For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gemstones: આ 5 સ્ટોન દ્વારા થશે તમારા હાડકા મજબૂત, મળશે અનેક રોગો સામે રક્ષણ

આજના યુગની આરોગ્યની સૌથી મોટી સમસ્યા હોય તો તે છે હાડકાની. તેનું કારણ છે પૂરતાં પોષણનો અભાવ.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

આજના યુગની આરોગ્યની સૌથી મોટી સમસ્યા હોય તો તે છે હાડકાની. તેનું કારણ છે પૂરતાં પોષણનો અભાવ. બાળકો શાકભાજી, દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ પસંદ કરતા નથી અને સૌથી મોટી વાત તો આજના બાળકો ઘર બહાર તકડામાં રમતા નથી. જેથી તેમના હાડકામાં વિટામીન ડી ની ઉણપ રહી જાય છે. જેને કારણે હાડકા નબળા રહી જાય છે. સ્ત્રીઓમાં પણ ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યા વધુ જોવા મળે છે. હાડકા સાથે જોડાયેલી બિમારીઓ માટે પૂરતા પ્રમાણમાં વિટામીન ડી યુ્ક્ત આહાર લેવાની જરૂર છે. જો કે રત્ન શાસ્ત્રમાં આ વિશે ઉપચાર છે, એવા અનેક સ્ટોન છે જે હાડકાને મજબૂતાઈ પ્રદાન કરવાનું કામ કરે છે. તેને ધારણ કરવાથી માત્ર શરીરમાં કેલ્શિયમની માત્રા સંતુલિત નથી થતી પણ ઓસ્ટોયોપોરોસિસ અને બોન કેન્સર જેવી ગંભીર બિમારીઓથી પણ બચી શકાય છે. આવો જાણીએ આ જેમસ્ટોન કયા કયા છે.

એપેટાઈટ

એપેટાઈટ

વાદળી ફિરોઝી કલરનો આ સ્ટોન જેટલો બહારથી સુંદર દેખાય છે, તેટલો જ અંદરથી પણ સુંદર હોય છે. તે પારદર્શી હોય છે. તેને પહેરવાથી હાકડાની કેલ્શિયમ ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. સાંધાના દુઃખાવામાં પણ આ સ્ટોન ઘણે અંશે રાહત આપે છે.

હૉવલાઈટ

હૉવલાઈટ

આ પત્થર સફેદ રંગનો હોય છે. જેમાં કાળી રેખાઓ દેખાતી હોય છે. આ અપારદર્શી પત્થર છે. હૉવલાઈટ ધારણ કરનાર વ્યકિતના હાડકા તેનાથી મજબૂત બને છે. તેમનામાં કેલ્શિયમની પૂરતી માત્રા સંગ્રહિત થાય છે. આ સ્ટોન માંસપેશીઓના તાણને દૂર કરે છે. જેનાથી હાડકાને સ્વાભાવિક રીતે વધવામાં મદદ મળે છે.

કૈલ્સાઈટ

કૈલ્સાઈટ

આ સફેદ, ચળકાટ વાળો પારદર્શી સ્ટોન છે. તેને શરીરને ટચ થાય તે રીતે પહેરવામાં આવે છે, જેથી હાડકા મજબૂત થાય. તેને ધારણ કરવાથી માત્ર વિટામીન ડી જ નહિં, પણ અન્ય તમામ વિટામિન અને મિનરલ્સ શરીરને પૂરતા માત્રામાં મળી રહે છે.

ફ્લોઓરાઈટ

ફ્લોઓરાઈટ

આ સ્ટોન અત્યંત સુંદર સતરંગી હોય છે. તેની અંદર અનેક રંગોની રોશની દેખાતી હોય છે. આ સ્ટોનનું મુખ્ય કામ હાડકા અને તેનાથી ચોંટેલી આસપાસની માંસપેશીઓમાં મજબૂતાઈ પ્રદાન કરવાનું છે.

પાયરાઈટ

પાયરાઈટ

આ સોનેરી ચમકીલો પત્થર છે. દૂરથી જોતા તે સોના જેવો જ દેખાય છે. આ પારદર્શી અને અપારદર્શી બંને શ્રેણીમાં મળે છે. આ સ્ટોનને ધારણ કરવાથી હાડકા સાથે જોડાયેલા રોગ દૂર થાય છે. પ્રારંભિક અવસ્થામાં જો બિમારી વિશે જાણી શકાય તો તેને ધારણ કરી શકાય છે. તેનાથી રિપ્લેસમેન્ટ સુધીની સ્થિતિથી બચી શકાય છે.

English summary
Gemstones the word delves us into the world of imagination about the best uses of these stones.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X