• search

અંકજ્યોતિષ જણાવી દેશે તમારી સેક્સ લાઈફના સિક્રેટ, જાણો તમારો મૂળ અંક શું કહે છે

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    અંકજ્યોતિષ દ્વારા મનુષ્યના સ્વભાવ અને વ્યવહારને સમજી શકાય છે. તમારી જન્મ તિથિના અંકોને જોડીને તમારો મૂળાંક કાઢવામાં આવે છે. મૂળાંકના આધાર પર તમારા વ્યક્તિત્વ અને ચરિત્ર વિશે જણાવી શકાય છે. બીજી બાજુ મુળાંકથી તમારા ભાગ્યમાં શું લખ્યું છે તે પણ જાણી શકાય છે.

    આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે અંકજ્યોતિષ કેવી રીતે તમારી લવ લાઈફમાં ઇન્ટિમેસીને પ્રભાવિત કરે છે. આ જ્યોતિષીય ફળ તમારી જન્મતિથિ પર આધારિત છે. જેમ કે જો તમારી જન્મ તારીખ 1 જાન્યુઆરી 1991 હોય તો 1+1+1+9+9+1 = 22 અને પછી 2+2ની જોડ થશે. આવી રીતે મૂળાંક 4 બને છે.

    મૂળ અંક 1

    મૂળ અંક 1

    આ મૂળ અંકના લોકો પ્રેમમાં ખુદ નેતૃત્વ કરવાનું પસંદ કરતા હોય છે. આમના પ્રેમમાં આક્રમક કામુકતા હોય છે અને તેઓ ખુદને સૌથી સર્વોચ્ચ માને છે અને તેઓ સ્વભાવથી ડૉમિનેટિંગ હોય છે.

    મૂળ અંક 2

    મૂળ અંક 2

    મૂળ અંક 2 વાળા લોકો પોતાના સંબંધને બનાવી રાખવા માટે કોઈપણ પ્રકારના નવા બદલાવ માટે તૈયાર રહે છે. તેઓ દરેક વખતે પોતાના પાર્ટનરને ભાવનાત્મક રૂપથી સહારો આપવા માટે તૈયાર રહે છે.

    મૂળ અંક 3

    મૂળ અંક 3

    આ મૂળ આંક વાળા લોકો ઉર્જાથી ભરપૂર હોય છે અને એમને પ્રેમમાં કંઈક નવું કરવાની ઉત્સુકતા રહેતી હોય છે. સેક્સમાં દરેક વખતે કંઈક નવું કરવા માટે આતુર રહેતા હોય છે. આમના માટે સેક્સ સુખ અને આનંદની અનુભૂતિની સમાન હોય છે.

    મૂળ અંક 4

    મૂળ અંક 4

    મૂળ અંક 4 વાળા લોકોમાં રોમાન્સ અને સેક્સમાં વધુ રસ નથી હોતો પરંતુ તેઓ કેરિંગ સ્વભાવના હોય છે. તેઓ હંમેશા પોતાના પાર્ટનરની મદદ કરવા માટે તૈયાર રહે છે અને પ્રેમ એમના માટે બહુ ગંભીર મુદ્દો હોય છે.

    મૂળ અંક 5

    મૂળ અંક 5

    5 મૂળઅંક વાળા લોકો ભાવુક અને કામુક હોય છે. તેઓ નિડર થઈને કામ કરે છે અને કેટલીય વખત હિંસક પણ થઈ જતા હોય છે. બીજી તરફથી આ મૂળ અંકવાળા જાતક વિપરિત સેક્સના લોકોને વધુ આકર્ષક લાગતા હોય છે.

    મૂળ અંક 6

    મૂળ અંક 6

    આ મૂળ અંકવાળા લોકોને લડાઈ ઝઘડા પસંદ નથી હોતા અને સંબંધમાં હંમેશા શાંતિ બનાવી રાખવા માટે તેઓ આકરી મહેનત કરતા હોય છે. તેઓ પોતાના ઘર પરિવારથી જોડાયેલા રહેતા હોય છે. આ મૂળ અંકના જાતકો સંતુલિત જીવન જીવવાવાળા જીવનસાથીની સાથે ખુશ રહેતા હોય છે.

    મૂળ અંક 7

    મૂળ અંક 7

    મૂળ અંક 7ના લોકોને એકાંત વધુ પસંદ હોય છે. કેટલીય વખત એમની સુધી પહોંચવું મુશ્કેલ થઈ જાય છે. બીજી બાજુ તેઓ ભૌતિક સુખમાં ઓછો રસ ધરાવતા હોય છે અને અધ્યાત્મમાં રૂચિ રાખતા હોય છે. આ કારણથી જ તેઓ બેડ પર સમજદાર પાર્ટનરની જેમ પરફોર્મ કરે છે. બીજી બાજુ રિલેશનશિપમાં તેઓ બહુ ઈમાનદાર હોય છે.

    મૂળ અંક 8

    મૂળ અંક 8

    આ મૂળ અંકના જાતકો સેક્સ, લુક્સ અને સ્વભાવને લઈને પાગલ હોય છે. તેઓ નાજુક દેખાતા હોય પણ તેમનામાં કામુક ભાવનાઓ ભરી પડી હોય છે. સેક્સ એમના માટે પાવરનો એક રસ્તો હોય છે. એટલું જ નહીં, તેઓ પાવર અને પ્રભાવ બનાવવા માટે સંભોગ કરતા હોય છે.

    મૂળ અંક 9

    મૂળ અંક 9

    મૂળ અંક 9 વાળા લોકો હંમેશા પોતાના પ્રેમમાં ખોવાયેલા રહે છે અને બહુ મદદગાર પણ હોય છે. એમના પ્રેમને તમે હંમેશા માટે તમારો માની શકો છો. પોતાના પાર્ટનરની મદદ કરી તેઓ પ્રેમ વ્યક્ત કરતા હોય છે. એમની મુશ્કેલીઓને આવા જાતકો ખુદની મુશ્કેલીઓ સમજતા હોય છે અને તે ઉકેલવામાં પણ મદદ કરતા હોય છે.

    English summary
    How does numerology influence your life and intimacy.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more