• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હોળીમાં હોળીની રાખનો આ ટૂચકો તમને અપાવશે ધન-વૈભવ

By desk
|

પરસ્પરના મતભેદો ખતમ કરી ગળે મળનારા હોળીના તહેવારને પૂરા દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ફાગળ શુકલ અષ્ટમીથી પૂર્ણિમા સુધી આઠ દિવસ હોળાષ્ટક ગણવામાં આવે છે. ભારતમાં કેટલાય પ્રદેશોમાં હોળાષ્ટક શરૂ થતા ઝાડની એક ડાળ કાપી તેના પર અલગ-અલગ કલરના કપડા બાંધવામાં આવે છે અને આ શાખાને જમીનમાં દાબી તેની નીચે મદમસ્ત થઈ લોકો નાચ-ગાન કરતા હોળીનો પર્વ મનાવે છે.

જે રીતે દિવળીમાં દીપોત્સવની ઉષ્ણતા અને તૈલીય ગંધથી ચતુર્માસ્યના સંચિત જીવાણુંઓ નાશ પામે છે, તે જ રીતે શીતકાળમાં સંચિત જીવાણુંઓનો નાશ હોળીકા દહનની અગ્નિજવાળા અને અબીલ ગુલાલ વગેરેની ગંધથી થાય છે. ગાવું, હસવું અને તેજ અવાજમાં બોલવાથી ગળાની કસરત થાય છે. અને ગુલાલ-અબીર વગેરે ગળામાં જવાથી ફેફસા અને ગળાની કફની તકલીફમાં રાહત મળે છે. પરિણામે હોળીનો ઉત્સવ આરોગ્યની દ્રષ્ટિએ અનુકૂળ છે. તે જ રીતે હોળીની રાખ અનેક દુઃખોને દૂર કરનારી મનાય છે. આજે અમે તમને જણાવિશું કે હોળીની રાખ કઈ કઈ રીતે ઉપયોગી નીવડે છે.

હંમેશા બિમાર રહેતા રોગી માટે!

જો કોઈ વ્યકિત હંમેશા બીમાર રહેતો હોય અને ઘણી દવા કરવા છતાં તેના રોગમાં કોઈ લાભ ન થતો હોય તો હોળીના દહન સમયે દેશી ઘીમાં બે લવિંગ, એક પતાશુ, એક ખાવાનું પાન આ બધી વસ્તુઓ હોળીની આગમાં નાખી દેવી. જે બાદ હોળીની રાખ રોગીના શરીરે લગાવવી અને ત્યારબાદ ગરમ પાણીથી સ્નાન કરવું. આ ઉપાયથી રોગીના આરોગ્યમાં જલ્દી જ સુધારો આવે છે.

નકારાત્મક અસરથી પ્રભાવ માટે!

જો કોઈ વ્યકિત મારણ વિદ્યા, સમ્મોહન, ભૂત-પ્રેતની શક્તિની અસર અને વશીકરણની અસર હેઠળ રહેવાની વ્યકિતને ઉપરોક્ત વિધિથી હોળિકાની રાખ શરીરમાં લગાવી ગરમ પાણીથી નાહવાથી નકારાત્મક ઉર્જાને ખતમ કરી શકાય છે. જો તમને લાગે કે કોઈએ તમારી ઉપર તાંત્રિક પ્રયોગ કર્યો હોય તો હોળીના દહન સમયે દેશી ઘીમાં બે લવિંગ, એક પતાશુ, એક પાન અને થોડી મિશ્રિ આગમાં નાખી દેવી. બીજા દિવસે હોળીની રાખને ચાંદી કે તાંબામાં ભરી ગળામાં ધારણ કરવાથી તાંત્રિક પ્રભાવ નિષ્ક્રિય થાય છે.

જો પતિ બીજી સ્ત્રીના સંગમાં હોય!

