For Quick Alerts
For Daily Alerts
Hanuman Jayanti 2020: શનિની સાઢેસાતીનો દુષ્પ્રભાવ દૂર કરશે પ્રભુ હનુમાન
નવી દિલ્હીઃ હનુમાનજીની આરાધના કરવાથી શનિ સાથે જોડાયેલ દોષ દૂર થઈ જાય છે. હનુમાનજીની આરાધના મંગળવારે અને શનિવારે કરવામા આવે છે, પરંતુ હનુમાન જન્મોત્સવથી મોટો સિદ્ધ દિવસ એકેય નથી. જો તમે શનિની સાઢેસાતી અથવા શનિના લઘુ કલ્યાણી છાયાથી પરેશાન છો તો તમારી જન્મકુંડળીમાં શનિ કમજોર અથવા અતિઉગ્ર થઈ ખરાબ પ્રભાવ આપી રહ્યો છે તો હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાનજીની વિશેષ આરાધના કરવાથી શનિ સાથે જોડાયેલ દોષ દૂર થઈ જાય છે. આના માટે કેટલાક વિશેષ પ્રયોગ કરવા પડશે.

હનુમાન ચાલીસાનો સાત વાર પાઠ કરો
- હનુમાન જયંતીની સાંજે લોટના પાંચ દિપક બનાવો. જેમાં તલનું તેલ ભરો અને કોઈ હનુમાન મંદિરમાં જઈ હનુમાનજીની મૂર્તિ સામે આ દિવા પ્રજ્વલિત કરો. અને બેસીને સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. આનાથી શનિની સાઢેસાતીનો દુષ્પ્રભાવ દૂર થાય છે.
- હનુમાન જંયતીના દિવસે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલના પાંચ દીપક લગાવો. ઝાડની સાત પરિક્રમા કરો અને ઝાડની નીચે બેસીને હનુમાન બાહુઅષ્ટકના આઠાવાર પાઠ કરો આનાથી શનિનો દુષ્પ્રભાવ દૂર થશે.

નમકીન ચોખા ખવડાવો
- હનુમાન જયંતિના દિવસે કોઈ શનિ મંદિરની બહાર બેસેલા ભિખારીઓ, કુતરાઓને નમકીન ચાવલ ખવડાવો. વસ્ત્ર દાન કરો. આનાથી જન્મકુંડલીમાં શનિ સાથે જોડાયેલ દોષ ઘટશે.
- હનુમાન જયંતીના દિવસે એક મીટર કાળું પડું લો, જેમાં એક શ્રીફળ, એક સિક્કો, સવા પાવ કાળા અડધ, સવા પાવ કાલા તલ બાંધો અને તમારા માથાથી પગ સુધી પાંચ વખત ફેરવી કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરો. આનાથી શનિનો અતિઉગ્ર સ્વભાવ નમ્ર થશે.

શનિની શાંતિ
- હનુમાન જયંતિના દિવસે હોડીની ચૂક કે કાળા ઘોડાની નાળમાંથી બનેલ રિંગ પહેરવાથી શનિની શાંતિ થશે.
- હનુમાન જયંતીના દિવસે નવગ્રહ શાંતિ પાઠ કરી હવન કરવાથી સમસ્ત ગ્રહોનો શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે.
- આ દિવસે કાળા રંગના ઘોડાને સવા કિલો પલાડતા કાળા ચણા ખવડાવો. શનિ દોષ દૂર થશે.
જો સાચો હોય તમારો પ્રેમ તો આ ઉપાયોની મદદથી મેળવો પાર્ટનરનો સાથ