For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશોક વૃક્ષના આ ફાયદા જાણી ચોંકી જશો તમે!

અશોક વૃક્ષના ચમત્કારિત ઉપાયો, અશોક વૃક્ષના લાભ. અશોક વૃક્ષના આ ફાયદા જાણી ચોંકી જશો તમે!

By Lekhaka
|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે અશોક વૃક્ષને દરેક સ્થળોએ સુંદરતાના હેતુએ લગાવામાં આવે છે. અશોક વૃક્ષ બે પ્રકારના હોય છે. એકના ફળ નારંગી રંગના હોય છે અને બીજાના પાન કેરીના ઝાડના પાન જેવા હોય છે. જ્યાં અશોક વૃક્ષ હોય છે ત્યાં અન્ય કોઈ શોક રહેતો નથી. આવો જાણીએ અશોક વૃક્ષથી કઈ કઈ મુશ્કેલીઓનું નિવારણ થાય છે.

સમૃદ્ધિ

સમૃદ્ધિ

આ વૃક્ષ જેના પણ દરવાજે લગાવામાં આવે છે તેના ઘરમાં ક્યારેય ધન-ધાન્ય ખૂટતું નથી. જેને કારણે દરેક ઘરમાં તેને સળંગ લાઈનમાં લગાવામાં આવે છે. આ વૃક્ષ નીચે બેસી સાધના કરવાથી તમારી સાધના જલ્દી સફળ થાય છે.

દાંપત્યજીવન કલેશ નિવારણ

દાંપત્યજીવન કલેશ નિવારણ

પતિ-પત્નીમાં અનબન રહેતી હોય તો અશોક વૃક્ષના 7 પાન મંદિરમાં રાખી પૂજા કરો. પાન સુકાઈ જાય તો જૂના પાનની જગ્યાએ નવા પાન મૂકી દો. જૂના પાન પીપળાના ઝાડ નીચે નાખી દો. 40 દિવસ સુધી સતત આમ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ વધે છે.

શોક નાશક

શોક નાશક

અશોક વૃક્ષને શોક નાશક કહેવાય છે. તેને ઘરમાં લગાવાથી અથવા તેના મૂળ ધારણ કરવાથી વ્યકિતનું અકાળે મૃત્યુ થતુ નથી.

દરિદ્રતા દૂર કરવા

દરિદ્રતા દૂર કરવા

અશોક વૃક્ષના ફૂલને પીસીને મધ સાથે ખાવાથી ઘરમાં દરિદ્રતા રહેતી નથી. સાથે જ દેવીની પૂજા કરી લક્ષ્મી મંત્ર કે સ્ત્રોતનો જાપ કરવાથી લક્ષ્મીની કૃપા સદૈવ જળવાયેલી રહે છે.

રોગનાશક

રોગનાશક

તેની છાલને ઉકાળી પીવાથી સ્ત્રીના ગુપ્ત રોગ ખતમ થઈ જાય છે અને સ્ત્રીનું આરોગ્ય સારુ રહે છે. અશોકના પાન સવારે નરણે કોઠે ચાવવાથી માનસિક ચિંતા દૂર થાય છે.

દેવી સાધક

દેવી સાધક

જો તમે દેવીના ઉપાસક છો તો નિયમિત અશોક વૃક્ષને જળ ચઢાવો અને દેવીના ઓછામાં ઓછા 11 મંત્ર આ વૃક્ષની સામે જોઈને બોલો. તેનાથી માતા ભગવતીની તમારા પર વિશેષ કૃપા રહે છે.

નોકરીમાં સફળતા

નોકરીમાં સફળતા

જો તમે ઈચ્છો કે તમે નોકરીમાં સતત પ્રગતિ કરતા રહો તો તે માટે અશોકના બીજને એક તાવીઝમાં બાંધી ગળામાં ધારણ કરો.

English summary
Ashoka trees are found all over India. These are grown in gardens for decoration. here is health and astro benefits of tree
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X