જો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના સંપર્કમાં હોય તો ઉપરોક્ત સામગ્રી અર્પણ કર્યા બાદ 7 વખત હોળીની જ્વાળામાં પ્રદક્ષિણા કરવી પરિક્રમા કરતી વખતે 1 ગોમતી ચક્ર પોતાના પતિનું નામ લઈ આગમાં નાખવું. આમ કરવાથી સ્ત્રીનો પતિ તેની પાસે પાછો આવી જાય છે.

આપેલુ ધન પાછુ મેળવવા!

જો કોઈ વ્યકિત આપેલું ધન પાછુ ન આપી રહ્યો હોય તો તમે હોળી દહનના સ્થાને દાડમની લાકડી પર તેનું નામ લખી હોળિકા માતાથી પોતાના ધન પાછું મેળવવાનું નિવેદન કરતા તેના નામ પર ગુલાલ છાંટો. આ ઉપાયથી તમારું ધન પાછું મળી જશે.

દુશ્મનાવટ ખતમ કરવા!

જો તમે કોઈ વ્યકિત સાથે દુશ્મનાવટ ખતમ કરવા ઈચ્છો છો તો હોળિકા દહનના આગલા દિવસે તે સ્થાને રાત્રે 12 વાગે જઈ હોળીના સ્થાને દાડમની લાકડીથી તેનું નામ લખી ડાબા હાથથી તેને ભૂંસી દો અને તે જગ્યાની થોડી રાખ લાવી બીજા દિવસે તે વ્યકિતના માથા પર નાખો. આમ કરવાથી તે વ્યકિત સાથે દુશ્મનાવટ ખતમ થાય છે.

કુંડળીમાં દોષ દૂર કરવા!

જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો તમે હોળીના દહન સમયે દેશી ઘીમાં બે લવિંગ, એક પતાશું, એક પાન હોળીની આગમાં નાખી દેવું. બીજા દિવસે આ રાખને લઈ સ્વાર્થ સિધ્ધિ યોગમાં શુધ્ધ કરી જળમાં પ્રવાહિત કરી દેવું.

વાસ્તુદોષના નીવારણ માટે!

હોળી દહનના આગલા દિવસે તમે પોતાના ઈષ્ટદેવને ગુલાલ અર્પણ કરો અને પોતાના ઘરના ઈશાન કોણ પર પૂજન કરી ગુલાલ ચઢાવો. આ ઉપાય કરવાથી તમારા ઘરનો વાસ્તુદોષ ખતમ થાય છે. ભયમાંથી મુક્તિ જો કોઈ વ્યકિત પર ભયની છાયા હોય તો હોળી પર એક નારિયળ, એક જોડી લવિંગ અને પીળી સરસવ આ બધી જ વસ્તુઓ લઈ પીડિત વ્યકિતની ઉપરથી 21 વખત ઉતારી અગ્નિમાં નાખી દેવી. જેનાથી દુષ્પ્રભાવ ખતમ થાય છે.

આર્થિક પડતી માટે!

જો તમે વાંરવાર આર્થિક પડતીનો સામનો કરી રહ્યા હોય તો તમે હોળિકા દહનની સાંજે તમારા મુખ્ય દરવાજા પર બે મુખી લોટનો દિપક બનાવો. મુખ્ય દરવાજે થોડો ગુલાલ છાંટી દીપક પ્રગટાવવો. દિવો બળવાની સાથે જ માનસિક રૂપે આર્થિક હાનિ દૂર થવાનું નિવેદન કરવું જોઈએ.

નજરદોષમાંથી મુક્તિ મેળવવા!

જો કોઈ બાળક કે મોટાને વારંવાર નજર લાગતી હોય તો હોળી દહનના સમયે દેશી ઘી, લવિંગ, પતાશુ અને પાન આ તમામ વસ્તુઓ હોળીમાં બળવા દેવી. બીજા દિવસે આ રાખને તાંબા કે ચાંદીના લોકેટમાં ભરી કાળા દોરામાં બાંધી ગળામાં ધારણ કરવાથી નજરદોષમાંથી મુક્તિ મળે છે.

English summary
Holi has one more interesting tradition of ‘Holika Dahan’ associated with here is Health Benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X