જાણો, ઘરની નકારાત્મક ઉર્જાને હકારાત્મક ઉર્જામાં ફેરવવાના ઉપાયો..

Posted By:
Subscribe to Oneindia News

આ ઘરતી પર બે પ્રકારની ઉર્જાઓ અસ્તિત્વ ધરાવે છે. એક નકારાત્મક અને બીજી સકારાત્મક. વાસ્તુનો આખો સિધ્ધાંત આ બંને ઉર્જાઓ પર આધાર રાખે છે. હંમેશા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને કાઢી હકારાત્મક ઉર્જાના પ્રવેશ માટેના ઉપાયો જણાવવામાં આવે છે. આ જ વાસ્તુશાસ્ત્રનો સિધ્ધાંત છે. આવો જાણીએ કે કયા લક્ષણો જોઈ જાણી શકાય કે, ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે કે નહિં ?

vastu tips


-દરવાજા કે બારીઓ ખોલતા બંધ કરતા સમયે અવાજ થવો જોઈએ નહિં. કારણકે વાસ્તુ પ્રમાણે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. પરિણામે દરવાજા અને બારીઓમાં હંમેશા તેલ પૂરતા રહેવુ જોઈએ.

-ઘરના વિદ્યુત ઉપકરણો જેવા કે, પંખા, કૂલર વગેરેમાંથી કર્કશ અવાજ આવતો હોય તો, તેમની મરમ્મત કરાવી તેને ઠીક રાખવા જોઈએ.

vastu tips

-જો ઘરમાં પાણીનો પ્રવાહ બરાબર ન થતો હોય અથવા નળમાંથી પાણી હંમેશા ટપક્યા કરે તો તે નકારાત્મક ઉર્જાનુ લક્ષણ છે. ઘરના ઈશાન કોણમાં જેટ પંપ કે પાણીની ટાંકી રાખવી જોઈએ નહિં. ઘરમાં પાણીની ટાંકી ઉત્તર કે પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ.

-જો પૂર્વ અને ઉત્તર દિશા ઉંચી હોય અને પશ્ચિમ અને દક્ષિણ દિશા નીચી હોય તો ઘરમાં હંમેશા ઝગડા થયા કરે છે અને આર્થિક સમસ્યાઓથી પરેશાન રહેવુ પડે છે.

vastu tips

-વર્ષમાં બે વખત ઘરમાં હવન-પૂજા કરાવવી જોઈએ. જેનાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.

-ઘરનો વાયવ્ય ખૂણો(ઉત્તર-પશ્ચિમ) ઉંચો હોય તો દુશ્મનોની સંખ્યામાં વધારો થાય છે અને ઘરની વ્યકિતઓ સાથે અકસ્માત થતા રહે છે.

-જો કોઈ ઘરનો દક્ષિણ અને અગ્નિ ખૂણો નીચો હોય અને ઉત્તર અને વાયવ્ય ખૂણો ઉંચો હોય તો, તેવા ઘરનો માલિક દેવા અને બિમારીને કારણે માનસિક રીતે હેરાન થયા કરે છે.

vastu tips

-જે ઘરનો નૈઋત્વ ખૂણો અને દક્ષિણ ખૂણો નીચો હોય અને ઈશાન અને ઉત્તર ખૂણો ઉંચો હોય તેવા ઘરનો માલિક શરાબ અને વ્યસનમાં પોતાની સંપતિની બરબાદી કરે છે. જેનાથી ઘરની આર્થિક પરિસ્થિતિ સારી રહેતી નથી.

-તમારુ મકાન બે માળનુ બનાવવા માંગતા હોવ તો, પુર્વ અને ઉત્તર દીશા તરફ મકાનની ઉંચાઈ ઓછી રાખવાથી મકાનમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.


-મકાન કે ભવનની પૂર્વ અને ઉત્તર દિશામાંજ દરવાજા-બારી રાખવા જોઈએ. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ભૂલથી પણ દરવાજા-બારી ન હોવા જોઈએ.

English summary
Here is Vastu Tips For Negative Energy, have a look.
Please Wait while comments are loading...