્ટમાં ન જોઈ શકે. માટે પ્રત્યેક ભક્તે હનુમાન લલાની મનથી પૂજા કરવી જોઈએ. હનુમાન જીની આરતી કરવાથી માણસ ભયમુક્ત થઈ જાય છે. શાસ્ત્રો મુજબ જો તમે કોઈ રોગનું નિદાન ઈચ્છતા હોવ તો, તમારે હનુમાન જીની આરતી કરવી જોઈએ. તેમના પાઠથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. એટલું જ નહીં, જે માણસ હનુમાન જીની આરતી નિયમિત રૂપે કરે છે, તેમનો પરમ ધામ જવાનો માર્ગ સરળ થઈ જાય છે.
-
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
Middle East Conflict: ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી, ફોટો-વીડિયો લેવા પર પ્રતિબંધ






Click it and Unblock the Notifications
