For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો મે માસમાં આવનારી પૂજા અને વ્રતની તિથિઓ વિશે..

જાણો મે માં આવનારી પૂજા અને વ્રતની તિથિઓ

By Lekhaka
|
Google Oneindia Gujarati News

સંકટ ચોથ, વિનાયક ચોથ

મહિનામાં બે ચોથ આવે છે. એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. અમાસ પછી આવતી ચોથ વિનાયક ચોથ જ્યારે પૂનમ બાદ કૃષ્ણપક્ષમાં આવતી ચોથ સંકટ ચોથ મનાય છે. આ દિવસે વિધિ વિધાનથી ગણેશની પૂજા થાય છે. આ વખતે સંકટ ચોથ 3 મે 2018ના રોજ છે.

અપરા એકાદશી

જયેષ્ઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહે છે. આ વ્રત ભગવાન વિષ્ણનુને સમર્પિત છે. આ દિવસે વ્રત કરવાથી તેનું અત્યંત શુભ ફળ મળે છે. સાથે જ દાન પુષ્ય માટે પણ તેટનું તેટલું જ મહત્વ છે. આ વખતે અપરા એકાદશી 11 મે 2018ના રોજ છે.

hindu calendar

ભદ્રકાળી જયંતિ

પ્રત્યેક વર્ષે જયેષ્ઠા માસની કૃષ્ણ પક્ષની 11મા તિથિને ભદ્રકાળી જયંતિ રૂપે મનાવાય છે. આ દિવસે લોકો મહાકાળીની પૂજા કરે છે. તમને જણાવી દઈએ કે આ વખતે ભદ્રકાળી જયંતિ 11 મે 2018ના રોજ મનાવાશે.

પ્રદોષ વ્રત

આ વ્રત 13માં દિવસ એટલે કે ત્ર્યોદશીએ આવે છે. પ્રદોષ વ્રત મહિનામાં બે વાર આવે છે. એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા થાય છે. આ મહિને પ્રદોષ વ્રત 13 મે ને સોમવારે છે.

માસિક શિવરાત્રી

વર્ષમાં 12 શિવરાત્રી આવે છે. જે દરેક માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવાય છે. આ મહિને આવનારી શિવરાત્રીને માસિક શિવરાત્રી કહે છે. તમને જણાવી દઈએ કે આ વખતે માસિક શિવરાત્રી 13 મે 2018ના રોજ આવશે.

વૃષભ સંક્રાતિ

જયેષ્ઠા માસમાં આવતી સંક્રાંતિને જયેષ્ઠા સંક્રાંતિ પણ કહે છે. આ દિવસે સૂર્ય મેષ રાશિમાંથી વૃષભમાં પ્રવેશ કરે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી સૂર્યની પૂજા થાય છે. તેમજ પિતૃ તર્પણની વિધિ થાય છે. આ વખતે 15 મે 2018ના રોજ વૃષભ સંક્રાંતિ છે.

વટ સાવિત્રી વ્રત

વટ સાવિત્રીનું વ્રત જયેષ્ઠ માસની કૃષ્ણ પક્ષની અમાસે મનાવાય છે. સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. વટના વૃક્ષ પર દોરો બાધી પરિક્રમા કરે છે. આ વખતે 15 મે 2018ના રોજ વટ સાવિત્રીનું વ્રત છે.

શનિ જયંતિ

જયેષ્ઠ કૃષ્ણ પક્ષની અમાસે શનિ જયંતિ ઉજવાય છે. આ દિવસે શનિ જન્મોત્સવ ઉજવાય છે. આ દિવસે વિધિ વિધાનથી શનિની પૂજા કરવાથી તમારુ તમામ દુઃખોનો અંત આવે છે. આ વખતે શનિ જયંતિ 15 મે 2018ના રોજ આવશે.

ભૌમવતી અમાસ

ભૌમવતી અમાસના દિવસે પિતૃઓને પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે. આ દિવસે પિતૃઓના તમામ કાર્યો થાય છે. 15 મે 2018ના રોજ ભૌમવતી અમાસ આવી રહી છે.

ચંદ્ર દર્શન

અમાસના ઠીક આગલા દિવસે ચંદ્ર દર્શન આવે છે. જેમાં ચંદ્રની પૂજા થાય છે. ઉપરાંત અમાસ બાદનો પહેલો ચંદ્ર અત્યંત શુભ હોય છે. તમને જણાવી દઈએ કે 16 મે 2018ના રોજ ચંદ્ર દર્શન છે.

રોહિણી વ્રત

રોહિણી નક્ષત્રમા થતુ વ્રત રોહિણી વ્રત કહેવાય છે. જૈન સુમદાયના લોકોનો આ પ્રમુખ તહેવાર છે. આ દિવસે સુહાગનો પોતાના પતિના લાંબા આયુષ્યની કામના માટે વ્રત કરે છે. આ વખતે 17 મે 2018ના રોજ આ વ્રત ઉજવાશે.

દુર્ગા અષ્ટમી

પ્રત્યેક માસમાં આવતી દુર્ગા અષ્ટમીએ માસિક દુર્ગાષ્ટમી કહેવાય છે. આ દિવસે માતા દુર્ગાની આરાધના થાય છે. તમને જણાવી દઈએ કે 22 મે 2018ના રોજ દુર્ગા અષ્ટમી છે.

ગંગા દશેરા

જયેષ્ઠા શુક્લ દશમી ઉજવાય છ. આ દિવસે ગંગા મદિરોમાં ભગવાન શિવનો અભિષેક થાય છે. સાથે જ ગંગાની પૂજા થાય છે. આ વખતે 24 મે 2018ના રોજ ગંગા દશેરા આવી રહી છે.


પદ્મિની એકાદશી

પ્રત્યેક વર્ષમાં 24 એકાદશી આવે છે. જો કે અધિકમાસમાં તે 26 થઈ જાય છે. અધિકમાસની એકાદશને પદ્મિની એકાદશી કહે છે. અધિકમાસના શુક્લ પક્ષ એટલે કે 25 મે 2018ના રોજ પદ્મિની એકાદશી ઉજવાશે.

સત્યનારાયણ પૂજા

દરેક માસની પૂનમે શ્રી સત્યનારાયણની પૂજા થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. જેનાથી વ્યકિતના જીવનમાં સુખ-શાંતિ આવે છે. તમને જણાવી દઈએ કે 29 મે 2018ના રોજ આ પૂજા કરવામાં આવશે.

English summary
Hindu calendar of 2018 and the auspicious days you can expect this Month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X