ભાગ્યોદય કેવી રીતે થાય છે? શું કરશો ઉપાય?
દરેક વ્યક્તિને એ જરૂર લાગે છે કે તે જેટલી મહેનત કરી રહ્યો છે તે મુજબ તેને પરિણામ નથી મળી રહ્યુ. આવુ થતુ પણ હોય છે, અનેક વ્યક્તિઓ ખૂબ મહેનત કરે છે, દિવસભર દોડધામ કરે છે, આકરો પરિશ્રમ કરે છે પરંતુ તેમછતાં તેમના જીવનમાં વિકાસ દૂર-દૂર સુધી દેખાતો નથી. તે વર્ષો સુધી પોતાની જિંદગીને ઠીક-ઠાક સ્થિતિમાં લાવવા માટે સંઘર્ષ જ કરતા રહે છે. જો જ્યોતિષની દ્રષ્ટિએ આ સ્થિતિને જોઈએ તો આને ભાગ્ય નબળુ હોવાનુ કહેવામાં આવે છે.

કયા વર્ષમાં થાય છે ભાગ્યોદય
વૈદિક જ્યોતિષમાં જન્મકુંડળીના નવમ ભાવને ભાગ્ય કહેવાય છે. કોઈ વ્યક્તિનુ ભાગ્ય કેવુ હશે તે તેની કુંડળીના નવમાં ભાવથી જોઈને જાણી શકાય છે. આ ભાવમાં જે રાશિ હોય છે તે અનુસાર નક્કી કરવામાં આવે છે કે વ્યક્તિનો ભાગ્યોદય તેની ઉંમરના કયા વર્ષમાં થશે. જેમકે જો નવમ ભાવમાં સૂર્યની રાશિ સિંહ હોય તો ભાગ્યોદય 22માં વર્ષે થશે. ચંદ્રની રાશિ કર્ક હોય તો ભાગ્યોદય 24માં વર્ષે થશે. મંગળની રાષિ મેષ-વૃશ્ચિક હોય તો 28માં વર્ષે. બુધની રાશિ મિથુન-કન્યા હોય તો 32માં વર્ષે, ગુરુની રાશિ ધન-મીન હોય તો 16માં વર્ષે, શુક્રની રાશિ વૃષભ-તુલા હોય તો 25માં વર્ષે અથવા લગ્ન બાદ અને શનિની રાશિ મકર-કુંભ હોય તો 36માં વર્ષે ભાગ્યોદય થાય છે. જો નવમાં ભાવ પર રાહુ-કેતુનો પ્રભાવ હોય તો ક્રમશઃ 42માં અને 44માં વર્ષમાં એ વ્યક્તિનો ભાગ્યોદય થાય છે.

કેવી રીતે જાણશો ભાગ્યમાં અડચણ
ભાગ્ય કેવુ છે, એ નિશ્ચિત રીતે તમારી કુંડળઈના નવમાં ભાવથી જાણી શકાય છે પરંતુ નવમથી નવમ એટલે કે પંચમ ભાવ અને પંચમેશની સ્થિતિનુ પણ નિરીક્ષણ ધ્યાનથી કરવુ જોઈએ. જો નવમ સાથે પંચમ ભાવમાં પણ પાપ ગ્રહ હોય તો ભાગ્યોદયમાં અડચણ આવે છે. ભાગ્ય, યશ અને સમ્માનના દાતા સૂર્યની સ્થિતિ, તેના પર પાપ ગ્રહોની દ્રષ્ટિ, નીચ ગ્રહોની દ્રષ્ટિ હોવા પર ભાગ્યોદય નથી થઈ શકતો. જો નવમ ભાવમાં બૃહસ્પતિ નીચનો થઈને પાપ ગ્રહોના પ્રભાવમાં હોય તો ધન, વૈભવ, નોકરી, પતિ, પુત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ આવે છે. ભાગ્યોદયામાં અડચણની અનેક સ્થિતિઓ હોઈ શકે છે જે તમને કોઈ જાણકાર જ્યોતિષ બતાવી દેશે.

ભાગ્યની અડચણ કેવી રીતે દૂર કરશો
- પહેલા જુઓ કે તમારી કુંડળીના નવમાં ભાવમાં કયો ગ્રહ છે, તે ગ્રહની મજબૂતી અને પ્રસન્નતાના ઉપાય કરવાથી ભાગ્યોદયની અડચણ દૂર થાય છે.
- નવમાં ભાવમાં બેઠેલા ગ્રહ જો શુભ હોય જેમ કે સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર હોય તો એ શુભ છે. અશુભ ગ્રહો મંગળ, શુક્ર, શનિ, રાહુ, કેતુ હોય તો આના ઉપાય બિલકુલ ન કરવા.
- રુદ્રાક્ષની માળાથી રોજ સૂર્યોદય સમયે પૂર્વ તરફ મોઢુ રાખીને સૂર્યની ઉપસ્થિતિમાં ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ભાગ્ય પ્રબળ બને છે.
- પ્રાતઃકાળમાં ઉઠીને માતાપિતા, ઘરના વડીલો, ગુરુના ચરણ સ્પર્શ કરવાથી ભાગ્યોદય જલ્દી થાય છે.
- વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ હોમ, અનાથાલયમાં સમયે સમયે ભોજનની વસ્તુઓ, કપડા દાન કરતા રહો.
- પ્રયત્ન કરો કે સૂર્યાસ્ત બાદ ના તો કોઈનાથી ઉધાર લો અને ના ઉધાર આપો.
- સપ્તાહમાં કોઈ પણ એક દિવસ પોતાના ઈષ્ટ દેવના મંદિરમાં દર્શન કરવા જરૂર જાવ.
- શિવજીને અભિષેક રુદ્ર અષ્ટાધ્યાયી કરવાથી ભાગ્યની બધી અડચણો દૂર થાય છે.
જન્માષ્ટમી પર આ 6 વસ્તુઓ ભગવાન શ્રીકૃષ્ણને કરે છે અપ્રસન્ન