For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોળી મુહૂર્ત 2018 : જાણો હોળિકા દહનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

હોળિકા દહનમાં હોળીની પૂજા કરી હોળીની શરૂઆત થાય છે. આજે અમે તમને હોળિકા દહનનું મુહૂર્ત અને આ દરમિયાન થનારી પૂજાની વિધિ વિશે જણાવિશું.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

હોળી આવવામાં થોડાક જ દિવસો બાકી રહ્યા છે, હોળી આવતા પહેલા જ આસપાસનું વાતાવરણ રંગીન બની જાય છે. દુકાનોમાં ગુલાલ અને પિચકારીઓ સજાયેલી જોવા મળે છે. ગામ અને નાના શહેરોમાં હોળીના 10 દિવસ પહેલા જ રંગોત્સવ સજી જાય છે. હોળીમાં જેટલું રંગોનું મહત્વ છે તેટલું જ હોળિકા દહનનું પણ છે.

હોળિકા દહનમાં હોળીની પૂજા કરી હોળીની શરૂઆત થાય છે. આજે અમે તમને હોળિકા દહનનું મુહૂર્ત અને આ દરમિયાન થનારી પૂજાની વિધિ વિશે જણાવિશું.

હોળિકા દહન મુહૂર્ત

હોળિકા દહન મુહૂર્ત

હોળીના એક દિવસ પહેલા સાંજે હોળિકા દહન કરાય છે. આ વર્ષે 1 માર્ચે સાંજે 6 વાગ્યાને 26 મિનિટથી લઈ 8 વાગ્યાને 55 મિનિટ સુધી હોળિકા દહન થશે.

પ્રદોષ કાળમાં જ દહન

પ્રદોષ કાળમાં જ દહન

શાસ્ત્રો અનુસાર હોળિકા દહન પૂર્ણિમામાં પ્રદોષ કાળ દરમિયાન સારો મનાય છે. ભદ્રા મુખનો ત્યાર કરી રાત્રીમાં હોળિકા દહન કરવું જોઈએ.

પૂજા વિધિ

પૂજા વિધિ

હોળિકાની પૂજા કરતી વખતે પૂર્વ અને ઉત્તર તરફ મુખ રાખીને બેસવાની સલાહ અપાય છે. હોળિકા પૂજન કરવા માટે છાણાની બનેલી હોળિકા અને પ્રહલાદની પ્રતિમા, માળા, ગંધ, ફૂલ, કાચુ સુતર ગોળ, આખી હળદર, મગ, પતાશા, ગુલાલ, નારિયળ, પાંચ કે સાત પ્રકારનું અનાજ, નવા ઘંઉ અને અન્ય નવા પાકનું અનાજ સાથે જ એક લોટો જળ લઈ આ વસ્તુ ધરાવી પૂજા કરવી. તેની સાથે જ મીઠા પકવાન, મિઠાઈ, ફળ વગેરે પૂજા દરમિયાન ચઢાવવું. થોડો રંગ પણ હોળિકાને અર્પણ કરવો.

હોળિકાની રાખ શુભ

હોળિકાની રાખ શુભ

એવું મનાય છે કે હોળિકા દહન બાદ બળેલી રાખને આગલા દિવસે સવારે ઘરમાં લાવવી શુભ કહેવાય છે, અનેક જગ્યાઓએ હોળિકાનો શરીર પર લેપ કરવામાં આવે છે, જેનાથી ચામડીને લગતા રોગો દૂર થાય છે.

બુરાઈ પર અચ્છાઈની જીત..

બુરાઈ પર અચ્છાઈની જીત..

હોળીનો તહેવાર બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપે મનાવાય છે. કહેવાય છે કે હોળી શબ્દ હિરણ્યાકશ્યપની બહેન હોળિકાના નામ પરથી પડ્યુ. હોળિકાને વરદાન મળ્યુ હતુ કે, આગમાં તે બળી શકતી નથી. હોળિકા પોતાના ભાઈની વાત માની હિરણ્યકશ્યપના દિકરા પ્રહલાદને લઈ ચિતા પર બેસી. જો કે ભગવાન વિષ્ણુની કૃપાથી હોળીકા બળીને ભષ્મ થઈ ગઈ અને પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. ત્યારથી જ આ તહેવારને બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપે ઉજવાય છે. આ દિવસે લોકો એકબીજા પ્રત્યેની અનબનને ભૂલી પ્રેમની ભાવનાથી એકબીજાને ગળે મળે છે અને ગુલાલ લગાવે છે.

English summary
India is gearing up to celebrate the grand festival of Holi on 2nd March, 2018 and Choti Holi or Holika Dahan on 1st March, 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X