For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમને ખબર છે કોણ છે પૌરાણિક કથા મુજબ પહેલો ટ્રાંસજેન્ડર?

શિખંડી પૌરાણિક વાર્તા મુજબ પહેલો ટ્રાંસજેન્ડર મનાય છે, બે જન્મ સ્ત્રીના રૂપે લીધા બાદ તે ત્રીજા જન્મમાં પુરુષ રૂપે પેદા થયો.

By Desk
|
Google Oneindia Gujarati News

મહાભારતમાં અનેક પાત્રોની વાર્તા વણાયેલી છે. આમાંના કેટલાક પાત્રો પોતાની અજીબ વાર્તાને કારણે ચર્ચામાં રહ્યા છે. આમાંનો જ એક છે શિખંડી. તેને ભારતીય પૌરાણિક વાર્તાઓમાં પહેલો ટ્રાંસજેન્ડર (જેનું લિંગ પરિવર્તન થયું હોય) મનાય છે. દરેક વખતે સ્ત્રીના રૂપે જન્મ્યાબાદ તે ત્રીજા જન્મમાં પુરુષ રૂપે બદલાઈ ગયા. ભિષ્મપિતાની મૃત્યુ પાછળનું સૌથી મોટું કારણ તેઓ હતા. આવો જાણીએ આ પાછળની વાર્તા...

ભિષ્મ પિતામહને શિખંડીના લિંગ વિશે ખબર હતી. જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુધ્ધનો નિર્ણય લેવાયો, દુર્યોઘને ભિષ્મ પિતામહ દ્વારા પાંડવો તરફના મુખ્ય યોધ્ધાઓ વિશે પુછ્યું. ભિષ્મ પિતામહે કહ્યુ કે તેઓ એક વ્યક્તિ સાથે યુધ્ધ નહિં કરે જે દ્રુપદનો પુત્ર છે એટલે કે શિખંડી છે. તેમણે દુર્યોધનને જણાવ્યુ કે શિખંડીનો જન્મ સ્ત્રીઓના રૂપે થયો હતો. જે આગળ ચાલી પુરુષ બન્યો હતો. તેમણે દુર્યોધનને શિખંડીના સ્ત્રી થી પુરુષ થવા સુધીની આખી વાર્તા જણાવી.

શિખંડીના પૂર્વ જન્મની વાર્તા

શિખંડીના પૂર્વ જન્મની વાર્તા

ભિષ્મ પિતામહે એ સમયની વાર્તા જણાવી જ્યારે તેમનો ભાઈ વિચિત્રવર્ય હસ્તિનાપૂરનો રાજા હતો. પોતાના ભાઈના લગ્ન માટે ભિષ્મ પિતામહે કાશીરાજની ત્રણ દિકરીઓ અંબા, અંબિકા અને અંબાલિકા માટે આયોજેલા સ્વયંવરમાંથી જ તેમનું હરણ કર્યુ હતુ. જ્યાં તેઓ મહેમાન બનીને પહોંચ્યા હતા.

અંબાને જવા દિધી

અંબાને જવા દિધી

જેમાંની અંબા મર્તિકાવતના ક્ષત્રિય નરેશ શાલ્વથી લગ્ન કરવા ઈચ્છતી હતી. પરિણામે ભિષ્મે અંબાની ઈચ્છા જાણ્યાબાદ તેને જવા દિધી.

ભિષ્મને ગણ્યા જવાબદાર

ભિષ્મને ગણ્યા જવાબદાર

જો કે તેને કોઈ બીજી વ્યક્તિએ ઉઠાવ્યા હતા પરિણામે શાલ્વે અપવિત્રતાને કારણે તેને અપનાવી નહિં. અંબા આ કારણથી ખૂબ ગુસ્સામાં હતી અને તેને ભિષ્મ પિતામહને પોતાના દુર્ભાગ્યનું કારણ ગણ્યુ.

પરશુરામને મળી

પરશુરામને મળી

જે આગળ જઈ પરશુરામને મળી. અંબાની વાત સાંભળ્યા બાદ પરશુરામે ભિષ્મ પિતામહને અંબા સાથે લગ્ન કરવાનું કહ્યુ, પણ પોતાના બ્રહ્મચર્યના શપતને કરણે તેમણે ના પાડી દીધી. બે વ્યક્તિ દ્વારા ઠુકરાવ્યા બાદ અંબાએ શબક શીખવવાનું નક્કી કરી લીધું.

બદલો લેવા કર્યુ તપ

બદલો લેવા કર્યુ તપ

અંબાએ યમુના નદીના કિનારે તપસ્યા શરૂ કરી અને પોતાનું શરીર ત્યાગી દીધુ. આગલા જન્મમાં તે રાજા વત્સદેશના રાજની દિકરી બની. તેને પોતાના આ જન્મ અને પાછલા જન્મની વાતો યાદ હતી. તેણે આ જન્મમાં પણ તપ કરવાનું ચાલું રાખ્યુ.

ભગવાન શંકરે આપ્યુ વરદાન

ભગવાન શંકરે આપ્યુ વરદાન

તેની તપસ્યાથી ખુશ થઈ ભગવાન શિવ પ્રકટ થયા અને વરદાન માંગવા કહ્યુ. તેણે ભગવાન શંકરને કહ્યુ કે તે આગલા જન્મમાં પણ છોકરી જન્મવા ઈચ્છે છે પણ ભિષ્મ પિતામહથી બદલો લેવા માટે તે આગળ ચાલી છોકરો બનવા માંગે છે. આ વરદાનની પ્રાપ્તિ થતા અંબાએ તરત નવો જન્મ લેવાનું વિચાર્યુ અને પોતાનો બદલો લિધો.

{promotion-urls}

English summary
The story of Mahabharat is woven around several characters. Some of these characters are very strange because of their bizarre tales. One such character is Shikhandi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X