• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેમી યુગલો માટે રાશિ અનુસાર કેટલીક સોનેરી સલાહ

By Lekhaka
|

જ્યારે પ્રેમ થાય છે ત્યારે બધુ જ ગુલાબી લાગવા લાગે છે અને તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવામાં રચ્યા પચ્યા રહો છો. પ્રેમમાં પાર્ટનરનું ધ્યાન આકર્ષિત કરવું સારુ લાગતુ હોય છે. પ્રેમ અને રિલેશનશીપ અને ઈમોશનને હેંડલ કરવાની દરેકની રીત જુદી જુદી હોય છે. આજે અમે તમને રાશિ પ્રમાણે કેટલીક ખાસ સલાહ આપીશું જે રિલેશનશીપમાં તમને ઘણી કામ લાગશે. તો જાણો તમારી રાશિ અનુસાર તમારા માટે કઈ સલાહ છે?

મેષ

મેષ

આ રાશિના લોકો જતાવે છે કે સંબંધમાં તેમને નાની નાની વાતથી કોઈ ફરક પડતો નથી, પણ વાસ્તવમાં તેવું નથી. આ જાતકો રોમાંચક અને અસ્થિર હોય છે પણ સંબંધમાં તેમને પણ સંતુલન જોઈતુ હોય છે. ઉંડેથી કોઈને ચાહવા છતાં તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરી દેતા હોય છે. પોતાના જીવનમાં તેમણે થોડા વધુ પેશનેટ થવાની જરૂર છે.

વૃષભ

વૃષભ

બીજાએ તેમના ભૂતકાળમાં જે ભૂલો કરી છે તેના પરથી તમારે તેમનું આકલન કરવાનું છોડી દેવું જોઈએ. આ જાતકો કોઈના વિશે ઉંડેથી જાણ્યા સિવાય જ તેમના વિશે એક મંતવ્ય બનાવી લે છે. તેમને પોતાની આજુબાજુ બધા જ સારા જોઈતા હોય છે અને તેમણે ભુતકાળમાં કોઈ ભૂલ ન કરી હોય. હંમેશા યાદ રાખો કે દરેક વ્યકિત તમારી આશા પર ખરી ઉતરે તે જરૂરી નથી.

મિથુન

મિથુન

બીજા શું વિચારે છે તે વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેમને હંમેશા લાગે છે કે લોકો તેમની વિશે એક મંતવ્ય બનાવી લે છે અથવા તેમને આંકી લે છે. વાસ્તવમાં તેવું નથી. વાસ્તવમાં કોઈની પાસે એટલો સમય જ નથી કે તમારા વિશે વિચારતા રહે.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકોએ પોતાના ભુતકાળને પકડીને બેસી રહેવું નહિં. જે લોકોએ તમને તકલીફ આપી છે તેમને જવા દો. આ તમારા માટે જીવનના કડવા અનુભવો છે. તમે જીવનમાં ઘણા ખોટા લોકોને જગ્યા આપી દો છો, પછી તેને લઈ રડ્યા કરો છો. તેમને માફ કરી દો. તમે પોતાને તકલીફ આપનારા લોકો કરતા તમને ખુશ રાખનારા લોકોને પોતાના જીવનમાં જગ્યા આપો.

સિંહ

સિંહ

તમારી જાત પર ઘમંડ કરશો નહિં, કારણ કે તમાર રસ્તામાં આવનારી દરેક સારી વસ્તુને તે ખતમ કરી શકે છે. આ રાશિના જાતકોની ટેવ હોય છે કે તેઓ કોઈ પણ વસ્તુને શરૂ કરતા પહેલા જ તેને ખરાબ કરી દે છે. તેમણે સમજવું કે તેમના ઈગોને કારણે બધુ ખરાબ થઈ રહ્યુ છે અને તેનાથી તેમનો સંબંધ પણ બગડી રહ્યો છે.

કન્યા

કન્યા

સંબંધોમાં દરેક વસ્તુનું વિશ્લેષણ કરવાની તમારી ટેવ છોડી દો. તેઓ ખૂબ ઉંડાણથી વિચારતા હોય છે. તમારે દરેક વસ્તુને પોતાના મુડ પ્રમાણે કંટ્રોલ કરવાનું બંધ કરી દેવું જોઈએ.

