For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરનુ બાંધકામ શરુ કરવાનો સમય છે ખૂબ જ મહત્વપૂર્ણ, જાણો શું છે લાભ-નુકશાન?

ઘરમાં સુખી થવાની ચાવી તેના બાંધકામના સમય પર ઘણા અંશે નિર્ભર કરે છે. આવો જાણીએ વાસ્તુ ટીપ્સ

By Desk
|
Google Oneindia Gujarati News

Home construction Tips(વાસ્તુશાસ્ત્ર): દરેક વ્યક્તિનુ સપનુ હોય છે કે તેમનુ પોતાનુ ઘર બને. તે અને તેનો પરિવાર ઘરમાં સુખેથી રહે અને ઘર તેમના માટે સુખદ રહે, તેમાં રહેનાર દરેક વ્યક્તિની પ્રગતિ થાય, સુખ-શાંતિ રહે, તેથી વ્યક્તિ મકાનનુ બાંધકામ શરૂ કરતા પહેલા તેનુ શુભ મુહૂર્ત કઢાવે મેળવે છે. કયા શુભ યોગમાં ઘરનુ નિર્માણ થઈ રહ્યુ છે તેના પર ઘણુ બધુ નિર્ભર કરે છે. આવો જાણીએ આવા જ કેટલાક યોગ-સંયોગો..

home

ઘરની આયુ

કોઈ ઘર કેટલો સમય ચાલશે તેને જ્યોતિષની ભાષામાં ઘરની ઉંમર કહેવાય છે. ઘરનુ નિર્માણ શરૂ કરતી વખતે જો લગ્નમાં ગુરુ, છઠ્ઠા ભાવમાં સૂર્ય, સાતમા ભાવમાં બુધ, ચોથા ભાવમાં શુક્ર અને ત્રીજા ભાવમાં શનિ હોય તો તે ઘરનુંઆયુષ્ય સો વર્ષ હોય છે. જો લગ્નાં શુક્ર, ત્રીજા સ્થાનમાં સૂર્ય, છઠ્ઠામાં મંગળ અને પાંચમાં ભાવમાં ગુરુ હોય તો એ ઘરની આયુ 200 વર્ષ હોય છે. જો ચતુર્થ સ્થાનમાં ગુરુ, દશમમાં ચંદ્રમા, 11માં ભાવમાં મંગળ અને શનિ બંને હોય તો એ ઘરની આયુ 80 વર્ષ હોય છે.

લક્ષ્મી યોગ

ઘરનુ નિર્માણ શરૂ કરતી વખતે જો શુક્ર મીન રાશિમાં હોય અથવા ગુરુ ચોથા ભાવમાં કર્ક રાશિમાં હોય અથવા શનિ તેની ઉચ્ચ રાશિ તુલા રાશિમાં હોય તો આવા સમયમાં શરુ કરવામાં આવેલા ઘર પર લક્ષ્મીની કૃપા રહે છે. એટલે કે તેમાં રહેનારાઓને ક્યારેય પૈસાની કમી નથી રહેતી.

ધનધાન્યપ્રદ યોગ

પુષ્ય, ત્રણેય ઉત્તરા, રોહિણી, મૃગશિરા, શ્રવણ, આશ્લેષા, પૂર્વાષાઢા, આ 9 નક્ષત્રોમાં ગુરુ કોઈ પણ નક્ષત્રમાં હોય અને ગુરુનો વાર હોય તો એવા યોગમાં શરુ કરવામાં આવેલ ઘર સંતાન અને રાજ્ય અપાવનાર હોય છે. આવા ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે.

અગ્નિભય યોગ

હસ્ત, પુષ્ય, રેવતી, મઘા, પૂર્વાષાઢા, મૂલ, આ 6 નક્ષત્રોમાંથી કોઈ નક્ષત્ર પર મંગળ હોય અને મંગળનો જ દિવસ હોય તો આવા યોગમાં પ્રારંભ થતા ઘરમાં અગ્નિ ભય રહે છે. માટે મંગળવારે મકાનનુ બાંધકામ શરૂ કરવામાં આવતુ નથી. પરંતુ આવા મકાનને પુત્રપ્રદ કહેવામાં આવે છે.

અશુભ યોગ

જો પોતાના શત્રુગ્રહના નવમાંશમાં પડેલો એક પણ ગ્રહ જો ગૃહારંભ લગ્નથી સાતમાં કે દસમાં સ્થાનમાં બેઠો હોય અને ગૃહપતિના વર્ણનો સ્વામી નબળો હોય તો એવી સ્થિતિમાં બનેલુ ઘર એક વર્ષની અંદર બીજાના હાથમાં જતુ રહે છે. વ્યક્તિએ ઘર વેચવુ પડે છે.

English summary
Home or building construction timing is very important. Know everything about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X