આ બે આંગળીઓની લંબાઈ પરથી જાણો તમારી સેક્સ્યુઅલ લાઈફ
એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે કોઈ વ્યક્તિની હથેળી જોઈને તેની સેક્સ્યુઅલ લાઈફ વિશે માહિતી મેળવી શકાય છે. બસ તમારે કરવું એ પડે કે સીધો તમારો હાથ જોવાનો અને જાણવાનું કે તમારી રિગં ફિંગર એટલે કે અનામિકા તમારી ઈન્ડેક્સ ફિંગર એટલે કે તર્જનીથી કેટલી લાંબી છે.
આ પણ વાંચો: આ રાશિના લોકો હોય છે મૂડી, તેમને સમજવા છે મુશ્કેલ
જો અનામિકા લાંબી છે કો તમે એવા વ્યક્તિ છો જેમના એકથી વધુ સેક્સ્યુલ પાર્ટનર્સ હોઈ શકે છે. આંગળીઓની લંબાઈ જોઈને કેવી રીતે તમે અંગત જિંદગી વિશે માહિતી મેળવી શકો છો તે જાણવા માટે વાંચો આ લેખ.

તો તમારી રિંગ ફિંગર અને તર્જનની લંબાઈ સરખી છે તો..
રિસર્ચ પ્રમાણે જો તમારા જમણા હાથની બંને આંગળી લગભગ સરખી છે તો જીનેટિક રીતે તમારામાં એ વિશેષતા હોઈ શકે છે કે તમે સેક્સ્યુઅલ લાંઈફ માટે પાર્ટનર લાંબા સમય માટે જ પસંદ કરો. આ જ રીતે તે વ્યક્તિ પોતાના સંબંધમાં પ્રામાણિક પણ રહે છે અને લોન્ગ ટર્મ રિલેશનશિપમાં માને છે.

આ રિસર્ચ માટે હોમોસેક્સ્યુઅલ ટ્વિન્સન માન્યતા અપાઈ છે
આ રિસર્ચના ફોકસમાં હોમોસેક્સ્યુઅલ ટ્વિન્સને અભ્યાસ માટે રખાયા છે. આ અભ્યાસ દરમિયાન જાણવા મળ્યુ છે કે હોમો સેક્સ્યુઅલ ટ્વિન્સ હોવા છતાં જ્યારે તેમના હાથનું વિશ્લેષણ કરાયું તો તેમની આંગળીઓ ખાસ કરીને રિંગ ફિંગર અને ઈન્ડેક્સ ફિંગરમાં અસામનાત દેખાઈ. ખાસ કરીને છોકરીઓમાં આ અંતર વધું હતું.

જુડવા લોકોની જોડી પર કરાયો અભ્યાસ
આ અભ્યાસ માટે 18 મહિલા ટ્વિન્સ અને 14 પુરુષ ટ્વિન્સને પસંદ કરાયા હતા. આ અભ્યાસમાં નોટિસ કરાયું છે કે જોડીઓમાંની એ મહિલા જે લેસ્બિયન છે તેની સ્ટ્રેટ બહેનના હાથ કરતા લેસ્બિયન બહેનનો હાથ વધુ પુરુષ જેવો છે. બીજી તરફ જે ભાઈ ગે છે, તેનો હાથ પોતાના સ્ટ્રેટ ભાઈ કરતા થોડો નાજુક હોય છે.

આ રિસર્સ માટે જુડવા ભાઈ કે જુડવા બહેનોને કેમ પસંદ કરાયા
રિપોર્ટ્સ પ્રમાણે મનાય છે કે જુડવા ભાઈ કે જુડવા બહેનોના જીનેટિક્સ એક સમાન હોય છે. પરંતુ તેમની સેક્સ્યુઅલ પસંદ જુદી જુદી હોય છે. એટલે જ્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે જીનેટિક્સ સિવાયના પરિબળો પણ આ પ્રકારની અલગતા લાવી શકે છે.

શું કહે છે રિસર્ચ
રિસર્ચ પરથી એ નિષ્કર્ષ નીકળે છે કે ગર્ભની અંદર મેલ હોર્મોન ટેસ્ટોસ્ટોરેન વ્યક્તિની આંગળીની લંબાઈ અને આગળના સમયે તેમની સેક્સ્યુઅલ જિંદગી કેવી હશે તે નક્કી કરે છે.