તુલા

તુલા

ખોટા લોકોને તમારા જીવનમાં લાવવાનું બંધ કરી દો. સાચા લોકોની ઓળખ કરતા શીખો. આ રાશિના જાતકોને પોપ્યુલર થવું ગમે છે, તેઓ જ્યાં જાય છે ત્યાં ખૂબ જ ધુમ મચાવે છે. તેમને નવા લોકોને મળવું ખૂબ ગમે છે. નવા સંબંધો બનાવવા ગમે છે. જેમાં તેઓ સમજી શકતા નથી કે તેને કારણે ખોટા સંબંધોમાં તેઓ પોતાની એનર્જી અને સમય વેડફતા હોય છે. પોતાના જીવનને તેમણે થોડું ગંભીરતાથી લેવું જોઈએ.

વૃશ્ચિક

વૃશ્ચિક

તમારે થોડું રોમાંસ વિશે વિચારવું જોઈએ. તમે જેટલું પ્રેમને પોતાનાથી દૂર કરશો તેટલું જ પછતાશો. જીવનમાં આપો આપોજ પ્રેમ આવે છે, તમારી મરજી થી નહિં. જો તમે પ્રેમની કદર નહિં કરો તો તેની કિંમત તમારે ચૂકવવી પડશે. પ્રેમ બાબતે થોડા નરમ બનો.

ધન

ધન

તમે થોડો સમય રોકાવ અને જે થઈ રહ્યુ છે તે થવા દો. તમે દરેક વસ્તુને પોતાની મરજી પ્રમાણે ચલાવવા ઈચ્છો છો. ક્યારેક આ વસ્તુ ખોટી છે. દરેક વખતે તમારી મરજી પ્રમાણે થાય તે જરૂરી નથી. યોગ્ય સમય આવતા તમને તમારો પ્રેમ જરૂર મળશે, પણ તમારે પણ તેની માટે તૈયાર રહેવું.

મકર

મકર

પ્રેમ બાબતે નકારાત્મક બનશો નહિં. આ રાશિના જાતકોને પોતાના જીવનમાં ઘણા કડવા અનુભવો થયા હોય છે જેથી તેઓ પોતાને બચાવવા માટે કંઈ પણ કરતા નથી. એક દિવસ તમને અહેસાસ થશે કે તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલી આવી છે તે તમને કંઈને કંઈ આપી ને જ ગઈ છે.

કુંભ

કુંભ

તમે લોકોને કહેવાનું બંધ કરી દો કે તમે કોઈની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા નથી. પ્રેમમાં ઉતાર-ચઢાવ ચાલ્યા કરતા હોય છે. જો તમે ખરાબ સમયને જ યાદ રાખશો તો સારા સમયને જીવી શકશો નહિં. જે થઈ ગયું તેને ભૂલી જાવ અને આ રીતે તમે એક સારી વ્યકિત પણ બની શકો છો.

મીન

મીન

બીજા માટે પોતાને બદલવાનું છોડી દો. ક્યારેક આ વસ્તુ તમને જ તકલીફ કરશે. તમારા પાર્ટનર માટે તમે પોતાનામાં ફેરફાર કરો છો તો તે તમને એક બહેતર પાર્ટનર બનાવે છે પણ યાદ રાખો કે પ્રેમ દિલથી નિભાવાય છે કોઈની પસંદથી નહિં. બીજાના કંટ્રોલમાં આવી તમે ક્યારેય ખુશ રહી શકશો નહિં.

lok-sabha-home

English summary
Here are some sign specific zodiac love affirmations to keep you going

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+59294353
CONG+226789
OTH6634100

Arunachal Pradesh

PartyLWT
BJP101626
CONG033
OTH5510

Sikkim

PartyLWT
SKM41014
SDF4610
OTH000

Odisha

PartyLWT
BJD1140114
BJP21021
OTH11011

Andhra Pradesh

PartyLWT
YSRCP40109149
TDP81725
OTH101

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more